ફક્ત આઠ ધોરણ ભણેલા જીગ્નેશ કવિરાજ જીવે છે વૈભવી જિંદગી, આ ગાડીઓના છે માલિક

સમગ્ર ગુજરાત રાજ્યમાં પોતાના ઉત્તમ અને સુરીલા અવાજથી લોકોને મંત્ર મુગ્ધ કરી દેનાર જીગ્નેશ કવિરાજ એક મોટું નામ બની ગયું છે. હાલમાં તેમનો જ્યાં પણ પોગ્રામ હોય ત્યાં લોકો ઉમટી પડે છે. તેમની ફેન ફોલોવિંગનો અંદાજો તે વાત પરથી લગાવી શકાય છે કે તેમના ગીતો આવતાની સાથે જ લોકોના કાનમાં ગુંજવા લાગે છે.
જીગ્નેશ કવિરાજ ના ગીતો આજે દરેક લગ્ન સમારોહમાં સાંભળવા મળી જાય છે. તેમની છબી બાકીના કલાકારો કરતા એકદમ અલગ છે. તેઓ તેમના ઉમદા ગીતો દ્વારા લોકોને ખૂબ નચાવે છે. તેઓ તેમના સુરીલા અવાજથી પ્રેમીઓના ગીતો ગાય છે, જે લોકોને ખૂબ પસંદ આવે છે.
જીગ્નેશ કવિરાજ નો જન્મ 3 સપ્ટેમ્બર 1988માં મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો. તેઓ બાળપણથી જ સંગીત પ્રત્યે લગાવ ધરાવતા હતા. તેમના પિતા હસમુખભાઈ બારોટ અને ભાઈ વિશાલભાઈ બારોટ સંગીત ક્ષેત્રમાં લાંબા સમયથી જોડાયેલા હતા.
આવામાં જીગ્નેશ કવિરાજ શરૂઆતથી જ કાકા, ભાઈ અને પિતા સાથે સંગીત કાર્યક્રમમાં જતો હતો અને તેમને ત્યાંથી જ સંગીત પ્રત્યે જુસ્સો વધ્યો હતો. જોકે પરિવાર ઈચ્છતો હતો કે તેઓ ઉચ્ચ શિક્ષણ ભણે અને કારકિર્દીમાં કંઇક મોટા અધિકારી બને. પંરતુ જીગ્નેશ ને અભ્યાસમાં રસ નહોતો અને સંગીત પ્રત્યે પ્રેમ હતો.
જોકે તેમના જીવનમાં વળાંક ત્યારે આવે છે જ્યારે તેમના ઘર પરિવારમાં એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અને વિસનગર શહેરના કમેશભાઈ ત્યાં ગીતો ગાવા આવ્યા હતા. આવામાં જીગ્નેશ કમલેશભાઈ પાસે જાય છે અને ગીત ગાવા આપવા ભલામણ કરે છે. આવામાં કમલેશભાઈ જીગ્નેશ કવિરાજને માઇક આપે છે અને તેઓ લીલી તુવેર સૂકી તુવેર ગીત ગાય છે. જે કમલેશભાઈ ને પસંદ આવી જાય છે.
ત્યારબાદ કમલેશભાઈ તેમને ઓફિસે આવીને મળવા કહે છે. ત્યારબાદ જીગ્નેશ ઓફિસમાં જાય છે ત્યારે કમેલશભાઈ તેમને દશામાના વ્રત ચાલી રહેલા હોવાથી તેના પર એક કેસેટ બનાવવા કહે છે.
જેના પછી જીગ્નેશ કવિરાજ એક કેસેટ બહાર પાડે છે, જેનું નામ દશામાની મહેર છે. જે બહાર પડતાંની સાથે જ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લે છે. અહીં થી જ તેઓ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવવામાં સફળ થાય છે.
તમને જણાવી દઈએ કે આજે જીગ્નેશ કવિરાજ એકદમ ફેમસ બની ગયા છે. તેઓ બધા સિંગર કરતા એકદમ હટકે કરવામાં માને છે, જે સફળ પણ થાય છે. તેઓ એ આજસુધી ઘણા ગીતો આપ્યાં છે, જે એકદમ સુપર હિટ સાબિત થયા છે.