જાણો માં ખોડિયાર નું નામ કેમ પડ્યું ખોડિયાર?જાણો એના પાછળનો સંપૂર્ણ ઇતિહાસ…

ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં.
મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર માયાળુ અને પરગજુ હતાં તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિનો વણલખ્યો નિયમ હતો ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા.
તેમનાં પિતાનું નામ મામડિયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં જેઓનાં નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાંસાઈ જાનબાઈ ખોડિયાર અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં.
ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો.
જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.
આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી આવુ બન્યુ.
ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને?ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે જયારે તેઓ પાણીની બહાર આવ્યા.
ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં અને મગર તેમનું વાહન બન્યો આજે જાનબાઈને ભાવિભક્તો આઈ શ્રી ખોડિયાર તરીકે પૂજે છે.
તાંતણિયા ધરાવાળા માઁ ખોડલનું જન્મસ્થાન રોહિશાળા ગામ છે પરંતુ તેમના બેસણાં સિહોર નજીકના રાજપરા ગામે તાંતણિયો ધરા ખાતે છે એટલે રાજપરા ખોડિયાર માઁને તાતણિયા ધરાવાળા ખોડલ તરીકે પણ ઓળખાય છે.
સંત શૂરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડમાં ખોડિયાર માતાજી હાજરા હજૂર દેવી છે એક પૌરાણિક કથા અનુસાર ભાવનગરનાં ગોહિલ વંશના રાજવી પ્રજાવત્સલ પોતાના વંશની કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવાની ઈછ હતી.
આથી રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા માટે પ્રસન્ન કર્યા હતાં પરંતુ માતાજીએ પ્રસન્ન થઈને એક શરત મૂકી કે હું તારી પાછળ-પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવાનું નહીં જો તું પાછળ વળીને જોશે.
ત્યારે તો હું ત્યાં જ રોકાઈ જઈશ રાજવી આ શરત માંની ગયા અને રાજવી આગળ-આગળ અને પાછળ ખોડિયાર માતાજી ચાલતા હતાં આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો.
પણ વરતેજ આવતા જ રાજવીના મનમાં પ્રશ્ન થયો કે સાચેજ ખોડિયાર માતા મારી પાછળ આવે છે કે નહીં આ પ્રશ્નના નિરાકરણ માટે વધુ શંકા થતાં આખરે રાજવીએ તરત પાછળ વળીને જોયું તો તે જ સ્થળે ત્યાં એટલે કે આ જ સ્થળે માતાજી સમાઈ ગયાં.
આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર રાજપરા મંદિર નારી ચોકડીથી ૯ કિલોમીટરના અંતરે આવેલું છે રાજપરા ખોડિયાર મંદિર તરફ્ ભાવનગરથી ચાલીને જતાં દરેક ભકતો નાની ખોડિયાર તરીકે આ મંદિરના અચૂક દર્શન કરે છે.
આમ રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટય સ્થાન સમાન મોટું તીર્થ છે અને નાની ખોડિયાર મંદિરએ માતાજી જ્યાં સમાયા તે સ્થાનક છે રાજપરા ખોડિયાર મંદિર સાથે જોડાયેલી કથા મુજબ તે ભાવનગરના રાજવી મહારાજા આતાભાઈ ગોહિલ ખોડિયાર માતાના ભક્ત હતા.
રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું પછી ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવ્યું અને તેમાં સુધારા કર્યા હતા અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર ભાવસિંહજીએ ચડાવ્યું હતું.
કથા મુજબ કહે છે તાંતણિયા ધરાવાળા સ્થળે પણ સાક્ષાત ખોડિયાર માતા પ્રગટ થયાં હતાં માઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતના તીર્થધામે આવી માતાજીની પૂજન-અર્ચન પાઠ-વિધિ કરીને કૃપા મેળવે છે સમય સાથે આ રાજપરા ધામ જગ વિખ્યાત બન્યું છે.