માયા ભાઈ આહીર ને દ્વારિકા વાળા એ આપ્યો હતો જબરજસ્ત પરચો, જાણો શુ હતું સમગ્ર કહાની.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ABC

માયા ભાઈ આહીર ને દ્વારિકા વાળા એ આપ્યો હતો જબરજસ્ત પરચો, જાણો શુ હતું સમગ્ર કહાની….

Advertisement

દુનિયાના કર્તા હર્તા એક જ છે, તે ઈશ્વર આજે પણ ઘણા લોકોને પરચાઓ આપતા જ હોય છે. તેમના પરચાઓ એવા હોય છે કે, ભગવાનના ભક્તની બધી જ મનોકામનાઓ પુરી થઇ જતી હોય છે. આપણે બધા માયાભાઈ આહીરને તો ઓરખાતા જ હશું. માયાભાઇ આહીર તેઓ કેટલાય જોક્સ, લોક કથાકાર, કલાકાર પણ છે. તેમને ઘણા લોકો ઓરખે છે અને તેમના ગીતો અને વાતો પણ લોકો ઘણી સાંભળે છે. તેમની સાથે દ્વારિકાધિશે એક વાર ચમત્કાર અને પરચો આપ્યો હતો.

તેઓ પહેલા સમયે કેટલીય વખતે કોર્ટના અગત્યના કામેથી દ્વારકા જતા હતા અને તેઓ ખાલી દ્વારિકાધીશની ધજાના દર્શન કરીને જ પાછા આવી જતા હતા. આવું કેટલાય સમય સુધી ચાલ્યું, માયાભાઇ એક વખતે ભગવાનના દર્શન કરવાનું વિચાર્યું અને તે જ દિવસે ભગવાનના દર્શન માટે લાંબી લાઈનો હતી.

આ લાઈનમાં તેમનો નંબર આવવાનો થયો એટલામાં પડદો બંધ થઇ ગયો, તેઓ નિરાશ થઇ ગયા અને કહેવા લાગ્યા અહીંયા હું ખોટો આવ્યો તેમને મનમાં દુઃખ લાગ્યું એટલામાં અચાનક પડદો ખુલી ગયો અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થઇ ગયા.

તેઓ દર્શન કરીને જેવા બહાર આવ્યા તેવામાં નવા નવા ફોન આવ્યા હતા, અને તેમના ફોનમાં એક ફોન આવ્યો. આ ફોન કોર્ટના જજનો હતો અને તેઓ એક ભાઈને લઈને કોર્ટમાં જતા હતા તેથી જજે એવું કહતું કે તમે ત્યાં ઓફિસે જ બેસો.

માયાભાઇ ત્યાં ઓફિસે જ બેસ્યા હતા અને દ્વારકાના જજનો ફોન આવ્યો અને તેઓ કહેવા લાગ્યા હવે હું તમને ચિઠ્ઠીથી જે હશે તે જણાવી દઈશ તમારે અહીંયા આવવાની જરૂર નથી. માયાભાઇ એવું જણાવે છે કે તેઓ છેલ્લા ૩ વર્ષથી દ્વારકા આવતા હતા અને એક જ વખતે દ્વારિકાધીશના દર્શન કર્યા અને એજ દિવસમાં મારુ કામ થઇ ગયું.

 

તમને જણાવી દઈએ કે, ગુજરાતી લોકસાહિત્ય ના સૌથી ટોંચ ના કલાકારો માંના એક કલાકાર એટલે કે માયાભાઈ આહીર. આ હસ્તી એક એવી અભિવ્યક્તિ ધરાવે છે કે કાઠિયાવાડી લહેંકા ની સાથોસાથ એક આગવી છટા થી લોકો ને પેટ મા દુ:ખવા માંડે ત્યાં સુધી હસાવતા વ્યક્તિ એટલે આપણા માયાભાઈ.

વર્તમાન સમય મા લોકસાહિત્ય ક્ષેત્રે આ વ્યક્તિએ એક વિશેષ નામના પ્રાપ્ત કરી છે. અત્યારે તો સંચાલકો તથા દર્શકોએ મન મા એક પૂર્વધારણા બાંધી લે છે કે ડાયરા મા માયાભાઈ આવવાના હોય એટલે સમજી લેવાનું કે પોગ્રામ હીટ જ હોય. માયાભાઈ ની આ અભૂતપૂર્વ સફળતા પાછળ નો મુખ્ય આધાર સંઘર્ષ, કોઠાસૂઝ તથા ધગશ ને માનવામા આવે છે. તો ચાલો , લોકો ને પેટ પકડી ને હસાવતા માયાભાઈ આહીર ની સેક્સેસ સ્ટોરી વિશે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

તળાજા ના કુંડવી ગ્રામ્ય વિસ્તાર મા થયો હતો જન્મ.મિત્રો, જે વ્યક્તિ ના જીભે થી નિરંતર સરસ્વતી વહી રહી હોય તેવા માયાભાઇ આહીર નો જન્મ ૧૯૭૨ મા તાળાજા તાલુક ના બોરડા ગ્રામ્ય વિસ્તાર પાસે આહીરો ના નેસ કુંડવી ગ્રામ્ય વિસ્તાર ખાતે થયો હતો. તેમના પિતા વીરાભાઈ ને તમામ લોકો ભગત તરીકે ઓળખતા હતા.

 

માયાભાઈ ના પિતા વીરાભાઈને ધાર્મિક પુસ્તકો વાંચવાનો તથા ધાર્મિક કાર્યક્રમો નિહાળવા નો ખૂબ જ શોખ હતો. કદાચ આ જ કારણોસર નાનપણ થી જ માયાભાઈ ને પણ આ ધાર્મિક પુસ્તકો પ્રત્યે લાગણી બંધાઈ ગઈ. આ ઉપરાંત આસપાસ ના ગ્રામ્યવિસ્તાર મા રામકથા હોય કે ભાગવત નો કોઈ કાર્યક્રમ હોય માયાભાઈ તેમાં રસ અવશ્યપણે લેતા હતા.

કાંટાવાળા માર્ગ પર પસાર થઈ ને શાળાએ પહોંચતા.માયાભાઈએ પોતાનું ધોરણ ૧ થી લઈ ને ધોરણ ૪ સુધી નું શિક્ષણ કુંડવી મા જ લીધું હતું. કુંડવી ગામ મા માયભાઈ વાડી વિસ્તાર મા રહેતા હતા, આ વિસ્તાર થી શાળા ૧.૫ કિલોમિટર ના અંતરે આવતી હતી અને ત્યાં સુધી પહોંચવાનો માર્ગ કાંટાળો અને ખૂબ જ ખરાબ હતો.

તેમ છતાં આવી સ્થિતિ મા પણ માયાભાઈ ચાલી ને શાળાએ જતા હતા. ત્યાર બાદ તેમણે ધોરણ ૫-૯ સુધી ની શિક્ષા આ ગામ ની બાજુ મા આવેલા બોરડા ગામ મા લીધું હતું. ત્યાર બાદ તેમણે કક્ષા ૧૦ સુધીનો અભ્યાસ ભાવનગર જિલ્લા ની આલ્ફ્રેડ હાઈસ્કૂલ મા પૂર્ણ કર્યો હતો.

અભ્યાસ કરતાં ની સાથોસાથ ગાયો ચરાવવાનું કાર્ય પણ કરતાં.માયાભાઈ જ્યારે પ્રાથમિક શાળા મા શિક્ષણ પ્રાપ્ત કરતા હતા ત્યારે તેઓ ગાયો ચરાવતા અને ખેતી ના વિવિધ કાર્યો મા પણ સહાયતા કરતા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ ગાયો ને વગડા મા ચરાવવા ની સાથોસાથ પોતાની ગાયન ની કળા ને પણ ધારદાર બનાવતા હતા. માયાભાઈએ ચાર દિવાલો ની મધ્ય મા રહેલા શિક્ષણ ને વધુ પડતું નિખારવા માટે સાહિત્ય ની દુનિયા મા ઝંપલાવ્યું અને પોતાના સંસ્કારો ના પાઠ ભણાવવા ના શરૂ કર્યા હતા.

કક્ષા ૪ મા પ્રથમ ભજન નું ગાયન કર્યુ.એક રીતે જોવા જઈએ તો તેમને લોકસાહિત્ય વારસામા પ્રાપ્ત થયેલું છે. ઘર મા બાળપણ થી જ લોકસાહિત્ય નો માહોલ બનેલો રહેતો હતો, જેની તેમના પર ખૂબજ ગહેરી અસર થઈ હતી. માયાભાઈએ કક્ષા-૪ મા ૯ વર્ષ ની ઉંમર મા એક કાર્યક્રમ મા ‘જૂનું તો થયું રે દેવળ મારું’ ભજન જાહેર મા ગાયું હતું. જે બધા ને ખૂબ પસંદ આવ્યુ હતું.

ટ્રેક્ટર પણ ચલાવ્યું.માયાભાઈએ ૧૯૯૦ થી લઈ ને ૧૯૯૭ સુધી ટ્રેક્ટર ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમની પાસે પેસેન્જર વાહન તથા લોડિંગ વાહન બંને હતા. ઘર ની આર્થિક પરિસ્થિતિ પ્રમાણસર ખૂબ જ સારી હતી. આ વાહન ના વ્યવસાય અંગે માયાભાઈએ એવું કહેલું કે, લોકો બહારગામ જાય ત્યારે તેમનું વાહન જ પસંદ કરતા હતા. એટલું જ નહીં લોકો પોતાની જાન ની તારીખ પણ માયાભાઈ ના વાહન ની હાજરી મુજબ લેતા હતા.

લોકસાહિત્ય ના કાર્યક્રમ ની તમામ જવાબદારીઓ પર ધ્યાન આપતાં.તેમની કોઠાસૂઝ ના કારણે અને અમુક કલાકારો સાથે ધરોબો હોવાના કારણે આજુબાજુ ના ગ્રામ્યવિસ્તાર મા થતાં લોકસાહિત્ય કાર્યક્રમ ના સ્ટેજ ની સંપૂર્ણ જવાબદારીઓ તેમને સોંપી દેવા મા આવતી હતી. આ કાર્યક્રમો દરમિયાન લોકો અને કલાકારો પણ તેમને સ્ટેજ પર બોલાવીને તેમને તેમની વિશિષ્ટ આવડત દર્શાવવા માટે જણાવતા હતા. આ કાર્યક્રમો ટૂંક સમય મા જ લોકો ને ખૂબ પસંદ પાડવા મળ્યા હતા

માયાભાઈ આહીર ના જીવન નો ટર્નિંગ પોઈન્ટ.માયાભાઈ પોતાના અંગત જીવન મા ફક્ત બે જ બાબતો ને ટર્નિંગ પોઈન્ટ તરીકે દર્શાવે છે. સૌપ્રથમ ટર્નિંગ પોઈન્ટ છે બગદાણા મા બજરંગદાસબાપુ ના મંદિરે થતાં લોકસાહિત્ય ના કાર્યક્રમ મા સંભાળવા મળતી જવાબાદારી કે જેણે તેમને ઘણું શીખવાડયુ હતું.

બીજો ટર્નિંગ પોઈન્ટ છે તલગાજરડા મા મોરારીબાપુ ની ૬૦૦મી રામકથા મા જયારે, ૧૯ કલાકારો ની હાજરી મા તેમનું પર્ફોરમન્સ જોઈને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અહી સુધી જ સીમીત નથી, તેમને ફક્ત ૫ મિનિટ નો જ સમય ફાળવવામા આવ્યો હતો તેમ છતાં તેમણે ૪૫ મિનિટ સુધી પર્ફોરમન્સ કરીને લોકો ના હૃદય મા સ્થાન બનાવી લીધું હતું. આ બંને ઘટનાઓ ના કારણે જ તેમના આત્મવિશ્વાસ મા વૃદ્ધિ થતી હતી.

હાલ ના સમય સુધી મા માયાભાઈ કરી ચૂક્યા છે પાંચ હજાર થી વધુ કાર્યક્રમો.માયાભાઈ નો ખરેખર એવો તો શું જાદુ ચાલ્યો કે તેમણે સપાટો બોલાવી દીધો હતો. તેમણે ગીત ગાવા ની સાથોસાથ હાસ્ય પર પણ હાથ અજમાવવા નું શરૂ કર્યું. માયાભાઈ ના આ જોક્સ અન્ય લોકો ને પેટ મા દુ:ખે ત્યાં સુધી હસવા માંડયા. ધીરે-ધીરે માયાભાઈ ને એવી તો સફળતા પ્રાપ્ત થઈ કે લોકો એવું માનવા લાગ્યા કે માયાભાઈ વગર ડાયારા નો કાર્યક્રમ નકામો. તેમણે દેશ-વિદેશ મા બંને મળી ને હાલ સુધી મા પાંચ હજાર થી પણ વધુ કાર્યક્રમો કરી ચુકેલા છે.

તેમના સંસારિક જીવન મા તેમની ધર્મપત્ની અજાયબાઇ તથા સંતાનો મા બે દીકરા અને એક દીકરી છે. મોટાપુત્ર ના ગયા વર્ષે લગ્ન કર્યા હતા. જે મહુવા મા રામકૃષ્ણ સ્કૂલ ચલાવે છે. જ્યારે નાનો પુત્ર હજુ ભણે છે અને દીકરીએ બીએસસી નો અભ્યાસ કર્યો છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button