માં મોગલ નો ચમત્કાર, માં એ એક યુવકની ખોવાયેલી કીમતી વસ્તુને માત્ર નામ લેતા જ અપાવી પાછી..... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

માં મોગલ નો ચમત્કાર, માં એ એક યુવકની ખોવાયેલી કીમતી વસ્તુને માત્ર નામ લેતા જ અપાવી પાછી…..

Advertisement

આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં. મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે. જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે. માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે. પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે.

માતાજીના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે.માં મોગલ ના મંદિરમાં કોઈ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.દરેક લોકોને એક સરખા માની ને મોગલ ના મંદિર માં જવા દેવામાં આવે છે.

માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે. અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાંથી લોકો આવતા હોય છે. થોડા સમય પહેલાં માં મોગલે પોતાના એક ભકતને પરચો આપ્યો હતો ચાલો જાણીએ. મહેસાણા જિલ્લા માં રહેતા ચંદુ ભાઈ એ માની પાસે તેનું દુઃખ વ્યક્ત કર્યું કે તરત જ તેનું કામ થઈ ગયું. ચંદુભાઈ એ કહ્યું કે થોડા સમય પહેલા તે લગ્ન માં ગયા હતા. લગ્ન માં મારી એક સોનાની ચેન ખોવાય ગઈ હતી. અને તેને મહિનો ગોતવા છતાં પણ મળી ન હતી.

ચંદુભાઈ માં મોગલ ના પરમ ભક્ત હતા અને તેમને માતા પર પુરી શ્રદ્ધા હતી તેમણે કચ્છ કબરાઉ ધામ વાળા મોગલ માતાનું સ્મરણ કરતા કહ્યું જો તેની સોનાની ચેન મળી જશે તો તે માતા ના દર્શન કરવા આવશે.જેવું માં નું નામ લીધું કે તરત જ ચંદુભાઈ ની સોનાની ચેન મળી ગઈ. અને તરત જ મહેસાણા થી કચ્છ કબરાઉ ધામ માતા ના દર્શન માટે દોડી આવ્યા હતા. અને ત્યાં ના મણિધર બાપુને વાત કરી હતી.

હાલમાં આવોજ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં માં ના આશિર્વાદ થી એક મહિલા ના દુઃખ દૂર થયા છે. જણાવી દઈએ કે એક મહિલાની માતા ને સતત પગ નો દુખાવો હતો. જેના કારણે અનેક દવા કરવા છતા પણ જ્યારે માં ની વેદના ઓછિ ના થઈ.ત્યારે મહિલાએ માં મોગલ ને માનતા કરી અને સાજા થવા પર સોનાની વીંટી ચડાવ્વાની વાત કરી.

જોકે માનતા ના થોડા જ દિવસ માં ચમત્કાર થયો અને યુવતી ની માંને સારું થતાં તે જ્યારે કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ ના મંદિર ગયા અને મણીધર બાપુને વીંટી આપી જે બાદ મણીધર બાપુએ વીંટી લઈને મહિલા ને પરત કરી કહ્યું કે માં મોગલે તારી વીંટી સ્વિકાર લીધી છે. લે હવે આ વીંટી પરત લઈજા.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button