રાતોરાત કેવી રીતે ચમકી ગઈ કમાં ની કિસ્મત,આજે બોડીગાર્ડ સાથે આલીશાન ગાડી માં ફરે છે... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

રાતોરાત કેવી રીતે ચમકી ગઈ કમાં ની કિસ્મત,આજે બોડીગાર્ડ સાથે આલીશાન ગાડી માં ફરે છે…

Advertisement

આજે અત્યારે મોટા સેલીબ્રિટી થી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે આ કમો આમ તો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળ મા ખુજ રસ ધરાવતો આ કમો અને આ કમા ની આજે દેશ વિદેશ ના લોકો ઓળખવા લાગ્યા છે આજે વિદેશ સુધી પહોંચી જનાર કમાભાઇ થોડા સમય પહેલા સુધી કોઈ દિવસે સ્ટેજ સુધી પણ ન હતા ગયા. સ્ટેજ ઉપર જવા અને બેસવાનું તો કદાચ તેણે સ્વપ્ન પણ જોયું ન હશે. જો કે કમાની કિસ્મતે પલટી મારી અને કિર્તીદાનનો ભેટો થઇ ગયો.

કિર્તીદાન ગઢવીએ આંગણી પકડી આ કમાભાઇને આગળ લાવી દીધા. બધા જ ડાયરાઓમાં બોલાવીને પોતાની સાથે રાખી તેમને સ્ટાર બનાવી દીધા છે.સુરેન્દ્રનગરના કોઠારીયાનો કમો આજે એકાએક જગ વિખ્યાત બની ગયો છે.

તાજેતરમાં સોશિયલ મીડિયામાં હાલ કમાંનો જોરદાર ટ્રેન્ડ છવાયો છે. ત્યારે કમાંનો પરિવાર પણ હવે ગર્વ અનુભવી રહ્યો છે. કમો તાજેતરમાં ગુજરાતી કલાકાર કીર્તિદાન ગઢવીના પગલે ચર્ચામાં આવ્યો છે. કોઠારીયાના ગ્રામજનો કમાને હાલ ગામનું ગૌરવ ગણી રહ્યા છે.

પરંતુ એક દિવસ એવો પણ હતો કે કમાને કોઈ ભાવ પણ પુછતું નહોતું અને ધૂતકારીને કાઢી મૂકતા હતા. પરંતુ કહેવાય છે ને સમયનું ચક્ર ફર્યું અને કમો જમીનથી સીધો આકાશમાં પહોંચી ગયો છે. આજે ચારેબાજુ કમાની કિર્તી ગાજી રહી છે. ગુજરાત રાજ્યમાંથી અનેક લોકો કમાને મળવા કોઠારીયા પહોંચી રહ્યા છે.

ત્યારે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, જીગ્નેશ કવિરાજના કાર્યકમોમાં કમો હાજરી આપી અનેક પ્રશંસકોનું દિલ જીતી રહ્યો છે.કમાના માતા-પિતાએ કમાભાઈની વિશે એવી વાત જણાવી હતી કે, જ્યારે કમો નાનો હતો ત્યારે ડોક્ટરે એવું કહ્યું હતું કે તેઓ સ્લોલર્નર છે. તે ખૂબ ભોળો છે.

તેને દુનિયાદારીની ઝાઝી સમજણ નથી, પરંતું ભજનમાં ઉંડો રસ ધરાવે છે. તેનો અવાજ સ્પષ્ટ નથી, પરંતુ ભજન ગાવાનો શોખ ધરાવે છે. લોક ડાયરામાં જવાની તક શોધતો રહેતો હતો. ત્યાર પછી તેઓ પહેલી વખતે કિર્તીદાન ગઢવીએ ડાયરાના કાર્યક્રમમાં બોલાવ્યા હતા.

એનો નિર્દોષ ભાવ અને ભકિતમાં તરબોળ થઇ કરાતી ગાંડી-ઘેલી હરકતો લોકોને ગમી ગઇ. એ દિવસે તેમના ખિસ્સામાં 6 હજાર રૂપિયા પણ હતા અને તેમને આપ્યા હતા. આમ તેઓ એક પછી એક એમ બધા જ કાર્યક્રમોમાં જવા લાગ્યા હતા.

સૌરાષ્ટ્રના કોઠારીયા ગામના વતની કમાભાઇ સ્લોલર્નર કહી શકાય એવી મનોસ્થિતિ ધરાવતાં કમાએ આજે લોકપ્રિયતામાં ઉંચી ઉડાન ભરી છે. સોશિયલ મીડિયામાં કમાના આજે લાખો ફેન્સ ફોલોઅર્સ છે. ડાયરાકિંગ કિર્તીદાન ગઢવી થકી આખું ગુજરાત અને દેશ-વિદેશના લોકો કમાને ઓળખે છે.

કમાએ કોઠારીયાથી લઈને કેનેડા સુધી ધૂમ મચાવી દીધી છે.એટલું જ નહીં, ભાવનગરમાં ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા કીર્તિદાન ગઢવીનું સન્માન કરાયું હતું. કીર્તિદાનને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ દરમિયાન કીર્તિદાન દ્વારા કમાને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. કમાને સ્ટેજ પર આમંત્રણ પણ અપાયું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિતના રાજનીતિના દિગ્ગજો ઉપસ્થિતિ હતા. ફેમસ સ્ટાર કમાભાઇએ મુખ્યમંત્રી સાથે હાથ મિલાવ્યો હતો.કિર્તીદાન ગઢવીએ હાથ પકડતાં કમાની કિસ્મત ખુલી ગઇ. આજે તે દેશ વિદેશમાં ફેમસ થઇ ગયો. કિર્તીદાન બાદ અન્ય કલાકોરોનો પણ તેને પ્રેમ મળ્યો. બધા તેને બોલાવવા માંડતાં તે ધીરે ધીરે ડાયરામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો.

રાજ્યમાં જાણિતા બની ચૂકેલા કમાભાઇ લક્ઝરીયસ કારમાં ફરતા જોવા મળે છે. કમાની એન્ટ્રી સુપર સ્ટાર જેવી હોય છે. લોકો તેમની સાથે સેલ્ફી પડાવવા માટે દોડી જાય છે. કોઠારિયાના કમાનું સાચું નામ કમલેશ નરોત્તમભાઈ નકુંભ છે અને તે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના વતની છે.

કોઠારીયા ગામમાં આવેલ શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં વધારે સમય પસાર કરે છે.આ કમો આમ તો નાનપણથી જ રામા મંડળમાં ખુબ જ રસ ધરાવતો.

થોડા મહિના અગાઉ કમાના ગામ કોઠારીયામાં શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ અને ગૌશાળામાં વજા બાપાની તિથિ નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય કલાકાર તરીકે કીર્તિદાન ગઢવી હતા. આ દરમિયાન કીર્તિદાન ગઢવી ગીત ગાય રહ્યા હતા અને કમો ડાન્સ કરવા લાગ્યો હતો. તો કીર્તિદાને તેમનું સ્વાગત કર્યું હતું.

કમાથી પ્રેરાઈને કીર્તિદાને તેને 2000 રૂપિયા આપ્યા હતા અને કમાનું નામ પણ લલકાર્યું હતું. ત્યારથી કમાની લોકપ્રિયતા ખુબ જ વધી ગઇ. સોશિયલ મીડિયામાં છવાઈ ગયો. અનેક ડાયરાઓમાં કલાકાર ડાન્સ કરતો જોવા મળે છે. લોકો પણ તેને ખુબ પ્રેમ આપે છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button