ખજુરી પીપળીયામા આ પરિવાર પાસે આજે જ હયાત છે જલારામ બાપા ની લાકડી... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

ખજુરી પીપળીયામા આ પરિવાર પાસે આજે જ હયાત છે જલારામ બાપા ની લાકડી…

લોહાણા સમાજના સંત શિરોમણીનું બિરૂદ પામેલા પૂજ્ય જલારામ બાપાની 223મી જન્મજયંતી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે અમરેલી જિલ્લાના છેવાડાના વડિયાના ખજૂરી-પીપળીયા ગામે જલારામ બાપાની યાદો આજે પણ જીવંત છે.

શું છે પૂજ્ય જલારામ બાપાની યાદો, અને ને શું છે. ખજૂરી-પીપળીયા ગામ સાથે જોડાયેલો નાતો જાણો. જલારામ બાપાની તસવીરો સામાન્ય રીતે તેમને સફેદ પહેરેલા, ડાબા હાથમાં લાકડી અને જમણા હાથમાં તુલસી માલા તરીકે દર્શાવવામાં આવે છે.

Advertisement

તે હંમેશા સાદા કપડાં પહેરે છે, તે દર્શાવવા માટે કે તે શુદ્ધ વ્યક્તિ છે. વીરપુર જેમનું ધામ છે, એવા જલારામ બાપા આજે તેમની સમાજ સેવાથી આખા ગુજરાતના ઘરે ઘરે પૂજાય છે.

જલારામ બાપ તેમની લોકસેવાના કારણે આખા ગુજરાતમાં જાણીતા છે. પણ શું તમે જાણો છો કે જલારામ બાપાની લાકડી આજે પણ ગુજરાતના આ ગામમાં તેમના ભકતના ઘરે હાજર છે.આ લાકડી 180 વર્ષ જૂની છે. તેની સાથે 180 વર્ષનો ઇતિહાસ જોડાયેલો છે.

Advertisement

અમરેલીના પીપળીયા ગામે આજે પણ જલારામ બાપાની લાકડી હયાત છે. જલારામ બાપાની શ્રદ્ધા રૂપે આજે પણ તેમની લાકડીની પૂજા અર્ચના થાય છે. જલારામ બાપા ભ્રમણ કરતા ત્યારે પીપળીયા ગામમાં આરામ કરવા માટે રોકાતા હતા. જલારામ બાપા દર વખતે રામજીભાઈ હિદડના ઘરે રોકાતા હતા.

રામજી ભાઈની આર્થિક સ્થિતિ ખુબજ ખરાબ હતી.ત્યારે જલારામ બાપાએ તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમને પોતાની લાકડી આપી હતી. સમય જતા રામજીભાઈના ઘરે જલારામ બાપાનો પરચો જોવા મળ્યો.

Advertisement

રામજીભાઈ ના ઘરના ખાલી ભંડારો ભરાઈ ગયા તેમની પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ અને ત્યારથી તે ઘરમાં જલારામ બાપાની લાકડીની પૂજા કરવામાં આવે છે.આ લાકડી 180 વર્ષ જૂની છે.

આ લાકડીને અઠવાડિયામાં એકવાર એક વાટકી ઘી ચોપડવામાં આવે છે. રામજીભાઈના પરિવારનું માનવું છે કે દર વર્ષે આ લાકડીની લંબાઈમાં થોડો ઘણો વધારો થાય છે. અહીં હજારો ભક્તો બાપાની લાકડીના દર્શન કરવા અને તેમના આશીર્વાદ લેવા માટે આવે છે. જલારામ બાપા અહીં આવતા દરેક ભકતોની મનોકામના પુરી કરે છે.

Advertisement

આજે પાંચમી પેઢીએ પણ નિર્મળાબેન હીદડનો પરિવાર જલારામ બાપાની આપેલી પ્રસાદીરૂપી લાકડી ક્યારેય નીચે જમીન ઉપર નથી રાખતા અને પરંપરા મુજબ ધૂપ દિવા કરે છે અને દર સોમવારે લાકડીને ઘી ચોપડે છે.

નિર્મળાબેન પ્રસાદીરૂપી જલારામબાપાની લાકડીના માપ વિશે પૂછ્યુ તો કહે છે કે આ લાકડીનુ કોઇ માપ નક્કી નથી. આ વર્ષે સાડા પાંચ વેત થઇ હોય તો બીજા વર્ષે પાંચ વેતની હોય છે. તો વળી ત્રીજા વર્ષે સાડા પાંચ વેતથી થઇ જાય છે.

Advertisement

જો કે બાપાની લાકડી પર તેના ભાવિકો અખૂટ શ્રધ્‍ધા ધરાવે છે. આજે આ ગામ માધા ઠક્કરના પીપળીયાના બદલે ખજુરી પીપળીયાના નામે ઓળખાય છે. પણ સાધુવેશમાં ભગવાને જલારામબાપા અને માતૃશ્રી વિરબાઇ માતાને ધોકો અને જોળી પ્રસાદરૂપે આપેલા જે વિરપુર મંદિરમાં ભક્તજનોના દર્શનાર્થે રાખવામાં આવેલ છે.

એકદિવસ બાપાએ રામજીભાઈને પ્રસાદી સ્વરૂપે પોતાની લાકડી આપી અને એ લાકડીને પૂજાઘરને બદલે રસોડામાં રાખવા માટે સૂચના પણ આપી. બાપાના કહ્યા અનુસાર રામજીભાઈએ તે લાકડીને રસોડામાં રાખી.

Advertisement

આજે પણ એ લાકડી એ ઘરના રસોડામાં જ સ્થાપિત છે. રામજીભાઈની પાંચમી પેઢીએ પણ એ લાકડીનું જતન કરવામાં આવે છે.

આ લાકડી રસોડામાં હોય એ ગામમાં કોઈ મંદિર નથી બનાવવામાં આવ્યું પરંતુ આજે પણ ઘણા લોકો આ લાકડીના દર્શન અર્થે આવે છે. બાપાની પ્રસાદીની લાકડીના દર્શને આવનાર ભક્તોને દૂધની પ્રસાદી આપવામાં આવે છે અને આજદિન સુધી એ પ્રસાદી ક્યારેય પણ ખૂટી નથી એ બાપનો એક પરચો જ છે.

Advertisement

વળી બાપાના દર્શને આવનાર ભાવિક ભક્તોની મનોકામના પણ દર્શન કરીને પૂર્ણ થાય છે. રામજીભાઈની પાંચમી પેઢી અને ગ્રામજનો પણ આ લાકડીનુ જતન કરે છે, બાપન પરચાઓને અનુભવે છે. કહેવાય છે કે આ લાકડી ચમત્કારિક છે.

તમે તેને પોતાની વ્હેંત દ્વારા માપો તો દરેક વખતે માપ અલગ અલગ જ આવે. જો કે એ રીતે હાલમાં કોઈને માપવા દેવામાં આવતું નથી પરંતુ દર સોમવારના દિવસે આ લાકડી ઉપર ઘી ચોપડવાની એક પરંપરા છે. દર સોમવારે અહીંયા ઘણી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે અને પ્રસાદીની લાકડી ઉપર ઘી લાગવી સ્પર્શ કરી ધન્ય થાય છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite