જૂનના છેલ્લા સપ્તાહમાં મેઘરાજા બતાવશે પોતાનો રોદ્ર સ્વરૂપ, આ વિસ્તારોમાં વાદળ ફાટવાની સંભાવના…

ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ શરૂ થયો છે ત્યારે હવે મેઘરાજાએ ધીમે ધીમે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ એન્ટ્રી કરી છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડ્યો છે. ગઈકાલે અમદાવાદમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી આવી છે.
જૂનના અંતિમ સપ્તાહમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદની તીવ્રતા વધશે, જૂનના અંતિમ સપ્તાહમાં મેઘરાજા સમગ્ર ગુજરાતને લપેટમાં લેશે.હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક વાદળ ફાટવાની આગાહી કરી છે.
દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, મહિસાગર અને ભરૂચમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે 28 થી 30 જૂન વચ્ચે વરસાદનું જોર વધશે.1 જુલાઈથી ભારે વરસાદની આગાહી છે. 1 જુલાઈના રોજ રથયાત્રા દરમિયાન ઘણા શહેરો અને અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચોમાસુ ધીમે ધીમે જામી રહ્યું છે, જેને કારણે 5 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડશે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે જયારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમી અને બફારાથી રાહત મળે તેવા સંકેતો પ્રાપ્ત થયાં છે.હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી તથા કચ્છમાં પણ આજે ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.