આખા ગામમાં ફૂલો પાથરીને કર્યું લાડલી દીકરી નું સ્વાગત,જુઓ ઘરે દીકરી નો જન્મ થતાં કેવી કરી ઉજવણી….

મધ્યપ્રદેશ સહિત દેશભરમાં વાયરસનો કહેર છે સંક્રમણથી બચવા માટે દેશભરમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ હતુ. ભારતમાં આ પહેલીવાર હતુ, જ્યારે એક સાથે આખો દેશ કોઈ મહામારીને કારણે લોકડાઉન કરાયો હોય. જોકે, ઘણા લોકો આ લોકડાઉનને યાદગાર બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા હતા
એવી જ રીતે પોતાના દિવસને યાદગાર બનાવવા માટે મધ્ય પ્રદેશનાં ભિંડે જીલ્લાનાં એક પરિવારનાં ઘરમાં પુત્રીનો જન્મ થતા ઉત્સવનો માહોલ હતો. બાળકીનું તુલાદાન સેનેટાઈઝરથી કરાયું, જેથી તે સંક્રમણથી બચીને રહે. લોકડાઉન દરમ્યાન ઘણા એવાં મામલા સામે આવ્યા, જેને લોકોએ કંઈક ખાસ કરીને યાદગાર બનાવ્યા છે.
ગામનાં દ્વારથી ઘરના દરવાજા સુધી પાથર્યા ફૂલપુત્રીઓ માટે બદનામ રહેલું ચંબલ હવે પુત્ર અને પુત્રીને સમાન માને છે. આ બદલાવને સાબિત કરતા ભિંડે જીલ્લામાં જ્યારે એક વહુએ દિકરીને જન્મ આપ્યો તો પરિવારે તેના પર ઉત્સવ ઉજવ્યો હતો. અને પોતાના ઘરમાં રહીને આખું ગામ ખુશી મનાવતુ દેખાયુ હતુ.
લોકડાઉન દરમ્યાન દુનિયામાં આવેલી પુત્રીનાં ગૃહપ્રવેશને ખાસ બનાવવા માટે પરિવારે કંઈક અલગ કર્યુ હતુ. ઘર સહિત ગામનાં રસ્તા પર ફૂલો પાથર્યા હતા. પુત્રીને કોઈની નજર ન લાગે અને તે સંક્રમણથી બચીને રહે તે માટે પરિવારનાં લોકોએ તેનું તુલાદાન સેનેટાઈઝરથી કર્યુ હતુ. તુલાદાન બાદ સેનેટાઈઝરને ગામમાં વહેંચ્યા હતા, જેથી ગામલોકો સંક્રમણથી સુરક્ષિત રહે.
પુત્રી આવવાની ખુશીમાં ઘરમાં ગુલાબની પાંદડીઓ પાથરવામાં આવી.દેવેન્દ્ર સિંહનાં પુત્ર અરવિંદ ભદોરિયાની પત્ની નિકિતા ભદોરિયાએ 18 એપ્રિલે પુત્રીને જન્મ આપ્યો હતો. હોસ્પિટલમાં માતા-પુત્રીને સોમવારે બપોરે રજા આપી દીધી હતી. પોતાના ઘરમાં પૌત્રી આવવાની ખુશીમાં દાદાએ ઘર સહિચ ગામની ગલીઓને ફૂલોથી સજાવવાની વ્યવસ્થા કરી હતી.
જેથી બાળકીનું સ્વાગત અલગ રીતે થાય. વહુ જ્યારે પુત્રીને લઈને દરવાજે પહોંચી તો મંગળ ગીતો ગાવામાં આવ્યા. ફૂલોથી સજેલા ઉંબરા પર પુત્રીના પગ સ્પર્શ કરાવવામાં આવ્યા. તે બાદ બાળકીનું તુલાદાન સેનેટાઈઝરથી કરવામાં આવ્યુ હતુ. જેથી તે સંક્રમણથી બચેલી રહે, સાથે તેને કોઈની નજર ન લાગે.
ગામમાં ખુશીની લહેર.તુલાદાન બાદ સેનેટાઈઝર મળતા ગામલોકો ખુશ થઈ ગયા હતા. લોકોએ કહ્યુકે, હાલમાં પરિસ્થિતી એવી છેકે અમે અમારા ઘરની બહાર નીકળી શકતા નથી. પરંતુ ગામમાં પુત્રીનાં પગલા પડ્યા તો આખા ગામમાં સેનેટાઈઝર વહેંચવામાં આવ્યા હતા. તેનો મતલબ એ પુત્રી આખા ગામ માટે સારું સ્વાસ્થ્ય અને સ્વચ્છતા લઈને આવી છે. તે આખા ગામ માટે ખુશીની વાત છે.
પુત્રનું નામ રાખી દીધુ લોકડાઉન.એવાં જ ઘણા મામલાઓ મધ્યપ્રદેશમાં પહેલીવાર જોવા મળ્યા છે. જેમાં લોકડાઉનને ખાસ બનાવવા માટે લોકોએ કંઈક અલગ કર્યુ છે. એવો જ એક મામલો મધ્ય પ્રદેશનાં શ્યોપુરમાં જોવા મળ્યો હતો. જ્યાં લોકડાઉન દરમ્યાન નવજાત બાળકના જન્મ બાદ માતા-પિતાએ તેનું નામ લોકડાઉન રાખી દીધુ. જીલ્લાનાં કરાહલનાં સરજૂપુરા બછેરી ગામમાં પણ મહિલાએ બાળકને જનમ આપ્યો. પુત્રનાં જન્મને યાદગાર બનાવવા માટે માતા-પિતાએ બાળકનું નામ લોકડાઉન રાખી દીધુ.
સરજૂપુરા બછેરી ગામમાં રહેતી 24 વર્ષની ગર્ભવતી મંજૂ માળીએ શહેરનાં ખાનગી હોસ્પિટલમાં પુત્રરત્નને જન્મ આપ્યો હતો. બાળકનાં પિતા રઘુનાથ માળીએ તરત જ પોતાના પુત્રનું નામકરણ કરી દીધુ હતુ. અને પુત્રનું નામ લોકડાઉન રાખી દીધુ હતુ. રઘુનાથ માળીએ કહ્યુકે, તે ઈચ્છે છેકે, લોકો પીએમ મોદીની વાત માને અને લોકડાઉનનું પાલન કરે. તેમનું કહેવું છેકે, એક દિવસ વાયરસ હારશે અને દેશની જીત થશે. વાયરસ અને લોકડાઉનને યાદ રાખવા માટે તેમણે પુત્રનું નામ લોકડાઉન રાખી દીધુ.
પુત્રીનાં જન્મદિવસને બનાવ્યો ખાસ.લોકડાઉન અને વાયરસનાં સમયને ખાસ બનાવવા માટે ગ્વાલિયરનાં એક પરિવારે પોતાની પુત્રીની બર્થડેને યાદગાર બનાવવા માટે કોલોનીનાં લોકોને માસ્ક અને સેનેટાઈઝર વહેંચ્યા હતા, સાથે જ નાની બાળકીએ લોકોને લોકડાઉનનું પાલન કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ મેઈનટેઈન રાખવા અને માસ્ક-સેનેટાઈઝરનો ઉપયોગ કરવા માટે જાગૃત કર્યા હતા.
બર્થડે ગર્લ નક્ષિતા સાહૂનાં પિતા વિક્રાંત સાહૂએ જણાવ્યુકે, અમે દર વર્ષે પોતાની બાળકીનો જન્મદિવસ બહુજ ધામધૂમથી ઉજવવાનો પ્રયાસ કરીએ છીએ. આ વખતે લોકડાઉનને કારણે કોઈ આયોજન થઈ શક્યુ નહિ. ફક્ત પરિવારનાં લોકોએ કેક કાપીને સેલિબ્રેશન કર્યુ. એપાર્ટમેન્ટનાં લોકોએ નક્ષિતાને વિશ કર્યુ હતુ, જેનાં બદલામાં નક્ષિતાએ તેમને કોરોના વાયરસથી બચવા માટે જાગૃત કર્યા હતા.