માયાભાઈ આહીર નો દીકરો ફરે છે આવી આલીશાન ગાડીઓ,જોવો આલીશાન ગાડીઓની તસવીરો.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

માયાભાઈ આહીર નો દીકરો ફરે છે આવી આલીશાન ગાડીઓ,જોવો આલીશાન ગાડીઓની તસવીરો..

માયા નામ આવે એટલે સૌ કોઈને એક વસ્તુ તો યાદ આવીજ જાય કે હવે હસી હસી ને પેટે પાટા આવી જવાના છે. માયાભાઈ આવે એટલે આપણે સૌ નેખબર છે કે ડાયરામાં રોનક આવી જાય પોતાની મધુર વાણી ને ચલતે માયા ભાઈ આખી રાત ડાયરો કરે અને સાંભળનાર ને ખબર પણ ના પડે કે હવે સવાર થવા આવ્યું છે. માયાભાઈ ની વાણી માં જાણે જાદુ છે.

આજે ભલે માયા ભાઈ એક વૈભવી જંદગી જીવતા હશે પરંતુ આ સુધી પોહચતાં પોહચતાં તેમને જેટલું સંઘર્ષ કર્યું છે તે જાણ્યા બાદ તમને થશે કે ભગવાન એ તેમને આટલું બધું આપ્યું તે તેમની મહેનત પ્રમાણે બરાબર છે. તો આવો મિત્રો જાણીએ માયા ભાઈ આહીર એટલેકે આપડા આતા ના સંઘર્ષ ભર્યા જીવન વિશે.

Advertisement

ભાવનગરમાં થયો હતો જન્મ.માયાભાઈ આહીર નો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું એક નાનકડું ગામ કુંડવી ખાતે થયો.તેમના પરિવાર નું મૂળ વતન બોડવી ગામ છે જે કુંડવી ની નજીક જ આવેલ છે. માયાભાઈ ના પિતા અને મામા એ જમીન જ કુંડવી ખાતે લીધી હતી જેથી એ કુંડવી ગામ માં જ રહેતા હત.

Advertisement

તેમના પિતા ને લોકો ભગત તરીકે જ ઓળખતા હતા, કુંડવી ખાતે કોઈ સાધુ- સંત આવે ત્યારે એમનો ઉતારો માયાભાઈ આહીર ના ત્યાં જ હોઈ.માયાભાઈ આહીર ના પિતાજી ને ધાર્મિક પુસ્તકો અને ધાર્મિક કાર્યક્રમો જોવાનો એક શોખ હતો એટલે જ માયાભાઈ ને પણ ધાર્મિક પુસ્તકો વાંચવાનો શોખ થયો.

Advertisement

ભણવા માટે પણ મુશ્કેલીઓ થતી.માયાભાઈએ પોતાનું ધોરણ ૧ થી લઈ ને ધોરણ ૪ સુધી નું શિક્ષણ કુંડવી મા જ લીધું હતું. કુંડવી ગામ મા માયભાઈ વાડી વિસ્તાર મા રહેતા હતા, આ વિસ્તાર થી શાળા ૧.૫ કિલોમિટર ના અંતરે આવતી હતી અને ત્યાં સુધી પહોંચવાનો માર્ગ કાંટાળો અને ખૂબ જ ખરાબ હતો. તેમ છતાં આવી સ્થિતિ મા પણ માયાભાઈ ચાલી ને શાળાએ જતા હતા. ત્યાર બાદ તેમણે ધોરણ ૫-૯ સુધી ની શિક્ષા આ ગામ ની બાજુ મા આવેલા બોરડા ગામ મા લીધું હતું.

Advertisement

ત્યાર બાદ તેમણે કક્ષા ૧૦ સુધીનો અભ્યાસ ભાવનગર જિલ્લા ની આલ્ફ્રેડ હાઈસ્કૂલ મા પૂર્ણ કર્યો હતો.માયાભાઈ જ્યારે પ્રાથમિક શાળા મા શિક્ષણ પ્રાપ્ત કરતા હતા ત્યારે તેઓ ગાયો ચરાવતા અને ખેતી ના વિવિધ કાર્યો મા પણ સહાયતા કરતા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ ગાયો ને વગડા મા ચરાવવા ની સાથોસાથ પોતાની ગાયન ની કળા ને પણ ધારદાર બનાવતા હતા.

Advertisement

સાહિત્ય ને બનાવ્યો જીવન સાથી.માયાભાઈએ ચાર દિવાલો ની મધ્ય મા રહેલા શિક્ષણ ને વધુ પડતું નિખારવા માટે સાહિત્ય ની દુનિયા મા ઝંપલાવ્યું અને પોતાના સંસ્કારો ના પાઠ ભણાવવા ના શરૂ કર્યા હતા.એક રીતે જોવા જઈએ તો તેમને લોકસાહિત્ય વારસામા પ્રાપ્ત થયેલું છે.

Advertisement

ઘર મા બાળપણ થી જ લોકસાહિત્ય નો માહોલ બનેલો રહેતો હતો, જેની તેમના પર ખૂબજ ગહેરી અસર થઈ હતી. માયાભાઈએ કક્ષા-૪ મા ૯ વર્ષ ની ઉંમર મા એક કાર્યક્રમ મા ‘જૂનું તો થયું રે દેવળ મારું’ ભજન જાહેર મા ગાયું હતું. જે બધા ને ખૂબ પસંદ આવ્યુ હતું.

Advertisement

ઘરની નબળી પરિસ્થિતિ સુધારવા ટ્રેકટર ચલાવ્યું.માયાભાઈએ ૧૯૯૦ થી લઈ ને ૧૯૯૭ સુધી ટ્રેક્ટર ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમની પાસે પેસેન્જર વાહન તથા લોડિંગ વાહન બંને હતા. ઘર ની આર્થિક પરિસ્થિતિ પ્રમાણસર ખૂબ જ સારી હતી. આ વાહન ના વ્યવસાય અંગે માયાભાઈએ એવું કહેલું કે, લોકો બહારગામ જાય ત્યારે તેમનું વાહન જ પસંદ કરતા હતા.

એટલું જ નહીં લોકો પોતાની જાન ની તારીખ પણ માયાભાઈ ના વાહન ની હાજરી મુજબ લેતા હતા.તેમની કોઠાસૂઝ ના કારણે અને અમુક કલાકારો સાથે ધરોબો હોવાના કારણે આજુબાજુ ના ગ્રામ્યવિસ્તાર મા થતાં લોકસાહિત્ય કાર્યક્રમ ના સ્ટેજ ની સંપૂર્ણ જવાબદારીઓ તેમને સોંપી દેવા મા આવતી હતી.

Advertisement

સખ્ત મહેનત બાદ મળ્યા પરિણામો.આ કાર્યક્રમો દરમિયાન લોકો અને કલાકારો પણ તેમને સ્ટેજ પર બોલાવીને તેમને તેમની વિશિષ્ટ આવડત દર્શાવવા માટે જણાવતા હતા.આ કાર્યક્રમો ટૂંક સમય મા જ લોકો ને ખૂબ પસંદ પાડવા મળ્યા હતા.માયાભાઈ પોતાના અંગત જીવન મા ફક્ત બે જ બાબતો ને ટર્નિંગ પોઈન્ટ તરીકે દર્શાવે છે.માયાભાઈ પોતાના અંગત જીવન મા ફક્ત બે જ બાબતો ને ટર્નિંગ પોઈન્ટ તરીકે દર્શાવે છે.

Advertisement

પોતની જાતને પ્રુફ કરવાનો ચાન્સ મળતાં જ ચમકી ગયાં.સૌપ્રથમ ટર્નિંગ પોઈન્ટ છે બગદાણા મા બજરંગદાસબાપુ ના મંદિરે થતાં લોકસાહિત્ય ના કાર્યક્રમ મા સંભાળવા મળતી જવાબાદારી કે જેણે તેમને ઘણું શીખવાડયુ હતું. બીજો ટર્નિંગ પોઈન્ટ છે તલગાજરડા મા મોરારીબાપુ ની ૬૦૦મી રામકથા મા જયારે, ૧૯ કલાકારો ની હાજરી મા તેમનું પર્ફોરમન્સ જોઈને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Advertisement

અહી સુધી જ સીમીત નથી, તેમને ફક્ત ૫ મિનિટ નો જ સમય ફાળવવામા આવ્યો હતો તેમ છતાં તેમણે ૪૫ મિનિટ સુધી પર્ફોરમન્સ કરીને લોકો ના હૃદય મા સ્થાન બનાવી લીધું હતું.આ બંને ઘટનાઓ ના કારણે જ તેમના આત્મવિશ્વાસ મા વૃદ્ધિ થતી હતી.

ગીતોની સાથે સાથે હાસ્ય પણ આજમાવ્યું.માયાભાઈ નો ખરેખર એવો તો શું જાદુ ચાલ્યો કે તેમણે સપાટો બોલાવી દીધો હતો.તેમણે ગીત ગાવા ની સાથોસાથ હાસ્ય પર પણ હાથ અજમાવવા નું શરૂ કર્યું.

Advertisement

માયાભાઈ ના આ જોક્સ અન્ય લોકો ને પેટ મા દુ:ખે ત્યાં સુધી હસવા માંડયા. ધીરે-ધીરે માયાભાઈ ને એવી તો સફળતા પ્રાપ્ત થઈ કે લોકો એવું માનવા લાગ્યા કે માયાભાઈ વગર ડાયારા નો કાર્યક્રમ નકામો. તેમણે દેશ-વિદેશ મા બંને મળી ને હાલ સુધી મા પાંચ હજાર થી પણ વધુ કાર્યક્રમો કરી ચુકેલા છે.

Advertisement

પારિવારિક જીવનમાં ખુબજ ખુશ છે.માયા ભાઈએ થોડા દિવસો પહેલા જ પોતાની દીકરી ના લગ્ન કરાવ્યા છે.તેમના સંસારિક જીવન મા તેમની ધર્મપત્ની અજાયબાઇ તથા સંતાનો મા બે દીકરા અને એક દીકરી છે.મોટાપુત્ર ના લગ્ન થઈ ચૂક્યા છે જે મહુવા મા રામકૃષ્ણ સ્કૂલ ચલાવે છે.જ્યારે નાનો પુત્ર હજુ ભણે છે અને દીકરીએ હાલમાં જ લગ્ન કર્યા છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite