હું ૨૩ વર્ષની છું,અને મારા પતિ મને અઠવાડિયા માં ૩ વખત જ ખુશ કરી શકે છે,મને ઉપાય જણાવો

દારૂડિયાપણા ઉર્ફે આલ્કોહોલિઝમનો એક પ્રકાર છે બિન્જ ડ્રિન્કિંગ. એમાં શરાબી માણસ એક વાર શરાબ પીવાનું ચાલુ કરે તો અટકતો જ નથી. તે સવાર-બપોર-સાંજ-રાત પીવામાં કાઢે. પછી નશાની અવસ્થામાં બીજા દિવસે, ત્રીજા દિવસે પણ પીતો જ રહે. આ પીવાનો પ્રલંબ સ્પેલ બે-પાંચ કે ક્યારેક સાત-આઠ દિવસ ચાલે અને છેવટે તે ફસડાઈ પડે. પછી ગિલ્ટ, અપરાધભાવ, સમજદારી, સામાજિક લાંછન કે સ્વજનોના દાબદબાણને કારણે તે પીવાનું બંધ કરે અને ધીમે-ધીમે સુધરીને પાછો નોર્મલ બની જાય.

હવે આ સુધરેલા સમયગાળામાં તે સંપૂર્ણ સભાન રહીને દારૂથી દૂર રહે છે અને દિવસો, અઠવાડિયાઓ અથવા ક્યારેક તો મહિનાઓ સુધી ફરી શરાબને અડતો કે ચાખતો જ નથી, પણ કોઈ કમનસીબ પળે ફરી તેને બિન્જ ઉર્ફે ઉપરાછાપરી પીતા રહેવાનો અટેક આવે છે અને ફરી તે અઠવાડિયા માટે કમ્પ્લીટ ડ્રન્કનનેસની ગર્તામાં ડૂબી જાય છે. આ બિન્જ ડ્રિન્કિંગ પેટર્ન અલબત્ત જૂજ શરાબીઓમાં જ જોવા મળે છે.

આ બિન્જ ડ્રિન્કિંગની વાત આજે એટલા માટે કરવી છે કે જેમ સમાજમાં આલ્કોહોલ-એડિક્ટ યા ડ્રંક-એડિક્ટ લોકો હોય છે એમ સેક્સ-એડિક્ટ પણ હોય છે. સેકસ્યુઅલ એડિક્શન વિશે ક્યાંક છૂટુંછવાયું લખાયું છે, પણ આવી વણચર્ચાયેલી પેટર્ન વિશે આજ સુધી કોઈ લિટરેચરે પ્રકાશ પાડયો નથી. રેગ્યુલર સેક્સ-એડિક્ટ એ લોકો છે જેઓ વારંવાર સેક્સ ઈચ્છે છે, અનેક પાર્ટનર્સ બદલતા રહે છે, સતત સેક્સમાં ડૂબેલા રહે છે, પોતાના સ્વાસ્થ્ય, લગ્નજીવન યા પ્રતિષ્ઠાના ભોગે પણ પ્રોફેશનલ યા પેઈડ સેક્સમાં રત રહે છે અને કામવિકૃતિઓથી જ સંતુષ્ટ રહે છે. હવે જો સેક્સ-એડિક્શનની આ રેગ્યુલર પેટર્નને શરાબની બિન્જ પેટર્ન સાથે સરખાવીએ તો સેકસ્યુલિટીના ક્ષેત્રમાં પણ કેટલાક એડિક્ટ્સ બિન્જ એડિક્ટ્સ પ્રકારનાં જોવા મળશે.

તેઓ આમ તો સાદું, સરળ, નોર્મલ જાતીય જીવન ગુજારે છે, પણ તેમને અચાનક બિન્જ સેકસ્યુઅલિટીના ઊથલા માર્યે રાખે છે. અર્થાત્ એ ચોક્કસ દિવસો દરમ્યાન તેમને એક પ્રકારનો આફરો ચડે છે જેમાં તેમને સેક્સ, સેક્સ અને કેવળ સેક્સ સિવાય બીજું કશું નથી દેખાતું. આ બિન્જના ઊથલા દરમ્યાન તેઓ જોખમી સેક્સ, અતિશય સેક્સ, અપ્રાકૃતિક સેક્સ યા વર્જ્ય સેક્સમાં રમમાણ રહે છે અને પછી અચાનક તેમને અપરાધભાવ, ગિલ્ટ યા પશ્ચાતાપ થવાથી તેઓ પોતાની આ પેથોલોજિકલ સેકસ્યુઅલિટીથી ટાઈમ બીઈંગ અળગા થઈ જાય છે ને છેવટે ફરી ક્યારેક બિન્જના ઊથલામાં સપડાય છે.

 

રેગ્યુલર એડિક્ટ કરતાં આવા બિન્જ સેક્સ-એડિક્ટમાં સુધારાની શક્યતા વધુ હોય છે, કેમ કે તેમને જ્યારે ડ્રાય, નોર્મલ યા લ્યુસિડ ઈન્ટરવલનો પિરિયડ ચાલતો હોય છે ત્યારે તેઓ પોતાના કામવળગાડમાંથી મુક્ત થવા ખરેખર ઝઝૂમતા હોય છે જે તેમને સારવારમાં આંશિક સફળતા અપાવી શકે છે. વળી નોર્મલિટીના ગાળા દરમ્યાન તેમને પોતાની પેલી પેથોલૉજિકલ કામાવસ્થા વિશે સારી-એવી આંતરસૂઝ પણ હોય છે .

જે તેમને સાજા થવા પ્રતિ પ્રેરે છે અને દોરે છે. વાસ્તવમાં સેક્સ એ ભૂખ, તરસ યા ઊંઘની જેમ સાઈક્લિકલ નીડ ધરાવતી ચીજ છે. આ બધી જ જરૂરિયાતો જેવી સંતોષાય એટલે તરત જ ટેમ્પરરી વિરામ લે છે અને પછી ચોક્કસ સમયાંતરે ફરીથી ઉદ્ભવે છે. બીજી વાર ભૂખ, તરસ કે કામેચ્છા ક્યારે પ્રગટે એ દરેક વ્યક્તિમાં અલગ-અલગ રીતે એક વિલક્ષણ બાયોરિધમ તરીકે સેટ થયેલું હોય છે. જીવનનાં અલગ-અલગ તબક્કાઓમાં આ રિધમ બદલાતી રહે છે.

બિન્જ સેકસ્યુઅલ પર્ફોર્મેન્સની પેટર્નનું એક લઘુસ્વરૂપ કેટલાક નોર્મલ લોકોની સાધારણ સેક્સ-લાઇફમાં જ જોવા મળે છે. એક ઉદાહરણ જુઓ. અનિકેત યુવાન છે, કામગરો છે, પરિણીત છે. તેની સેક્સ-લાઈફ સાધારણ છે, પણ તેની વિશેષતા એ છે કે અનિકેતને પાંચ-સાત દિવસ સુધી સેક્સ માણવાનો આવેગ આવતો નથી. પછી અચાનક રાત્રે મન થાય છે.

તે સંબંધ ભોગવે છે અને નેકસ્ટ ડે મોર્નિંગમાં તેને ફરી શરીરસંબંધ બાંધવાની અદમ્ય ઈચ્છા જાગે છે અને તે જ બપોરે કે રાત્રે તે ફરી પાછો રતિક્રીડામાં પરોવાઈ જવા આતુર બને છે. તેની પત્નીને નવાઈ લાગે છે કે આમ આઠ-દસ દિવસ સુધી પોતાના વ્યવસાયમાં ગળાડૂબ વ્યસ્ત રહેનાર મહાશયને આ અચાનક શેનું વાવરું ઊપડયું છે તે અડતાલીસ કલાકમાં બે-ત્રણ વાર કામસંબંધમાં જોતરાઈ જાય છે અને પછી ફરી પાછો તે અઠવાડિયાંઓ સુધી સેક્સની વાત મગજમાં જ નથી લાવતો? આ એક પ્રકારની મિનિયેચર નોર્મલ બિન્જ સેકસ્યુઅલિટી પેટર્ન ઘણી વાર લગ્નજીવનમાં નાના ઝઘડા કે મોટા ભંગાણનું કારણ પણ બની શકે છે.

અલબત્ત, આવી ઊથલા મારતી કામતરાહ પાછળ ક્યારેક પ્રોફેશનલ કમિટમેન્ટ, વીક-ડેઝ વર્ક અને વીક મેન્ટાલિટી, અનિયતકાલિક વર્ક ઓવરલોડ, ઈમોશનલ ડિસ્ટર્બન્સ યા રિલેશનશિપ પ્રોબ્લેમ્સ પણ જવાબદાર હોઈ શકે છે.

બાકી ફિઝિયોલોજિકલી જોઈએ તો દર બીજે-ત્રીજે દિવસે કામેચ્છા જાગવી જોઈએ. ક્યારેક આ બિન્જ સ્પેક્ટ્રમ સંકોચાઈને એવો બની જાય છે કે વ્યક્તિ ચોવીસ કલાકમાં જ ત્રણ-ચાર વાર સેક્સ માણી લે છે અને પછી અઠવાડિયાઓ સુધી સેક્સ પ્રત્યે નિરુત્સાહિત થઈ જાય છે.

બિન્જ મેન્ટાલિટી ધરાવતા લોકો તેમના પાર્ટનરને મુશ્કેલીમાં મૂકી શકે છે. આવો જ એક સામાન્ય લક્ષણ ધરાવતો રોગ ઈટિંગ ડિસઓર્ડરની શ્રેણીમાં પણ જોવા મળે છે જેને બિન્જ ઈટિંગ તરીકે ઓળખવામાં આવે છે. એમાં થોડાં સમયમાં વ્યક્તિ ઉપરાછાપરી ખાઈ-ખાઈને અતૃપ્ત રહે છે.

Exit mobile version