માં ખોડિયારનું મંદિર વરાણા કેમ છે વધુ પ્રખ્યાત?,જાણો એના પાછળ ની કથા…

ખોડિયાર માતાજીનું વરાણા મંદિર ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના સમી તાલુકાનાં વરાણા ગામે આવેલું ખોડિયાર માતાનું મંદિર છે વરાણા ગામ તાલુકામથક સમીથી આશરે ૫-૬ કિ.મી.નાં અંતરે વસેલું છે.
એવું કહેવાય છે કે રાજસ્થાનથી જ્યારે ખોડિયાર માતાજી ગુજરાતમાં આવ્યા ત્યારે સૌથી પહેલું રોકાણ તેઓએ વરાણામાં કર્યું હતું ખોડિયાર માતાજી સાથે તેમના ભાઈ ક્ષેત્રપાલ મેરખીયાનું પણ અહીં સ્થાનક આવેલું છે.
સાંગા સારણ જે ભોળા ગોવાળ તરીકે જાણિતા હતા તેઓ ખોડિયાર માતાના પરમ ભક્ત હતા તેઓએ વિક્રમ સંવત 1365માં આઈ વરૂડીની હાજરીમાં વરાણામાં આ મંદિર બંધાવ્યું હતું શ્રી ખોડીયાર માતાજીનું મંદિર વરાણા ગામ તાલુકા સમી માં આવેલ છે.
માતાજી નું પવિત્ર મંદિર સો વરસ જુના ઝળહળતા ઇતિહાસને પ્રદર્શીત કરે છે નવુ બનાવેલ વરાણા મંદિર અદ્ભુત કલા અને રહેેેેવા-જમવા ની સગવડ ધરાવેે છે જેમના ઘરે શેર માટીની ખોટ હોય બાળક ન હોય તેઓ વરાણાના ખોડિયાર માતાજીની માનતા રાખે છે.
અને માનતામાં સવા મણના તલવટ જેને સાંની કે છે તે ધૂમેધામે કરે છે માત્ર ગુજરાતમાંથી જ નહીં ગુજરાત બહારથી આ માનતા પૂરી કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે અહીં ભોયરામાં આવેલા જૂના મંદિરને યથાવત રાખીને તેની ઉપર નવું મંદિર બાંધવામાં આવ્યું છે.
ઐતિહાસિક માહાત્મ્ય મા ખોડલના પ્રાગટ્યને લઈને રસપ્રદ કથા છે લોકવાયકા અનુસાર મા ખોડલનું મૂળ નામ જાનબાઈ હતું તેમની અન્ય છ બહેનાના નામ આવળ જોગળ તોગળ બીજબાઇ હોલાઇ અને સોસાઇ હતા.
જ્યારે તેમના માતાનું નામ દેવળબા અને પિતાનું નામા મામળિયા હતું મૂળ ભાનગરના વલ્લભીપુર પાસે રોહિશાળા ગામના ચારણ એવા ખોડલમાતાજીના પિતાને પહેલા કોઈ સંતાન ના હોઈ લોકો વાંઝિયાનું મ્હેણું મારતા હતા.
આજ કારણે વલ્લભીપુરના રાજા શિલાદિત્ય સાથેની તેમની મિત્રતા તૂટી ગઈ આ ઘટનાથી ખૂબ લાગી આવતા મામળિયા શિવ આરાધના માટે નીકળી પડ્યા મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને વરદાન આપ્યું કે પાતળલોકના નાગદેવતાની સાત પુત્રીઓ.
અને નાગ પુત્ર તમારા ઘરે જન્મ લેશે દંતકથા અનુસાર મહાસુદ આઠમના દિવસ દેવળ બાએ ઘરમાં આઠ પારણા મૂક્યા જે સાત પુત્રીઓ અને એક પુત્રથી ભરાઈ ગયા દંતકથા અનુસાર સાત બહેનાના એકના એક ભાઈ મેરખિયાને ઝેરી સાપે દંશ દીધો.
કોઈએ ઉપાય સૂચવ્યો કે સૂર્ય ઉગે એ પહેલા પાતળરાજા પાસેથી અમૃતકુંભ લઈને આવો તો જીવ બચી શકે આવડમાતાની આજ્ઞાથી જાનબાઈ કુંભ લેવા ગયા સવારે સૂર્ય ઉગવાની થોડીક જ વાર હતી.
જાનબાઈ ના આવતા આવડમાતાથી બોલાઈ ગયું કે જાનબાઈ ક્યાંક ખોડાઈ તો નથી ગયા એટલું બોલ્યા ત્યાં જાનબાઈ આવ્યા ને તેમનો પગ ખોડાઈ ગયો અને જાનબાઈનું નામ પડ્યું ખોડિયાર મગરની સવાર કરીને આવેલા ખોડિયારમાતાએ અમૃતકુંભથી ભાઈને સજીવન કર્યો.
શ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ મહાદેવના વરદાનથી 1200 વર્ષ પૂર્વે મા ખોડલ અવતર્યા હતા આશરે ૯ થી ૧૧મી સદીની આસપાસના સમયની વાત છે.
ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતો.
તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર માયાળુ અને પરગજુ હતાં તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય.
એવો આ ચારણ દંપતિમો વણલખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ.
વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે.
તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું.
કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ આમ તેને જે જે લોકો સામે મળ્યા.
તે વાંઝિયામેણા મારવા લાગ્યા તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથુ ટેકવ્યું.
અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતા કાંઈ સંકેત ન થયા.
અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરિકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું આમ મામડિયો તો ખુશ થઈ ગયો.
અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યનાં બાળસ્વરૂપે પ્રગટ થયા આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ.
આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાંસાઈ જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું ભારતમાં ખોડિયાર માતાજીને પુજવા વાળો મોટો વર્ગ છે જેમાં લેઉવા પટેલ તથા ગોહિલ ચુડાસમા સરવૈયા ચૌહાણ પરમાર શાખનાં રાજપૂતો કારડિયા.
રાજપૂત સમાજ કામદાર ખવડ જળુ બ્રાહ્મણ ચારણ બારોટ ભરવાડ હરિજન અને રબારી કોમના લોકો કોઈપણ જાતનાં ભેદભાવ વગર તેમની પુજા કરે છે અને કુળદેવી તરીકે પુજે છે જેમાં ચુડાસમા રાજપૂત ભાલપ્રદેશમાં આવેલ ગોરાસુ ગામે ખોડિયાર માતાજીનાં મંદિરે બાધા આખડી છોડવા જાય છે આ ઉપરાંત ગુજરાત રાજયમાં અલગ-અલગ સ્થળોએ અન્ય ઘણા સ્થાનકો આવેલા છે.