હું 22 વર્ષનો છું, મારી સગાઈ થઈ ગઈ છે, મારી સમસ્યા એ છે કે…

સવાલ.મને એક વિચિત્ર સમસ્યા છે. મારા પતિ સાથે સં@ભોગ કરતી વખતે, હું તેના મિત્ર વિશે વિચારુ છું જે ખૂબ જ સુંદર દેખાઇ છે અને આ સમય દરમિયાન, જો મારા પતિ મારી સાથે વાત કરે છે, તો હું ખલેલ પાડીશ, કારણ કે હું ફરીથી તેના મિત્ર વિશે વિચારી શકતી નથી.જે મને અસંતોષ આપે છે તો શું મારે મારા પતિને આ વિશે કહેવું જોઈએ?
જવાબ.તે સાચું છે કે પતિ-પત્ની વચ્ચે કોઈ પડદો ન હોવો જોઈએ પરંતુ કેટલીક જગ્યાએ સંબંધોમાં મૌન રહેવું જરૂરી છે તમે બંને જાતીય જીવનનો આનંદ માણી રહ્યા છો અને આવી રીતે.તમારું સત્ય કહેવાથી સંબંધોમાં ખલેલ પડી શકે છે અને તમે તમારા પતિને કહી શકો છો કે જ્યારે તે બોલતું નથી તો તમે વધુ આનંદ કરો છો બીજી તરફ, તમારે પતિના મિત્રને બદલે પતિ માટે તમારી કલ્પનાઓ પણ કરવી પડશે કારણ કે ભવિષ્યમાં સંબંધને મજબૂત બનાવવો જરૂરી છે.
સવાલ.હું એક વિદ્યાર્થિની છું. મારા ઘરનું વાતાવરણ એવું પણ નથી કે હું કોઈની સાથે મોકળા મને વાત કરી શકું. મારા મનમાં સેક્સ વિષે કેટલીક જિજ્ઞાાસાઓ છે, જેના વિશે આજે હું તમારી પાસેથી જાણવા માગું છું.શું શારી-રિક સંબંધ બાંધતી વખતે સ્ત્રીને કોઈ તકલીફ કે ખુબજ પીડા થાય છે?કોઈ સ્ત્રી કેવી રીતે સગર્ભા બને છે? જો કો-ન્ડોમ વાપરવામાં આવે તો શું આ સ્થિતિથી બચી પણ શકાય છે?
જવાબ.અમારી આ કોલમમાં લગભગ દરેક લેખમાં સામાન્ય શરીર વિજ્ઞાન અને સે@ક્સ વિશે ઉપયોગી જાણકારી આવતી જ રહેતી હોય છે. એનો લાભ તમે પણ લઈ શકો છો. છતાં પણ તમારા સવાલોના જવાબ ક્રમ પ્રમાણે અહીં પ્રસ્તુત કર્યા છે.સામાન્ય રીતે સમાગમ ન તો સ્ત્રી કે ન તો પુરુષ માટે પીડાદાયક કે તકલીફદાયક હોય છે.
આ મિલન તો બંને માટે સુખદ અને આનંદદાયક જ હોય છે. શરત એટલી કે બંને ખરા દિલથી તે સંબંધ બાંધતા હોય તો. ફક્ત પ્રથમ સમા-ગમ વખતે યુનિચ્છેદના તૂટવાના સમયે સ્ત્રીને થોડી તકલીફ જરૂર થાય છે, પરંતુ ધીરજ અને પ્રેમથી મિલન બહુ જલદી સહજ, સરળ અને વિધ્ન વગરનું પણ થઈ જાય છે.
માસિકધર્મની શરૂઆતથી માંડીને રજોનિવૃત્તિ થાય ત્યાં સુધી દર મહિને સ્ત્રીનાં અંડાશયમાં એક કે એથી વધારે બીજ બને છે અને તે છૂટું પણ પડે છે.આ બીજ માસિકચક્રના મધ્ય સમય દરમિયાન છૂટું પડે છે.એ દિવસોમાં સમાગમ કરવાથી પુરુષના વીર્યમાંના શુક્ણુઓનિં સ્ત્રીના બીજ સાથે મિલન થાય છે. એ દરમિયાન શુક્ણુઓ દ્વારા ભેદીને તેમાંથી છૂટું પડેલું બીજ જ ગર્ભ ધારણ કરવા સક્ષમ હોય છે.
જે ગર્ભાશયમાં પોતાનું સ્થાન સ્થાપિત કરી લે છે અને પછી ધીમે ધીમે વિકસિત પણ થાય છે.પુરુષ સાથી કો-ન્ડોમનો ઉપયોગ કરે એટલે એનું વીર્ય કો-ન્ડોમની થેલીમાં જ રહી જાય છે. જેથી ગર્ભ નથી રહેતો. કો-ન્ડોમનો ઉપયોગ ગર્ભનિરોધક તરીકે જ થાય છે. સમા-ગમ વખતે પૂરેપૂરો સંતોષ મળે એટલા માટે એને ચીકાશવાળું પણ બનાવાય છે. જોકે તે સમાગમમાં કોઈ પણ રીતે મદદરૂપ નથી હોતું.
સવાલ.શું ફેફસાંનો ટીબી થયા પછી ગર્ભધારણ કરવાની ક્ષમતા પર કોઈ અવળી અસર પડે છે? પ્રાથમિક તબક્કે જ તેનો ઉપચાર શરૂ કરી દેવામાં આવે અને પૂરા આઠ-નવ મહિના સુધી બરાબર ઈલાજ કરવામાં આવે તો પણ આ તકલીફ થઈ શકે છે? શું ઈલાજ પછી સમયસર માસિક આવતું હોય, તો તે સ્ત્રીની ગર્ભધારણ કરી શકવાની ક્ષમતાનો પુરાવો નથી? જો કોઈ સ્ત્રીને ટીબી થઈ ગયો હોય અને તે કારણસર તેની ગર્ભપાત કરાવી નખાય તો શું પછી તે ફરીથી માં નથી બની શકતી.
જવાબ.તમે એકસાથે ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા છે એમાંથી દરેકનો ‘હા’ કે ‘ના’ માં સ્પષ્ટ જવાબ આપવો પણ શક્ય નથી, આમ છતાં એની વિરુદ્ધ વૈજ્ઞાાનિક સ્પષ્ટતા તમને જણાવું છું. હા, એ સાચું છે કે ફેંફસાંનો ટીબી થવાથી સ્ત્રીની ગર્ભધારણ ક્ષમતા પર અવળી અસર પણ પડી શકે છે, પરંતુ આવું ફક્ત એવા કિસ્સામાં જ થાય છે જેમાં ટીબીનાં જંતુ પ્રજજનઅંગોમાં પહોંચી જાય છે અને અંડવાહિની (ફિલોપિયન ટયૂબ્સ) માં વિકૃતિ પેદા કરી દે છે. ભારતમાં ૨ થી ૧૦ ટકા નિ:સંતાન સ્ત્રીઓમાં જ પ્રજનનઅંગોનો ટીબી બાળક ન થવાનું કારણ છે.
અને સીધી ભાષામાં કહીએ તો ફેફસાંના ટીબી પછી કેટલીક સ્ત્રીઓને જ પ્રજનનઅંગોનો ટીબી થાય છે અને તેમને જ પછીથી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે. આ માટેનો પૂરો ઈલાજ કરાવવો ખૂબ જ જરૂરી છે, પણ આ ઈલાજ એ વાતની ખાતરી નથી આપતો કે એ કરાવ્યા પછી પ્રજનનઅંગ તદ્દન સ્વસ્થ થઈ જશે. જો અંડવાહિનીઓમાં ખામી ઊભી થઈ જાય તો તે દવાથી દૂર નથી થતી. દવાથી ફક્ત ટીબીના જંતુઓ મરે છે અને રોગ જલદી નિયંત્રણમાં આવી જાય તેવી સંભાવના રહેતી હોય છે.
માસિકધર્મ નિયમિત આવે એ વાતની ખાતરી નથી કે કે સ્ત્રીમાં મા બનવાની ક્ષમતા છે. પ્રજનન અવયવોના ટીબીમાં વ્યંધત્વની તકલીફ મોટા ભાગે અંડવાહિની બંધ થઈ જવાથી અથવા તેમાં વિકૃતિ આવી જવાથી થતી હોય છે. આવી સ્થિતિમાં માસિકસ્ત્રાવ તો સામાન્ય રીતે થયા જ કરે છે અને જ્યારે વિશેષ પરીક્ષણ અને તપાસ કરાવીએ ત્યારે જ સાચી ખામીની ખબર પડે છે.
ફેફસાંનો ટીબી થાય ત્યારે સગર્ભા સ્ત્રીએ ગર્ભપાત કરાવવાની જરૂર નથી. સામાન્ય રીતે તો તે ટીબીનો ઈલાજ ચાલુ રાખીને સ્વસ્થ બાળકનો જન્મ પણ આપી શકે છે, પણ જો કોઈ કારણસર સ્ત્રીએ ગર્ભપાત કરાવવો જ પડે તો પણ ફરીથી ગર્ભધારણ કરવામાં આમ તો કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ. હા, મુશ્કેલી ત્યારે જ આવે છે, જ્યારે પ્રજનન અવયવોમાં કોઈ ચેપ લાગી જાય અને અંડવાહિની બંધ પણ થઈ જાય.
સવાલ.હું 22 વર્ષનો અપરિણીત યુવક છું. મારી સગાઈ થઈ ગઈ છે. મારી સમસ્યા એ છે કે મારી દાઢી અને છાતી પર બહુ ઓછા વાળ છે. મારી સાથે કંઈક ખોટું હશે? મારો ખોરાક પણ ઓછો છે. મારી હાઇટ સારી છે. પરંતુ ડેમ ઊંચાઈની સરખામણીએ પાતળો છે. જો કોઈ દોષને કારણે હોય તો કોઈ આયુર્વેદિક દવા બતાવો. શું તે હસ્ત-મૈથુનને કારણે હોઈ શકે છે? એ પણ જણાવો કે કયા ખોરાકથી વાળ વધે છે.
જવાબ.વાળના વિકાસ પાછળ આનુવંશિકતા માટે હોર્મોન્સ જવાબદાર હોઈ શકે છે. તમારે કોઈ સારા ત્વચારોગ વિજ્ઞાનીનો સંપર્ક કરવો જોઈએ. ચિંતા કરવા જેવું કંઈ નથી. હસ્તમૈથુનને તેની અને તમારા શરીરની રચના સાથે કોઈ લેવાદેવા નથી. પૌષ્ટિક ખોરાક લો. ડોક્ટરની સલાહ મુજબ વજન વધારવાનો ખોરાક લો. કસરત દ્વારા પણ શરીરને મજબૂત કરવાનો પ્રયાસ કરો. ચરબીયુક્ત ખોરાક ખાવાનું ચાલુ રાખો.
સવાલ.ત્રણ વર્ષ પહેલાં મારા દીકરાના જન્મ વખતે મારું સિઝેરિયન ઓપરેશન કરાયું હતું. અને એના એક વર્ષ પછી ગર્ભ રહી જવાથી મારે ડી.એન્ડ.સી. કરાવવું પડયું હતું બસ, ત્યારથી મારું પેટ અને નિતંબ ખૂબ વધી ગયા છે. આથી શરીર બહુ બેડોળ લાગે છે.
સિઝેરિયન થયું હતું એટલે ક્યાંક કંઈ નુકસાન ન થઈ જાય એ બીકે વ્યાયામ પણ નથી કરતી. તમે જ કહો કે શું યોગ અને વ્યાયામ મારા માટે ઉચિત રહેશે? મારો દીકરો પણ બહુ દૂબળો-પાતળો છે, એને જાડો કરવા માટે કોઈ ટોનિક કે મિલ્ક પાઉડરનું નામ સૂચવો.
જવાબ.આ પત્ર તમે અમને થોડા સમય પહેલા લખ્યો હોત તો સારું થાત. પેટના કોઈ પણ ઓપરેશન પછી જો કોઈ મુશ્કેલી ઊભી ન થાય તો ત્રણથી છ મહિના પછી દરેક પ્રકારનું મહેનતવાળું કામ કરી શકાય છે. જો તમે પહેલેથી જ યોગ અને વ્યાયામ શરૂ કરી દીધાં હોત અને ખાવા-પીવામાં ધ્યાન પણ રાખ્યું હોત તો શરીર આટલું ફૂલી ન ગયું હોત.
હવે તમે વ્યાયામની સાથે સાથે ખાવા-પીવામાં પણ ધ્યાન રાખો. તળેલી ચીજો, ઘી-માખણ, મલાઈવાળી ચીજો, સ્નેક્સ, ફાસ્ટફુડને ન ખાવા. લીલાં શાકભાજી, સલાડ અને ફળ ખાશો તો શરીર સ્ફૂર્તિનું બનશે.તમારો દીકરો દૂબળો છે એની ચિંતા ન કરો. જો તે બરાબર દોડતો કૂદતો હોય, હસતો-રમતો હોય અને ખાતો-પીતો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કોઈ ટોનિક કે મિલ્ક પાઉડર એને જાડો નહીં કરે.
સવાલ.મારી છાતીથી લઈને પેટ સુધી નાના નાના વાળ ઊગી નીકળ્યા છે. એનાથી છુટકારો મેળવવાનો કોઈ ઘરગથ્થુ ઉપાય બતાવશો. હોઠ ઉપર પણ નાના નાના વાળ પણ છે. આમ તો હું ઉબટણનો નિયમિત ઉપયોગ કરું છું. એનાથી ખાસ ફેર પડયો નથી.તો હું શું કરું?
જવાબ.આછાં રૂંવાં ઊગી આવવાં એ સામાન્ય બાબત છે. એને લઈને મન પર ભાર ન રાખવો. આવા વાળ દરેકના શરીર પર જોવા મળે છે. જો તમારા કિસ્સામાં કોઈ ખાસ કારણને લીધે આ વાળ તમને પરેશાન કરી રહ્યા હોય, તો તમે તેમનાથી છુટકારો મેળવવા અથવા તેમને છુપાવવા માટે આ પ્રમાણેના ઉપાય અપનાવી શકો છો.
હોઠ ઉપર દેખાતા વાળને થ્રેડિંગથી દૂર કરી શકાય છે અથવા બ્લીચિંગથી છૂપાવી શકાય છે.આનાથી વાળનો રંગ સોનેરી પણ થઈ જશે અને તે દેખાશે નહીં. બીજો વિકલ્પ ઈલેક્ટ્રોલિસિસ કરાવવાનો છે. પેટ પર ઊગી આવેલા વાળને એમ ને એમ જ રહેવા દો. જો તે ન ગમતા હોય તો ત્યાં ઈલેક્ટ્રોલિસિસ કરાવવું એ જ ઉત્તમ ઉપાય છે.