રાજ્યના કુલ 138 તાલુકામાં જામ્યો વરસાદી માહોલ, 5 દિવસ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની કરી આગાહી.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

રાજ્યના કુલ 138 તાલુકામાં જામ્યો વરસાદી માહોલ, 5 દિવસ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની કરી આગાહી….

Advertisement

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. રાજ્યના કુલ 138 તાલુકાઓમાં રવિવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સૌથી વધુ 2.92 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉમરપરામાં 2.6 ઈંચ, જાંબુઘોડામાં બે ઈંચ, તાપીના સોનગઢમાં 1.72 ઈંચ, ચીખલીમાં 1.64 ઈંચ, ટંકારામાં 1.6 ઈંચ અને ધોળકામાં 1.52 ઈંચ વરસાદ નોંધાયો હતો.

વાવાઝોડાએ અમદાવાદ અને અન્ય કેટલાક વિસ્તારોને પણ લપેટમાં લીધા હતા, જેના કારણે 300 થી વધુ વૃક્ષો પડી ગયા હતા.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે અમદાવાદમાં પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યમાં 5 જુલાઇ સુધી ભારે વરસાદની શક્યતા છે. ખાનગી હવામાનશાસ્ત્રીના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 5 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળી આકાશ જોવા મળશે. આ સાથે વરસાદી ઝાપટાંના કારણે હળવો વરસાદ પણ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

અમદાવાદમાં ભારે વરસાદને કારણે રવિવારે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્હી-અમદાવાદ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને સુરત તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. વરસાદ અને ટેકનિકલ કારણોસર 4 એરલાઈન્સની 5 ફ્લાઈટ્સ 1 કલાકથી 2.20 મિનિટ મોડી પડી હતી. વરસાદ અને પવનને કારણે ઓછી વિઝિબિલિટીના કારણે દિલ્હીથી અમદાવાદ જતી સ્પાઈસ જેટ એરલાઈન્સની ફ્લાઈટને સુરત તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગત મોડી સાંજે રાજ્ય સહિત અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતાં. તો વળી આ તરફ હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો હતો. અને આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હજુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button