હું 19 વર્ષની યુવતી છું અને બી.એ. કરી રહી છું. મારું ડાબું સ્તન જમણા સ્તનની સરખામણીમાં થોડું નાનું છે અને એનો સ્તન પણ થોડો અંદર તરફ ધસી ગયો છે.તો મારે શું કરવું

હું 19 વર્ષની યુવતી છું અને બી.એ. કરી રહી છું. મારું ડાબું સ્તન જમણા સ્તનની સરખામણીમાં થોડું નાનું છે અને એનો સ્તન પણ થોડો અંદર તરફ ધસી ગયો છે.તો મારે શું કરવું

હું ૨૮ વર્ષની પરિણીતા છું. મારાં લગ્નને ૮ વર્ષ થઈ ગયાં છે, પણ હું હજી સંતાન સુખથી વંચિત છું. મેડિકલ તપાસ કરાવતા જાણવા મળ્યું કે મારા પતિના વીર્યમાં શુક્રાણુ નથી, જેના લીધે હું ગર્ભધારણ કરવા સક્ષમ નથી. ડોક્ટરે અમને સલાહ આપી કે અમે બાળક દત્તક લઈએ અથવા ટેસ્ટ ટયૂબ બેબી પદ્ધતિ અપનાવીએ.

Advertisement

મારા પતિ ટેસ્ટ ટયૂબ બેબી પદ્ધતિ અપનાવવા ઇચ્છે છે, પણ મારા મનમાં ઘણીબધી શંકાઓ છે. શું એ સાચું છે કે ટેસ્ટ ટયૂબ બેબી પદ્ધતિથી જન્મ લેનાર બાળકમાં માનસિક અને શારીરિક વિકૃતિ થવાનું જોખમ રહે છે? મેં સાંભળ્યું છે કે ૪-૫ વર્ષ પછી આ પ્રકારનાં બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ અટકી જાય છે. તેમનાં હાડકાં કમજોર અને વાંકાચૂકા થઈ જાય છે. યોગ્ય સલાહ આપો.

એક બહેન વડોદરા

* હકીકત તો એ છે કે જો તમારી ગર્ભધારણ કરવાની ક્ષમતા સામાન્ય હોય, તો તમારે ટેસ્ટ ટયૂબ બેબી પદ્ધતિની મદદ લેવાની જરૂર નથી. જો તમારા પતિના વીર્યમાં શુક્રાણુ ન હોય અને તમારામાં માતા બનવાના જરૂરી ગુણ છે, તો યોગ્ય એ રહેશે કે તમે કોઈ સારા ઇન્ફર્ટિલિટિ સેન્ટરમાં નિષ્ણાતો પાસે આગળની સારવાર માટે સલાહ લો.

Advertisement

આ પરિસ્થિતિમાં પતિ-પત્નીની સહમતી હોય તો કોઈ અજાણ્યા પુરુષના વીર્યથી પ્રયોગશાળામાં સ્ત્રીનું કૃત્રિમ ગર્ભાધાન કરાવી શકાય છે. ટેક્નિકલ રીતે આને આર્ટિફિશિયલ ડોનર ઇનસેમિનેશનનું નામ આપવામાં આવે છે પણ આ વિકલ્પ પસંદ કરતાં પહેલાં તમારા બંનેનું સાઈકોલોજિકલ કાઉન્સેલિંગ થવું જરૂરી છે. આ ટેક્નિકની દરેક બાજુને સમજીને તમે બંને સહમત થાઓ, ત્યારે જ આ પગલું ભરજો.

બાળકને થનાર જે વિકૃતિઓની તમે ચર્ચા કરી છે, તે જિનેટિક વિકૃતિ અવશ્ય છે, પરંતુ ટેસ્ટ ટયૂબ બેબી પદ્ધતિ સાથે કોઈ સીધો સંબંધ નથી. તે થવાનું  જોખમ ત્યારે જ રહે છે, જ્યારે માતાના અંડકોશમાં કે પિતાના શુક્રાણુમાં આ રોગ જિનેટિક રીતે છુપાયેલો હોય.

Advertisement

તમે હકારાત્મક વિચારસરણી સાથે કોઈ પદ્ધતિ અપનાવો અને શરૂઆતથી જ ડોક્ટરની દેખરેખમાં રહો, તો કોઈ કારણ નથી કે તમારું સંતાન સ્વસ્થ અને સામાન્ય ન જન્મે. કોઈ બાળકને દત્તક લેવાના પ્રસ્તાવ પર પણ તમે બંને મુક્ત મને વિચાર કરી શકો છો.

શું પેકડ બેબી ફૂડ માતાના દૂધથી વધારે શક્તિશાળી હોય છે? મારી નણંદ હજી તાજેતરમાં જ માતા બની છે. તેને હંમેશાં એક ધૂન સવાર હોય છે કે તેનો પુત્ર પેકડ બેબી ફૂડ લેશે તો વધારે હૃષ્ટપુષ્ટ બનશે. જ્યારે મારી જાણકારી પ્રમાણે નવજાત બાળક માટે માતાના દૂધથી ઉત્તમ કોઈ જ વસ્તુ નથી. યોગ્ય સલાહ આપો?

Advertisement

એક મહિલા અમદાવાદ

* તમારી જાણકારી બિલકુલ સાચી છે. માતાનું દૂધ બેબી ફૂડથી લાખ ગણું સારું હોય છે. તે સ્વચ્છ અને સંપૂર્ણ આહાર છે. તેમાં બધાં જરૂરી પૌષ્ટિક તત્ત્વો હોય છે, જે કુદરતનું શ્રેષ્ઠ વરદાન છે. તેમાં રોગપ્રતિકારક શક્તિ ભરપૂર હોય છે. તે પીવાથી બાળક અનેક ચેપી રોગોથી સલામત રહે છે. માતાનું દૂધ પીતાં બાળકોમાં એલર્જી, ડાયાબિટીસ, લિંફોમા, બ્રોંકિઅલ અસ્થમા અને હાર્ટના કેટલાક ખાસ રોગ થવાનો દર ઘટીને સરેરાશ કરતાં ઘણો ઓછો થઈ જાય છે.

માતાને વળગીને દૂધ પીવાથી બાળકમાં સાઈકોલોજિકલ સલામતીની ભાવના પણ વધી જાય છે. તેનો મનોવૈજ્ઞાાનિક લાભ બાળક અને માતા બંનેને મળે છે. તમે તમારી નણંદને આ દરેક વાતની માહિતી આપો અને તેમને પેકડ બેબી ફૂડની મોહજાળથી મુક્ત થવાનો યોગ્ય માર્ગ પસંદ કરવામાં મદદ કરો.

Advertisement

હું ૧૯ વર્ષની યુવતી છું અને બી.એ. કરી રહી છું. મારું ડાબું સ્તન જમણા સ્તનની સરખામણીમાં થોડું નાનંક છે અને એનો સ્તનાગ્ર પણ થોડો અંદર તરફ ધસી ગયો છે. આ અસમાનતા ક્યા કારણે છે? ક્યાંક આ કોઈ ગંભીર આંતરિક રોગનું લક્ષણ તો નથી? મારે શું કરવું જોઈએ?

એક યુવતી  આણંદ

* બંને સ્તનોનાં માપ અને આકારમાં સાધારણ તફાવત હોય એ કુદરતી છે, તેથી આ વિશે તમે જરા પણ ચિંતા ન કરો. આ તફાવત માત્ર એવા સંજોગોમાં જ તપાસ કરવા યોગ્ય છે, જ્યારે કોઈ સ્તનના આકારમાં આકસ્મિક ફેરફાર જોવા મળે. આ તથ્ય સ્તનાગ્રની સ્થિતિ પર પણ લાગુ પડે છે. જો સ્તાનાગ્ર પહેલાં બરાબર હોય અને પછી અંદરની તરફ ગયો હોય તો તેની ડોક્ટરી તપાસ કરાવવી જરૂરી છે.

Advertisement

સ્તનાગ્ર અંદર તરફ ધસેલું હોવાથી તમને આગળ જતાં મુશ્કેલી આવી શકે છે. પરિણીત જીવનમાં બંધાયા પછી જ્યારે તમે માતા બનશો ત્યારે બાળકને તમારું દૂધ પિવડાવવામાં અડચણ ઊભી થઈ શકે છે.

શક્ય છે કે સમયની સાથે સાથે સ્તનમાં થતા વિકાસથી સ્તનાગ્ર આપોઆપ ઠીક થઈ જાય, પરંતુ તે સમસ્યામાંથી બહાર આવવા માટે તમે ત્રણ-ચાર અઠવાડિયાં સુધી નાનકડી કસરત કરી શકો છો. રોજ સવારસાંજ તમારા અંગૂઠા અને આંગળીની વચ્ચે તમે સ્તનાગ્રને બહાર કાઢવાનો પ્રયત્ન કરો. પૂરતી શક્યતા છે કે એટલાથી જ તે સામાન્ય થઈ જાય. નહીં તો એ યોગ્ય રહેશે કે તમે કોઈ સર્જનને મળીને તમારી તપાસ કરાવી આગળની સારવાર કરાવો.

Advertisement
Exit mobile version