નવસારીના 12 પાસ યુવક પર આવી ગયું ઇંગ્લૅન્ડની ગોરીમેમનું દિલ ગુજરાત આવીને કર્યા લગ્ન, જુઓ તસવીરો... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ABC

નવસારીના 12 પાસ યુવક પર આવી ગયું ઇંગ્લૅન્ડની ગોરીમેમનું દિલ ગુજરાત આવીને કર્યા લગ્ન, જુઓ તસવીરો…

Advertisement

આપણા ગુજરાતમાં રહેતા અનેક યુવક-યુવતીઓ ક્યારેક વિદેશી યુવક-યુવતીના પ્રેમમાં પડી જાય છે અને પછી બંને વચ્ચેનો સંબંધ લગ્ન સુધી પહોંચે છે. આવી જ એક ઘટના નવસારીમાંથી સામે આવી છે.

નવસારી જિલ્લાના આસન ગામનો રહેવાસી વસીમ અકરમ અબરાર પટેલ, જેણે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે અને હાલમાં તે રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરે છે, તે ઇન્સ્ટાગ્રામ પર ઇંગ્લેન્ડની જો મેકપીસ નામની છોકરીને મળ્યો.

જેમાં બંને વચ્ચે વાતચીત એક પોસ્ટ પર કરવામાં આવેલી કોમેન્ટથી શરૂ થઈ અને પછી બંને મિત્રો બન્યા અને હવે જો મેકપીસ ભારત આવીને ચાલીસ વર્ષના યુવક સાથે લગ્ન કર્યા છે.

વધુ વિગતમાં, બંને પહેલીવાર 24 એપ્રિલ 2022ના રોજ ઈન્સ્ટાગ્રામ પર મળ્યા હતા. ઝો મેકપીસ ઈંગ્લેન્ડની 40 વર્ષની છોકરી છે. તેના પિતા ડગ્લાસ છે અને તેની માતા જુલિયા ગૃહિણી છે જ્યારે તેનો નાનો ભાઈ પોલ મેકપીસમાં કામ કરે છે.

ફાયર બ્રિગેડ માન્ચેસ્ટરમાં રહે છે અને જો મેકપીસ માન્ચેસ્ટરમાં બ્યુટી પાર્લરમાં કામ કરે છે. નવસારીના યુવક વસીમ સાથે પ્રેમમાં પડ્યા બાદ તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને ગુજરાતમાં આવીને મસ્જિદમાં લગ્ન કરી લીધા.

એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવે છે અને વસીમ તેની પત્ની ઝો મેકપીસને તેના લગ્ન પર એક મોટું સરપ્રાઈઝ આપે છે. તેમના મનપસંદ ગીતો વગાડવામાં આવ્યા હતા.

ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બંનેના લગ્નમાં ઘણા મહેમાનો આવ્યા હતા. તેથી જ વસીમ લગ્ન બાદ તેની પત્નીને ભારત આવવા માટે લઈ ગયો હતો અને બંને જલ્દી ઈંગ્લેન્ડ પરત ફરશે.

વસીમ અક્રમ પટેલ જણાવે છે મારી અને ઈંગ્લેન્ડની ઝો મેકપીસ વચ્ચે ઈન્સ્ટાગ્રામ પર મુલાકાત થઈ હતી. તારીખ 24 એપ્રિલ 2022માં અમે પહેલી વાર ઇન્સ્ટાગ્રામ પર વાત કરી હતી. શરૂઆતમાં અમારે ફ્રેન્ડલી વાત ચાલતી હતી. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ હતી. એના પર એક કમેન્ટ હતી.

એ કમેન્ટ પર મેં રિપ્લાય કર્યો હતો અને એ પરથી અમારી વાત શરૂ થઈ હતી. શરૂઆતમાં હાય, હાઉ આર યુ? જેવી વાતો થતી. 15- 20 દિવસ વાતો ચાલી, એ દરમિયાન મેં તેના ફેમિલી વિશે અને તેણે મારા ફેમિલી વિશે જાણ્યું. પછી અમે શું જોબ કરીએ છીએ એ વાતો કરી.

વસીમ અક્રમ પટેલ કહે છે ઝો મેકપીસના પરિવારમાં તેના પિતા ડૉગલાસ મેકપીસ છે. માતા જુલિયા હાઉસવાઈફ છે, જ્યારે ભાઈ પોલ મેકપીસ ફાયરબ્રિગેડમાં કામ કરે છે.

એ લોકો મૂળ ન્યુકાસલના છે. પણ હાલમાં માન્ચેસ્ટરમાં રહે છે. ઝો આશરે 40 વર્ષની છે. એ માન્ચેસ્ટરમાં બ્યુટિપાર્લરમાં કામ કરે છે. એ ઘણું ભણેલી છે, પણ ત્યાંની ડીગ્રીઓ ઘણી અલગ હોય છે.

વસીમે વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે મે મહિનાની શરૂઆતમાં અમે બંને વાતો કરતાં હતાં. એ વખતે મેં વાતવાતમાં જ તેને કહ્યું હતું કે તું મને બહુ ગમે છે, પરંતુ તેણે મને કોઈ જવાબ નહોતો આપ્યો. તેણે કહ્યું કે હું તને વિચારીને કહીશ, પણ એક અઠવાડિયા સુધી તેણે કંઈ ન કહ્યું.

એ દરમિયાન તેણે મને ભારત વિશે પૂછ્યું કે અહીં શું કલ્ચર છે? શું ચાલે છે? અઠવાડિયા બાદ તેણે મને કહ્યું કે ‘હું પણ તને લાઇક કરું છું. 18મી મેએ તેણે મને પોઝિટિવ જવાબ આપ્યો. એ પછી 19મીએ તેણે સામેથી જ ફોન નંબર આપ્યો હતો.

એ પછી તો અમે વાતો કરતાં જ રહ્યાં. અમે એકબીજાને સમજતાં થયાં. એકબીજાની ફીલિંગ્સને સમજવા લાગ્યાં. ત્યારે મેં તેને મેરેજ માટે પૂછ્યું કે ‘આઇ વોન્ટ ટુ ગેટ મેરી વિથ યુ. અને તેણે તરત જ હા પાડી દીધી. મેં તેને કહ્યું કે તું ભારત આવ. પછી હું આપણા મેરેજ માટેની વ્યવસ્થા ગોઠવી દઇશ.

ઝોને એ ખબર જ હતી કે હું પ્રપોઝ કરવાનો છું. ફોન પર પ્રપોઝ કર્યું ત્યારે પણ તે ખુશ હતી, પણ બહુ રિએક્શન નહોતું, પરંતુ તે અહીં આવી અને મુંબઈ એરપોર્ટ પર હું તેને લેવા ગયો હતો. જાતે ફૂલો વીણી બુકે બનાવી મેં તેને પ્રપોઝ કર્યું. આ વખતે એ વધારે એક્સાઇટ થઈ ગઈ હતી. એ રડી પડી હતી.

ઝો 40 વર્ષની છે, એટલે મેં એવું ધાર્યું હતું કે એ મારા કરતાં અલગ દેખાતી હશે, પણ એ 25થી 30ની વચ્ચે હોય એવી લગતી હતી. મેં ધાર્યું હતું એના કરતાં બહુ જ ખૂબસૂરત હતી. ટુ મચ, ગોર્જિયસ. તે પણ મને જોઈને ગળે મળી ત્યારે એનાથી રડી પડાયું હતું.

ઝોને સિટી કરતાં વિલેજની લાઈફ વધારે ગમી. મારા ગામમાં ઘણી શાંતિ છે. તેને ઠંડું વાતાવરણ ઘણું ગમે છે. તેને હું મારા ગામની નદી જોવા લઈ ગયો હતો. એ ભારત પહેલવાર આવી છે.

તેને અહીંના લોકો બહુ જ ગમ્યા. તેનું કહેવું છે કે ત્યાંના લોકો સેલ્ફિશ છે, જ્યારે અહીંના લોકો ઘણા સારા છે. હેલ્પ જોઈએ તો મળી રહે, પણ ઈંગ્લેન્ડમાં તમને કોઈ ન પૂછે.

ભારતનું કલ્ચર ઘણું સારું છે. ભારતમાં ફ્રી લાઈફ છે. કામ કરવું હોય ત્યારે થાય. બિઝનેસ પણ કરી શકો. તાજમહેલ વિશે તેને પહેલેથી ખબર હતી એટલે તેણે મને કહ્યું હતું કે ભારત આવું ત્યારે તાજમહેલ જોવા લઈ જજે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button