ક્યાં રહે છે ગુજ્જુ લવ ગુરુ?,આ ઉંમરે પણ છે કુંવારા?જાણો એમના વિસે રસપ્રદ વાતો.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

ક્યાં રહે છે ગુજ્જુ લવ ગુરુ?,આ ઉંમરે પણ છે કુંવારા?જાણો એમના વિસે રસપ્રદ વાતો..

કહેવાય છે ને કે આ જગતમાં ટેલેન્ટની કોઈ કમી નથી અને આ આમ પણ સાચું પણ પડ્યું જ છે એવા અનેક કલાકારો થઈ ગયા જેને અથાગ પરિશ્રમ અને મહનેત થકી જીવનમાં ખૂબ જ સઘર્ષ કરીને લોકપ્રિય બનેલ આજે આપણે એક એવા જ કલાકાર ની વાત કરવાના છે.

જેઓ આજે ગુજ્જુ લવ ગુરુ તરીકે ઓળખાય છે તેમને પોતાના જીવનમાં ખૂબ જ ખરાબ દિવસો જોયેલા પરતું ક્યારેય હિંમત ન હાર્યા આજે આપણે વાત કરી રહ્યા છીએ સુઇગામ ના ચંદન રાઠોડ ઉર્ફ સોશિયલ મીડિયામવા લાખોમાં ફોલોઅર્સ ધરાવતા કોમેડી કિંગ ગુજ્જુ લવ ગુરની જેને અથાગ પરિશ્રમ કૃએ પસાર્થક કર્યું છે.

Advertisement

બનાસકાંઠા જિલ્લાના સુઇગામ માં અંદરના ભાગે દેશી નળિયાં વાળા મકાનમાં માતાપિતા ભાઈ બહેન સાથે સંયુક્ત પરિવારમાં રહેતા ચંદન રાઠોડ સાવ સામાન્ય પરિવારના છે ચંદન રાઠોડ જણાવે છે કે જ્યારે બાળપણમાં તે સ્કૂલે જતા હતા.

ત્યારે તે પાછળની બેન્ચ ઉપર બેઠા બેઠા પોતાની અલગ જ મોજ માં રહેતા હતા એ કહેતા કે અમે ભેગા મળીને અવનવી કોમેડી કરતા હતા એમાં જ તેમણે હસીને જવાબ આપ્યો હતો કે અમે પોતે પણ ભણતા નહોતા અને બીજાને કોમેડી કરી કરીને ભણવા પણ નહોતા.

Advertisement

દેતા ચંદન રાઠોડ આગળ જણાવે છે કે બાળપણમાં જ્યારે અમે અલગ પ્રકારની અમારી મોજમાં હોય ત્યારે અમને માર પણ ઘણો બધો પડેલો છે પિતા ઘેગાભાઈ હાજરાભાઈ રાવણા રાજપૂત ખેતમજૂરી કરી કુટુંબનું ગુજરાન ચલાવે છે.

પોતાની જમીન નથી ચંદન રાઠોડે જણાવ્યું કે ૧૫ વર્ષ પહેલાં એક અકસ્માતમાં માતા પિતા અને બહેનને ઇજાઓ થયેલ જેમાં માતા અને બહેનની સારવારમાં ઘરના બધા દાગીના વેચાઈ ગયા વધુ પૈસાની જરૂર પડતાં ઉછીના વ્યાજે લાવી સારવાર કરાવી મોટું દેવું થઈ જતાં.

Advertisement

પિતાએ કોઈકની જમીન ભાગે રાખી ખેતરની મજૂરી કરી પણ જ્યાં જમીન વાવી ત્યાં પણ કઠણાઈ કે પાક નિષ્ફળ જતાં દેણું વધતું ગયું લેણીયાતો ઉઘરાણીએ આવતા જીજીઝ બાદ અભ્યાસ છોડી પિતાને મદદ કરવાના હેતુથી મોરબીના સીરામીક ઉદ્યોગમાં મજૂરી કરવા ગયા.

અને ત્યાં સતત સાત વર્ષ હોટલમાં ચા ની કીટલી પર કામ કર્યું પરિસ્થિતિ સામે હાર માનવાને બદલે તેમણે પરિસ્થિતિને અનુકૂળ મથામણ ચાલુ રાખી શરૂઆતમાં ટિકટોકના વિડીયો જોઈ કાકા ભત્રીજાના રોલનો વિડીયો ટિકટોકમાં નાખ્યો.

Advertisement

જેમાં લોકોનો રિસ્પોન્સ મળતાં ધીરેધીરે ટિકટોક સ્ટાર બની ગયા પરંતુ કમનસીબે ટિકટોક બંધ થઈ ગઈ તેમ છતાં સોસીયલ મીડિયામાં જ પોતાનું સ્થાન જમાવવા ગુજ્જુ લવ ગુરુ નામની યુટ્યુબ ચેનલ બનાવી અત્યારે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ રોપોસો જોશ તેમજ ફેસબુક જેવા સૌસીયલ મીડિયામાં તેઓ પ્રખ્યાત છે.

યુટ્યુબમાં 4.70 લાખ ઇન્સ્ટાગ્રામમાં 7.70 લાખ જોશમાં 5.50 લાખ ફોલોઅર્સ છે લાખોમાં ફોલોઅર્સ ધરાવતા ગુજ્જુ લવ ગુરુ સરહદી સુઇગામ તાલુકાના સોસીયલ પ્લેટફોર્મમાં મિમિકી આર્ટિસ્ટ તરીકે ઉભરી આવેલ છે.

Advertisement

કોમેડી કિંગ ગુજ્જુ લવ ગુરુએ ગુજરાતી ફિલ્મ સુપર સ્ટાર વિક્રમ ઠાકોર સાથે થોડા સમયમાં રીલિઝ થનાર ઋતું અધૂરી વાર્તાનો છેડો ગુજરાતી ફિલ્મમાં કોમેડી અભિનય કર્યો છે તારા પ્રેમને શુ નામ દઉં?નામક ટેલીફિલ્મમાં વિલનનો રોલ કર્યો હતો.

તેમણે 50 થી વધુ આલ્બમમાં એક્ટિંગ સાથે અભિનય કર્યો છે 12 થી વધુ ગીતો જાતે જ બનાવી જાતે જ કમ્પોઝ કરેલ છે ચંદન ની સફળતા યુટયુબ તેમજ સાથે સાથે ટિક્તોક તેમજ ઇંસ્ટાગ્રામ પર ખૂબ વધારે સફળતા મળી હતી ચંદને સૌથી પહેલા શરૂઆત મોબાઈલથી વિડીયો શુટીંગ કરીને શરૂઆત કરી હતી.

Advertisement

ચંદન ને ધીમે ધીમે યુટયુબ માંથી સફળતા મળી હતી. જ્યારે ઈન્ટરવ્યું માં ચંદનને પૂછવામાં આવ્યું હતું કે તમે લગ્ન કરી લીધા છે કે હજુ પણ કુંવારા છો તે સમયે તેમને જણાવ્યું હતું કે લગ્નની વાત ઉપર હું ચૂપ છું લગ્ન તો હું કરીશ પરંતુ અત્યારે નહીં મારા લાયક કોઈ સારી છોકરી મળે પછી ચંદન પોતાના જીવનની અંદર અટાર્થ સંઘર્ષ અને મહેનત કરી છે.

ત્યારે બાળપણથી જ ખૂબ ગરીબીમાં પોતાનું જીવન વિતાવ્યું હતું અને અત્યારે પોતાની કોમેડીથી આ ગુજરાતની અંદર ખૂબ લોકપ્રિય બની ગયા છે ચંદન પોતાના વીડિયો સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા લગભગ ઘરે ઘરે લોકો ઓળખી રહ્યા છે.

Advertisement

નાનો ભાઈ પરેશ તેમના કાર્યમાં મદદ કરે છે ઝીરોમાંથી હીરો બનેલા કોમેડી કિંગ ગુજ્જુ લવ ગુરુ સોસીયલ મિડીયાના પ્લેટફોર્મ પર ઉભરી આવેલું એક પ્રખ્યાત નામ છે જેમણે બનાસકાંઠા ના સરહદી સુઇગામ નું નામ દેશ દુનિયામાં ગુંજતું કર્યું છે પોતાના હસમુખા સ્વભાવ અને નિખાલસ વ્યક્તિત્વના લીધે તેઓ મળવા જેવા માણસ છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite