હું 19 વર્ષનો યુવક છું, મને હસ્ત-મૈથુન કરવાની આદત પડી ગઈ છે, મારે જાણવું છે કે આગળ જતાં મને તેનાથી કંઈ સમસ્યા તો નહીં થાયને?

સવાલ.હું 24 વર્ષની યુવતી છું. મારો પરિવાર નવસારીમાં છે અને મારું ભણવાનું પૂરું કરીને બે વર્ષથી હું મુંબઇમાં જોબ કરું છું. હું મારી ઓફિસના યુવકના પ્રેમમાં છું. તે પણ પરિવાર વગર એકલો જ રહે છે. અમે બન્ને વર્કિંગ હોવાથી મળવાનો અને સાથે ફરવાનો સમય પણ નથી મળતો.
એ જ કારણોસર વિચારી રહ્યાં છીએ કે લિવ-ઇનમાં રહીશું તો પરસ્પરને વધુ જાણી શકીશું. મારા પેરન્ટ્સ તો એ માટે જરાય તૈયાર નહીં થાય. આ કારણોસર અહીં અમે કોઈને કહ્યા વિના સાથે રહેવાનું શરૂ કરીએ એવો વિચાર પણ કરી રહ્યાં છીએ, પણ સમાજનો ડર લાગે છે. શું કરું?.
જવાબ.લગ્નમાં બન્ને વ્યક્તિ પરસ્પરની અને પરિવારની સહમતીથી સમાજની હાજરીમાં એકમેકને જીવનસાથી તરીકે પસંદ કરે છે અને પછી સહજીવન શરૂ કરે છે. લિવ-ઇનમાં સમાજ અને કાયદાનું બંધન ન હોવાથી ન ફાવ્યું તો હું મારા રસ્તે અને તું તારા રસ્તે. આવી છટકબારી હોવાને કારણે સહજીવનની શરૂઆત જ ખોટી સમજણથી શરૂ થાય છે.
તમે લગ્ન કરીને સાથે રહો કે લિવ-ઇનમાં, જો એકબીજાની મર્યાદાઓનો સ્વીકાર કરવા જેટલી સહિષ્ણુતા ન હોય તો બેમાંથી એકેય નથી ચાલતા. લગ્ન વ્યવસ્થા કેટલાક અંશે સહિષ્ણુતા કેળવાય એ માટેનું વાતાવરણ પૂરું પાડે છે, પણ લિવ-ઇનમાં ‘સ્વતંત્ર’ માઇન્ડસેટ સાથે આગળ વધો તો એમાં જરૂરી ઉષ્મા અને હૂંફની ગેરહાજરી વર્તાય છે.
મને એવું લાગે છે કે જે કામ તમારે છુપાઈને કરવું પડે એ કદી ન કરવું. તમારી ઉંમર પણ કંઈ ૨૫ વર્ષથી વધુની હોય એવું મને નથી લાગતું ત્યારે એકમેકને સમજી લેવા સાથે રહેવાની ઉતાવળ શા માટે? એમ છતાં લિવ-ઇનમાં રહેવું જ હોય તો બંનેના માતા-પિતાને કોન્ફિડન્સમાં લઈને કન્વિન્સ કરવાનું આવશ્યક છે.
સવાલ.હું ૨૩ વર્ષનો છું. હું વર્જિન છું, પરંતુ સે@ક્સ માટે મને ખૂબ ઈચ્છા થાય છે. માસ્ટરબેશન કે બીજા કશામાં ધ્યાન કેન્દ્રિત કરીને હું કોઈક રીતે મારી જાત પર કંટ્રોલ કરું છું. મને જ્યારે ચાન્સ મળે ત્યારે કોઈ મહિલા કે સે@ક્સ વર્કર સાથે મારે સે@ક્સ માણવું જોઈએ? કે પછી મેરેજ થાય ત્યાં સુધી મારે કંટ્રોલ જ રાખવો જોઈએ?
જવાબ.તમારે ચોક્કસ જ સે@ક્સ વર્કર સાથે સે@ક્સ ન કરવું જોઈએ. કેમ કે તે અનસેફ ગણાય છે. જાણીતા પાર્ટનર સાથે સે@ક્સ કરવું કે નહિ એ તમારે વિચારવાનું છે. જોકે, સમાજના ધારાધોરણો અનુસાર તો તમારે મેરેજ સુધી રાહ જોવી જોઈએ.
સવાલ.મારી ઉંમર 38 વર્ષ છે. થોડા સમય પહેલાં પાઇલ્સનું ઓપરેશન કરાવ્યું હતું. તે પછીથી મારા પતિ આનલ સે@ક્સ કરવાનું કહે છે. હાલ તો મને ત્યાં એકદમ સારું થઇ ગયું છે, ઓપરેશનને કારણે કોઈ સમસ્યા નથી. પણ પતિ જ્યારે આનલ સે@ક્સનું કહે છે ત્યારે મને થોડો ડર લાગે છે, કારણ કે અમે પહેલાં ક્યારેય તે કર્યું નથી. વળી મને ઇન્ફેક્શન થવાનો ભય પણ લાગે છે.
જવાબ.તમે જણાવ્યું નથી કે પાઇલ્સના ઓપરેશનને કેટલો સમય થયો છે. તે જગ્યાએ હિલ થઇ ગયું હોય, તો પણ ઓપરેશન થઇ જાય તે પછી ત્રણથી પાંચ મહિના એ રિસ્ક ન લેવું. આમ તો પાંચ મહિના બાદ આનલ સે@ક્સ કરવાથી બીજી કોઇ સમસ્યા નથી થતી.
હાઇજિન બાબતે ધ્યાન રાખવું. આ પ્રકારના સે@ક્સમાં બંનેની ઇચ્છા હોવી ખૂબ જરૂરી છે. બંનેની ઇચ્છા હોય તો જ કરવું જોઇએ. તમને ઇચ્છા ન હોય તો તમે પતિને ટાળવાને બદલે એ વાત સમજાવો કે તમે તે કરવા માટે તૈયાર નથી.
સવાલ.મારી ઉંમર 19 વર્ષ છે, મને હસ્ત-મૈથુન કરવાની આદત થોડા સમયથી જ પડી છે. હું દર બે દિવસે કે ત્રણ દિવસે કરતો હોઉં છું. મને તે કરવાની ખૂબ મજા આવે છે. પણ મારે જાણવું છે કે આગળ જતાં મને તેનાથી કંઈ સમસ્યા તો નહીં થાયને?
જવાબ.ના, હસ્ત-મૈથુનથી કોઇ સમસ્યા નથી થતી. અહીં અમે ઘણી વાર એ વાત સમજાવી ચૂક્યા છીએ.
સવાલ.મારી ઉંમર 46 વર્ષ છે. મારે મેનોપોઝ આવી ગયું છે. છેલ્લા આઠ મહિનાથી માસિક નથી આવ્યું. તો હવે અમે નિરોધ વગર શારીરિક સંબંધ બાંધી શકીએ ખરા?
જવાબ.ઘણી સ્ત્રીને માસિક વહેલું બંધ થઇ જતું હોય છે. એ જિનેટિક હોય છે. આ બાબતે ગભરાવું નહીં. રહી વાત નિરોધ વગર શારી-રિક સંબંધ બાંધવાની તો હાલ એ રિસ્ક ન લેવું, કારણ કે મેનોપોઝમાં ઘણી વાર આઠ નવ મહિના કે એક વર્ષ માસિક બંધ રહે અને પછીથી પાછું શરુ થતું હોય છે. આવા સંજોગોમાં ગર્ભ રહેવાનો ભય રહે છે, માટે હાલ હજી થોડા મહિના નિરોધનો ઉપયોગ ચોક્કસપણે કરવો જોઈએ.