કોચે મહિલા ખેલાડી પર કર્યો બળાત્કાર,અને બનાવ્યો વીડિયો,પડાવી લીધા લાખો રૂપિયા..

એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી મહિલા કબડ્ડી ખેલાડીએ કોચ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે મહિલા ખેલાડીનો આરોપ છે કે કોચ 7 વર્ષથી તેનું શારીરિક શોષણ કરી રહ્યો હતો.
આ બળાત્કાર કેસની FIR દ્વારકા જિલ્લાના બાબા હરિદાસ નગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી ડીસીપી દ્વારકા એમ હર્ષવર્ધન અનુસાર કોચ વિરુદ્ધ આઈપીસીની કલમ 376 અને 506 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
CrPCની કલમ 164 હેઠળ પીડિતાનું નિવેદન પણ કોર્ટ સમક્ષ નોંધવામાં આવ્યું છે આરોપીની શોધ ચાલુ છે 2018 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી મહિલા કબડ્ડી ટીમની ખેલાડીએ કોચ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે.
આ કેસ દ્વારકા જિલ્લાના બાબા હરિદાસ નગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે આજે એટલે કે સોમવારે 6 ફેબ્રુઆરી કોર્ટ સમક્ષ પીડિતાના 164 નિવેદનો નોંધવામાં આવ્યા છે પોલીસનું કહેવું છે કે આરોપી કોચ જોગીન્દર સિંહ દલાલની શોધ કરવામાં આવી રહી છે.
2018 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી મહિલા કબડ્ડી ટીમની ખેલાડીએ કોચ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે આ કેસ દ્વારકા જિલ્લાના બાબા હરિદાસ નગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે આજે એટલે કે સોમવારે 6 ફેબ્રુઆરી કોર્ટ સમક્ષ પીડિતાના 164 નિવેદનો નોંધવામાં આવ્યા છે.
પોલીસનું કહેવું છે કે આરોપી કોચ જોગીન્દર સિંહ દલાલની શોધ કરવામાં આવી રહી છે પોલીસ અનુસાર પીડિતાએ આપેલી ફરિયાદમાં પીડિતાએ આરોપ લગાવ્યો છે કે વર્ષ 2015માં તે હિરન કુડનાની કબડ્ડી કોચિંગ ક્લબમાં જોડાઈ હતી.
પ્રેક્ટિસ દરમિયાન આરોપી કોચ જોગીન્દર તેની છેડતી કરવા લાગ્યો આ પછી તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા અને તેની અંગત તસવીરો અને વીડિયો પણ બનાવ્યા.
ત્યારબાદ આરોપી કોચે વીડિયો અને તસવીરો વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું પીડિતાનો દાવો છે કે આરોપીઓએ મેચ વિનિંગ ફીમાંથી 43 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી વર્ષ 2021માં પીડિતાના લગ્ન થયા.
આ પછી પણ આરોપીએ તેને હેરાન કરવાનું બંધ ન કર્યું અને તેણે તેના પતિને છૂટાછેડા આપવા માટે દબાણ કરવાનું ચાલુ રાખ્યું આરોપીઓની હરકતોથી પરેશાન થઈને પીડિતાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી.