જવાબ આપો હું કોણ છું? પાસે આવે તેને એ કાપે, એવું જનમનું એ ખૂની. થાય ના એને જેલ કે ફાંસી, માણસ જાતનું છે એ ગુણી

પાસે આવે તેને એ કાપે, એવું જનમનું એ ખૂની. થાય ના એને જેલ કે ફાંસી, માણસ જાતનું છે એ ગુણી. (ચપ્પુ )

ચાર ખૂણાનું ચોખંડુ અધ્ધર ઉડે જાય રાજા પૂછે રાણીને આ ક્યુ જનાવર જાય (પતંગ).

ઊંટ જેવી છે બેઠક, મૃગ જેવી ભરે ઉછાળ. ઊડતાં પકડે જીવજંતુ, દેખાવે લાગે ભોળો બાળ. (દેડકો)

પડી પડી પણ ભાંગી નહી કટકા થયા બે ચાર વગર પાંખે ઉડી ગઇ તમે ચતુર કરો વિચાર (રાત)

તેરસો ગાઉનું તળાવડું, લાખો જણ એમાં નહાય. જરી જરી સૂરજ પીવે, પણ પંછી પ્યાસાં જાય (ઝાકળ)

નીલગગનમાં ચાદર ઓઢીને, રહેતા નવ ભાઇ એકલા. જનક એમનો એક જ છે, ફેરફૂંદડી ફરીને કરે કલા. (નવ ગ્રહ)

 

Exit mobile version