અહી આવેલું છે ત્રણ મુખવાળા માઁ ચામુંડા મંદિર, અહી છત્રપતિ શિવજીને આપ્યો હતો પરચો…

આપણા દેશમાં ઘણા મંદિરો છે. જેમાં દરેક મંદિર સાથે અલગ અલગ વાર્તાઓ જોડાયેલ છે. તો આજે અમે એ જ મંદિરની વાત કરી રહ્યા છીએ, જે વલસાડથી 8 કિમીના અંતરે પનેરની ટેકરી પર આવેલું છે, જ્યાં દેવી ચંદ્રિકા, નવદુર્ગા અને મહાકાલી માતાની સ્થાપના કરવામાં આવી છે.
આ મંદિરમાં ચામુંડામાની ત્રિમુખાઈ મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરમાં તમામ માતાઓની મૂર્તિ છે. તેથી જ નવરાત્રીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
માતાજીના ભક્તો ચામુંડના દર્શન કરવા માટે આખી ટેકરી પર ચઢે છે.મંદિર તરફ જતા આ ટેકરી પર એક હજારથી વધુ પગથિયાં છે. પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વિશેષ સુવિધા પણ કરવામાં આવી છે. આ મંદિરમાં એક વાવ પણ છે.
આસો સુદ આઠમના દિવસે આ મંદિરમાં લોકમેળો ભરાય છે અને લાખો ભક્તો આ મેળાની મુલાકાત લે છે. આ મંદિરની માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન ગરબા રમવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે. તેથી જ આ દિવસે પારનેરા ગામના લોકો ગરબા રમવા ડુંગર પર જાય છે.
આ મંદિરમાં આઠમના દિવસે સરકારી તંત્ર પણ હાજર રહે છે જેથી ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે.પારનેરાના ડુંગર પર શિવજી મહારાજનો કિલ્લો પણ છે. જેનો પુરાવો આજે પણ છે. આ મંદિરમાં દરરોજ સવારે અને સાંજે આરતી કરવામાં આવે છે.
માતાજીના ભક્તો પોતાની આસ્થાનો પુરાવો અલગ-અલગ રીતે આપી રહ્યા છે, કેટલાક લોકો પગપાળા માતાજીના દર્શન કરવા આવે છે, કેટલાક લોકો સીડી પર કંકુના ચાંડાલ કરે છે તો કેટલાક લોકો સીડી પર દીવા પ્રગટાવે છે.
પારનેરાનાં આ ડુંગર પર શિવાજી મહારાજનો પણ ઐતિહાસિક કિલ્લો આવેલો છે, જેનાં અવશેષો આજે પણ અહિં જોવા મળે છે. કિલ્લા સિવાય પેશ્વા સમયની ઐતિહાસિક 3 વાવ પણ આવેલી છે.
બંને માતાજી ના મંદિરોમાં સવારે અને સાંજે આરતી થાય છે, રાજ્યભરમાંથી પઘારતા ભક્તોએ ભલે આકરો પથ પાર કર્યો હોય પણ આરતીમાં ઉપસ્થિત રહી એ અલોકિક ઊર્જાનો સંચાર અનુભવે છે.
માના આ ધામમાં ભક્તો વિવિધ રીતે પોતાની આસ્થાની સાબિતી આપતા હોય છે. કોઈક પગ પાડા ઘરેથી નીકળે તો કોક દરેક પગથિયે સાથિયો પુરે છે. કોઈક દરેક પગથીયે ફૂલ મૂકે છે તો કોઈક વિવિધ પ્રસાદ કે થાળ ચઢાવે છે.
ઇતિહાસ માં ડોક્યું કરીયે તો આ મંદિરનો ઇતિહાસ પણ અનેરો છે. શિવાજી જયારે સુરત માં લૂંટ ચલાવી ફરી મહારાષ્ટ્ર તરફ જઈ રહયા હતા ત્યારે અહીં પારનેરા ડુંગર પર રોકાયા હતા અને માતાજી ની ભક્તિ માં લીન થયા હતા.
કહેવાય છે કે આ દરમિયાન શિવાજી પર હુમલાનો પ્રયાસ થતા માએ તેમને સંકેત આપ્યો. આ ચમત્કારથી જ શિવાજી પોતાનો જીવ બચાવી શક્યા હતા. તો આમ મા ચામુંડાની કૃપાથી પ્રાચીન કાળથી માંડીને આજ સુધી અસંખ્ય ભક્તોની માનતા પૂરી થઈ છે