રાતોરાત નથી મળી આવી પ્રસિદ્ધિ જીવનમાં આટલાં સઘર્ષ કર્યાં બાદ, હવે રાજાઓ જેવી જિંદગી જીવી રહ્યો છે ગુજરાતી એકટર પ્રતીક ગાંધી........ - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ABC

રાતોરાત નથી મળી આવી પ્રસિદ્ધિ જીવનમાં આટલાં સઘર્ષ કર્યાં બાદ, હવે રાજાઓ જેવી જિંદગી જીવી રહ્યો છે ગુજરાતી એકટર પ્રતીક ગાંધી……..

Advertisement

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો પ્રતિક ગાંધી ભારતીય નાટક અને ફિલ્મ કલાકાર છે, જે ગુજરાતી નાટક અને ફિલ્મોમાં કામ કરે છે.

પ્રતિક ગાંધીનો અભ્યાસ પ્રવૃત્તિ વિદ્યાલય, સુરત ખાતે થયો જ્યાં તે નાટ્ય કલામાં સક્રિય હતો. એન્જિનિયરીંગમાં સ્નાતક થયા બાદ મુંબઈમાં બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતાં-કરતાં તેણે દિગ્દર્શક મનોજ શાહ સાથે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું.

પ્રતિકે ૨૦૦૯માં ટેલિવિઝન અને નાટ્ય કલાકાર ભામિની ઓઝા સાથે લગ્ન કર્યા. તેમની દિકરીનો જન્મ ૨૦૧૪માં થયો હતો તો ચાલો વાહલા મિત્રો જાણીએ આગળ.આ છે રિઅલ લાઈફ નો હીરો હર્ષદ મેહતા અને આ છે રીલ લાઈફ નો હીરો પ્રતીક ગાંધી.પ્રતીક ગાંધી એટલે સુરતી પોઇરો,હર્ષદ મહેતાના બખડજંતર આધારિત વેબ સિરીઝ માં પ્રતીક ગાંધી એ હર્ષદ મેહતાની ભૂમિકા ભજવી છે.આ વેબ સિરીઝની સફળતા પછી ખૂબ વાહવાહી લૂંટી ને આવ્યો છે.

આ ગુજરાતી કલાકાર,રાતોરાત પ્રતીક ગાંધી હીરો માંથી સુપર હીરો બની ગયો છે અને બોય માંથી ચોકલેટ બોય બની ગયો છે.આ સુરતી લાલા ના નસીબ વગર સાબુ પણ ઉગળી ગયા છે અને છોકરીઓ તેની પાછળ લટ્ટુ થઈ ને બેવડી થઈ ગઇ છે,હિન્દી અને ગુજરાતી ફિલ્મ ના ડીરેક્ટરો પ્રતીક ને સાઈન કરવા પડા પડી કરી રહ્યા છે.

એમ માનો તો પ્રતીક ગાંધી ની નીકળી પડી છે.તમે નઇ માનો પણ પ્રતીક ગાંધી સોસાયટી માં ટાંકીઓ સાફ કરતો હતો અને  મોલ ની બહાર ઉભો રહીને સાફ સફાઈ ના સાધનો વેચતો હતો,સહુકાર ના નાના છોકરા અને ટેનિયા ના ઘરે બીર્થડે પાર્ટી હોય તો તેમનું ઘર સંગારવા જતો હતો.

બધી અલગ અલગ ઠોકરો ખાઈ ને સેલ્સ મેન નું કામ કરતો હતો.આમ મિત્રો આવા કામ કર્યા પછી આ યુવાન પ્રતીક ગાંધી નો સંઘર્ષ જાણવા જેવો છે.ગોગલ્સ પેરી ને કે ઘોડા જેવા વાળ બનાવીને ફિલ્મ ના હિરો નથી બનાતું,પ્રતીક નો જન્મ મધ્યમ વર્ગ માં થયો હતો,માતા પિતા બંને શિક્ષકો હતા,તેમજ મિત્રી પ્રતીક ના મુમ્મી ની ઍવી ઈચ્છા હતી કે તે ભણી ગની ને બેન્ક માં જોબ કરાવા માંગતી હતી.પ્રતીક ને પોતાને ડૉક્ટર બનવું હતું.

અને પિતા નું તો એવું હતું કે માસ્ટર ભણાવે નઈ અને ગણાવે નઈ અને તે દીકરા ને કહેતા કે તારે જે કરવું હોય એ કર પણ રાજુ રોંગ સાઈડ ચાલવા લાગ્યો અને અભિનેતા બની ગયો.એટલે મિત્રો રોંગ સાઈડ રાજુ એ પ્રતીક ની એક ફિલ્મ નું નામ છે,અને તે બચપન માં પ્રતીક વિચિત્ર પ્રકાર નો છોકરો હતો.

તોફાની નટખટ અને અત્યંત ચંચળ સ્વભાવ નો હતો.એક જગ્યા એ તેનો ટાંટિયો ના ટકે અને તે એક 10 ઘોડે ચડે,પરિવાર અને મીત્રો સમજાવે જે એક મ્યાનમાં 2 તલવાર ના રહે પ્રતીક કહે કે કેમ ના રહે રાખતા આવડવું જોઈએ એની આ કુટેવે તેને અનોખા પ્રકાર નો અભિનેતા બનાવ્યો,મોહન ના મસાલા નામેં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી મા ભજવી બતાવ્યું જે ગુજરાતી રંગભૂમિ નો રેકોર્ડ છે.

નાટક મોનોલોગ એટલે એકપત્ર જે ફૂલ અભિનય વાળું પાત્ર છે જે આખા નાટકમાં ફક્ત એક જ અભિનેતા છે જે એક જ માણસે કરવા નો રહે છે જે પ્રતિકે કરી બતાવ્યું છે.એક જ નાટક એક જ દિવસ માં ત્રણ જુદી જુદી ભાષા માં 11 વાગ્યે ગુજરાતી માં 3 વાગ્યે હિન્દી માં અને 7 વાગ્યે અંગ્રેજી માં.

વિચાર તો કરો કેટલું ટેલેન્ટ હશે આ છોકરા માં આ નાટક ના કારણે લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં પ્રતીક ગાંધી નું નામ છે.12 માં ધોરણ માં આવ્યો ત્યાં સુધી પ્રતીક શાળા ના નાટકો માં ભાગ લેતો રહ્યો,પછી પ્રતીક સુરત ના નાના મોટા નાટકો માં જોડાઈ ગયો,કુટુંબ ની આર્થિક પરિસ્થિતિ ને કારણે તે પ્રોફેસર ની તાલીમ સંસ્થા માં જોડાઈ શક્યો નઈ,પણ સેફ ટેલેન્ટ અને જાતમેહનત થી ટીપવાનું ચાલુ રાખ્યું 12 માં ધોરણ માં એટલી ટાકાવારી ના આવી કે તે ડૉક્ટર બની શકે.

એટલે તેને ડિપ્લોમા ઇન એન્જીનીયરિંગ કર્યું.પછી મહારાષ્ટ્રના ના જલગાવ માં જઇ ને ડીગ્રી કોર્ષ કર્યો,એન્જીનિર તો બની ગયો પણ તેનો અભિનેતા બનવાનો કીડો હજુ ઉછળતો હતો,એ મુંબઇ આવી ગયો અને પાર્લામાં મકાન ભાડે લીધું.

ડીગ્રી નો ઉપયોગ કરીને મુંબઇ માં કામે લાગી ગયો,4-5 વર્ષ નોકરી કરી,કેરિયર બનાવા માટે નહીં પરંતુ ફિલ્મો કે નાટકો માં કામ ન મળે ત્યાં સુધી દિવસો ને ટૂંકા કરવા માટે જોબ કરતો હતી. ગાજરની પીપુડી વાગે ત્યાં સુધી વગાડવાની અને પછી ખાઈ જવાની.

દિવસે નોકરી કરે તેમજ સાંજે કે રજાના દિવસે નાટકો કરે ,ઓડિશન આપે,નાના મોટા કામ મળે પણ ઓડિશન માં ગજ વાગે નહીં, ડીરેકટરો કોણીએ ગોળ ચોંટાળે એવું નથી કહેતા કે મોઢામાં કોળિયો અને માથામાં ધુમ્બો પરંતુ પ્રતિકે હાર ના માની.એ પાણી માં તરતા બરફ ની માફક થિયેટર ની દુનિયા માં તરતો રહયો.

ગમે તેમ કરીને ટકી ગયો અને ધીમે ધીમેં કામ કરવા લાગ્યો.2005 માં આ પાર કે પેલે પાર ના નાટક માં કામ કર્યું હતું.જેમાં તે નાટકના લીધે અભિનેતા તરીકે લોન્ચ થાયો,પછી નોન કમોરસિયલ નાટકો મળવા લાગ્યા,હું ચન્દ્ર કાન્ત બક્ષી નું નાટક કર્યું અને તે ખૂબ વખનાયું.

મોહન મસાલો નાટક પણ ખૂબ હિટ ગયું.અમેરિકા તેમજ એવા અન્ય દેશી માં શૉ કર્યાં અને તે પાયેલા માનજા જેવો બનતો જતો હતો.

2014 માં બે યાર ગુજરાતી ફિલ્મ માં કામ કરવાની ઓફર મળી અને 2015 માં પ્રતિકે એન્જીનિર ની નોકરી માંથી રાજીનામુ આપી દીધું પછી એને ક્યારે પાછું વળી ને જોયું નહીં.આ અહીંયા પ્રતિકે કરેલા નાટકો અને ફિલ્મોનો ચાર્ટ છે અને મિત્રો જોઈને તમારી છાતી ગજગજ ફુલસે અને આ દરમ્યાન બીજું ઘણું બધું બન્યું.

એક પ્રતીક નું ધ્યાન નાટક માં ભામીની ઓઝા પર ગયું અને પ્રતીક ને તે છોકરી એ ના તો પડી નહીં પરંતુ પ્રતીક ને 2 વર્ષ સુધી લાબડાવ્યો.પરંતુ સુરતી છોકરાઓ છોકરીઓ ને પટાવામાં માં માહિર હોય છે અને તે પ્રતીક છોકરી પાછળ લસણ ખાઈ ને પડી ગયો.અંતે ઘીના થામમાં ઘી પડી ગયું.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button