વધુ એક ગુજરાતી કલાકાર રાજલ બારોટે ખરીદી આલીશાન કાર,જોવો વૈભવી કાર ની આલીશાન તસવીરો - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ABC

વધુ એક ગુજરાતી કલાકાર રાજલ બારોટે ખરીદી આલીશાન કાર,જોવો વૈભવી કાર ની આલીશાન તસવીરો

લોકપ્રિય ગુજરાતી લોક ગાયક મણિરાજ બારોટની લાડલી દીકરી રાજલ બારોટે આજે એક લક્ઝુરિયસ કાર ખરીદી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી.

લક્ઝુરિયસ કારની ડિલિવરી સમયે રાજલે કાર પર પિતાનો ફોટો લગાવ્યો હતો, પૂજા કર્યા બાદ કાર પાસે ઊભી રહીને તસવીરો ક્લિક કરી હતી. રાજલ બોરોટે લક્ઝુરિયસ મહિન્દ્રા કાર ખરીદી છે. આ કારનું નામ Mahindra XUV700 છે.

Advertisement

જેની કિંમત લાખો રૂપિયામાં જણાવવામાં આવી રહી છે. કાર પર માતા-પિતાની તસવીરો લગાવીને કંકુ અને ફુલહારની પૂજા કર્યા બાદ કાર સોંપવી. કાર સાથે ઉભેલી રાજલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Advertisement

લોકપ્રિય લોકગાયક મણિરાજ બારોટ અને તેમની પત્નીના અવસાન બાદ તેમની ચાર દીકરીઓ એકલી પડી ગઈ હતી. તેમના કોઈ ભાઈ ન હોવાથી, રાજલ બારોટે પણ તેમના પિતાના પગલે ચાલીને લોક ગાયિકા બની અને તેમની બહેનોનો ઉછેર કર્યો.

Advertisement

ત્યાર બાદ રાજલે બે વર્ષ પહેલા રાજલની મોટી બહેન મેઘલના લગ્નમાં અલગ ડ્રેસ પહેર્યો હતો. ગઈકાલે રાજલે તેની બે નાની બહેનોનાં પણ ધામધૂમથી લગ્ન કર્યાં અને તેમને કન્યાદાન કર્યું હતું.

Advertisement

રક્ષાબંધનમાં, બહેન તેના ભાઈના ઘરે જાય છે અને રાખડી બાંધે છે, જ્યારે રાજલ અને તેની 3 બહેનો પોતપોતાના ઘરે એકબીજાને રાખડી બાંધે છે અને એકબીજાને કાયમ સાથે રહેવાનું વચન આપવા કહે છે. તેઓ એકબીજાને વચન આપે છે કે જીવનમાં ગમે તે થાય, તેઓ એકબીજાની પડખે ઊભા રહેશે.

Advertisement

મણિરાજ બારોટની બીજી પુત્રી રાજલ બારોટનો જન્મ બાલવા (પાટણ)માં થયો હતો. રાજલને ગાવાની પહેલી તક તેના પિતાએ આપી હતી. તેમના આશીર્વાદથી રાજલ હવે લોક દિયા અને સ્ટેજ પ્રોગ્રામમાં ખૂબ જ વ્યસ્ત છે.

Advertisement

જુલાઈ 2006માં પહેલીવાર લોકગીત ગાયું હતું. જેના શબ્દો હતા, હેલ ભરીને હું તો હાલું ઉતાવળી અને તે લોકગીત માટે રાજલને પ્રોત્સાહક એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Advertisement

પછી તે ખૂબ જ ખુશ હતી. તેના પિતાના પગલે ચાલીને રાજલ હવે ડાયરા ક્વીન તરીકે જાણીતી છે. 13 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કરનાર રાજલે અત્યાર સુધીમાં 70થી વધુ આલ્બમ્સમાં પ્લેબેક સિંગિંગ કર્યું છે.

Advertisement

જેમાં આઈ જવાની આઈ, જવાની આ જવાની, દશામાની લીમડી, ચુડેલ માંના ધામમાં, લવનો ડેન્ગ્યું, ઢોલો ગુજરાતનો, ઢોલો હાલ્યો પરદેશ, દશામાની પૂજા, અંબેમાંનો ટાઈગર, ગુજરાતની સિંહણ, એકડે એક અંબેમાંની ટેક, ગલોલો, અંબેમાં મોંઘવારી બની ડાકણ, સુરતની ભનજૂરિયુ, આ સિવાય માણીગર ઢોલા અને રાજલ હિરલની ધમાલ જેવા સોંગ્સનો સમાવેશ થાય છે

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite