માં મોગલના આશીર્વાદથી આ વ્યક્તિનું આંતરડાનું ઓપરેશન થયું સફળ, માનતા પૂરી થતાં યુવકે મણીધર બાપુને 5,000 રૂપિયા આપ્યા અને પછી….

કહેવાય છે કે ભગુડા ગામ એજ માંગલધામ ત્યારે આજે આપણે મોગલના એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મા મોગલના અનેક પરચાઓ વિશે તમે સાંભળ્યું જ હશે. તેઓ પોતાના કોઈપણ ભક્તની દુઃખ-દર્દમાં જોઈ શકતા નથી. સાચા દિલથી માંગવામાં આવેલી દરેક મનોકામનાઓ મા મોગલ હર્ષભેર પૂર્ણ કરે છે. માં મોગલ વિશે તો જેટલી કથાઓ કહીએ એટલી ઓછી છે.
તમને જણાવી દઈએ કે, રાજ્યમાં મા મોગલ ના ચાર ધામો આવેલા છે. જે પૈકીનું એક છે કાબરાઉ સ્થિત મોગલ ધામ. અહીં ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આવતા હોય છે. માં મોગલ એ તો હજારો લોકોના દુઃખ દૂર કર્યા છે અને તેમના જીવનમાં આનંદ ભરી દીધો છે. કેટલાય દંપતિઓને સંતાનસુખ ના આશીર્વાદ આપ્યા તો કેટલાક લોકોને આર્થિક સંકટમાંથી ઉગારી લીધા છે.
લોકોનો પણ માં મોગલ પ્રત્યેનો વિશ્વાસ દિવસેને દિવસે વધતો જાય છે. આવાજ એક પરચા વિશે વાત કરીએ તો એક યુવકના કાકાને આતરડાનું ઓપરેશન કરવાનું હતું. તેવામાં એ ઓપરેશન ખૂબ જ ગંભીર હોવાથી ડોકટરોએ એવું પણ કહ્યું હતું કે તેમનું મૃત્યુ પણ થઇ શકતી હતી. તેવામાં એ યુવકે માં મોગલની માનતા રાખી હતી.માં મોગલ પર રાખેલી શ્રદ્ધાથી આ કાકાનું ઓપરેશન સફળ રહ્યું અને તેમનો જીવ બચી ગયો.
યુવકના કાકાએ રાખેલી માનતા પૂરી થતાની સાથે જ યુવક તેના કાકાને લઈને કબરાઉ ધામ મોગલ ધામ આવ્યા હતા.માં મોગલ ના દર્શન કર્યા અને 5000 રૂપિયા ચરણોમાં અર્પણ કર્યા. મણીધર બાપૂએ કહ્યું કે માં મોગલ તમારી દરેક માનતા પૂરી કરશે અને આ કોઈ ચમત્કાર નથી આતો માં મોગલ પરનો વિશ્વાસ છે જે તમને ફળ્યો છે. મણીધર બાપુને યુવકે આપેલા 5000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પાછા આપ્યા.
આજે આપણે એક એવા દંપતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે પોતાના દીકરા માટે મા મોગલ ની માનતા માની હતી. પોતાના દીકરાની સફળતા માટે મા મોગલ પાસે સાચા હૃદયથી પ્રાર્થના કરી હતી અને અંતે માં મોગલના આશીર્વાદથી તેમની આ માનતા પૂર્ણ થઈ હતી. જેથી આ દંપતી પોતાની માનતા પૂર્ણ કરવા માટે મોગલ ધામે આવી પહોંચ્યા હતા.અહીં આવીને તેઓએ માં મોગલના આશીર્વાદ મેળવ્યા અને મણીધર બાપુના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા.
મણીધર બાપુ એ માનતાનુ કારણ પૂછ્યું ત્યારે તેઓ એ જણાવ્યું કે, અમે મારા દીકરા માટે માનતા માની હતી કે તે પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ જાય અને અમારું ભવિષ્ય સુધરી જાય. થોડાક જ સમયમાં માં મોગલ ની કૃપાથી અમારી માનતા પૂર્ણ થઈ છે. જેથી અમે અહીં દર્શન કરવા માટે આવ્યા છીએ.ત્યારે મણીધર બાપુ એ હળવા સ્મિત સાથે કહ્યું કે, આ માં મોગલ પ્રત્યેનો તમારો વિશ્વાસ છે કે માં મોગલ ને તમારી માનતા પૂર્ણ કરવા માટે આવવું જ પડયું.
ત્યારબાદ મણીધર બાપુએ આ પુત્રની માતા ને 5100 રૂપિયા આપ્યા અને કહ્યું કે, લે! મા મોગલે તારી માનતા પૂર્ણ કરી છે. માત્ર માં મોગલ પ્રત્યે વિશ્વાસ રાખવાથી જ મા મોગલ પ્રસન્ન થાય છે. તેઓને કંઈ ભેટ કે સોગાત ની જરૂર જ નથી. વધુમાં તેઓએ જણાવ્યું કે માં મોગલ તો આપનાર છે, લેનાર નહીં.