અકાળ મૃત્યુથી બચવા કાળી ચૌદશ ના દિવસે કરો આ ઉપાય,આ દિવસે મુત્યુના દેવ યમરાજની પૂજા કરવાનું વિશેષ મહત્વ..

કાળી ચૌદસનો તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળીના પંચ દિવસ તહેવારનો આ બીજો દિવસ છે. કાલી ચૌદસનો તહેવાર ભગવાન વિષ્ણુના નરકાસુર પરના વિજયની યાદમાં ઉજવવામાં આવે છે અને આ તહેવાર દેવી કાલીની પૂજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તંત્ર શાસ્ત્ર અનુસાર, દેવી કાલિકા મહાવિદ્યાઓમાં સર્વોપરી છે.
કાલી શબ્દ હિન્દી શબ્દ કાલ પરથી આવ્યો છે. જેનો અર્થ છે સમય, કાળો રંગ, મૃત્યુ દેવ અથવા મૃત્યુ. તંત્રના સાધકો મહાકાળીની સાધનાને સૌથી અસરકારક માને છે અને તે દરેક ક્રિયાનું ત્વરિત પરિણામ આપે છે.
નરક ચતુર્દશી અથવા નાની દિવાળી એ દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આ દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવાનો નિયમ છે.
નોંધનીય છે કે પંચાગ અનુસાર આ વર્ષે નાની દિવાળી અને મોટી દિવાળી એક જ દિવસે મનાવવામાં આવી રહી છે.એવું માનવામાં આવે છે કે આ દિવસે યમરાજની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય નથી રહેતો.
આમ આ દિવસે જૂનામાં દીવો પ્રગટાવવાની પરંપરા છે. પરંતુ જો આ શક્ય ન હોય તો નવો દીવો પણ પ્રગટાવી શકાય છે.નાની દિવાળીના દિવસે યમની પૂજા કરવામાં આવે છે.
આમ કરવાથી અકાળ મૃત્યુનો ખતરો ટળી જાય છે. આ સાથે વ્યક્તિને નરકની યાતનાઓમાંથી પણ છૂૂટકારો મળી જાય છે. કહેવામાં આવે છે કે જે પણ મનુષ્ય ધરતી પર પાપ કરે છે, તેની સજા તેને મૃત્યુલોકમાં ભોગવવી પડે છે.
જાણો નરક ચતુર્દશી સાથે જોડાયેલી પૌરાણિક કથા અંગે. નરક ચતુર્દશીની પૌરાણિક કથા મુજબ રંતિ દેવ નામનો રાજા હતો, જે ખૂબ ધર્માત્મા પ્રકૃતિના વ્યક્તિ હતા. પોતાના જીવનમાં તેમણે કોઈ પાપ કર્યુ નહોતુ. પરંતુ પછી મૃત્યુ બાદ તેમને નરક લોકની પ્રાપ્તિ થાય છે.
આ બધુ જોઈને રાજાએ યમરાજને કહ્યું કે મેં તો ક્યારેય કોઈ પાપ કર્યુ નથી. પછી મને નરક ગતિ કેમ મળી છે. આ વાતનો જવાબ આપતા યમદૂતે કહ્યું કે એક વખત એક બ્રાહ્મણને તમે ભૂખ્યા પેટ પાછા મોકલી દીધા હતા. આ તમારું એ કર્મોનુ ફળ છે.
યમદૂત પાસેથી આ વાત સાંભળીને રાજાએ યમરાજ પાસે એક વર્ષનો સમય માંગ્યો અને ઋષિઓની પાસે પોતાની સમસ્યા લઇને પહોંચ્યા ત્યારે ઋષિઓએ તેને કારતક મહિનાની ચૌદસનુ વ્રત રાખવાનુ કહ્યુ અને આ દરમ્યાન બ્રાહ્મણને ભોજન કરાવીને તેની પાસેથી ક્ષમા માંગવાની વાત કહી.
એક વર્ષ બાદ યમદૂત રાજાને ફરીથી લેવા આવ્યો. આ વખતે તેમને નરકના બદલે સ્વર્ગની પ્રાપ્તિ થઇ ત્યારથી કારતક મહિનાની ચૌદસે દીવો પ્રગટાવવાની પરંપરા શરૂ થઇ. તેથી ભૂલથી થયેલા પાપોની સજાથી બચી શકાય.