ખૂબ સાદું જીવન જીવનાર રાજભા ગઢવી રહે છે આવા આલીશન ઘર માં,પહેલી વાર ઘર ની તસવીરો આવી સામે,જોવો

આજે આપણે વાત કરીશું એક એવા કલાકાર વિશે જેઓની બોલવાની છટા આગળ સૌ કોઈ ફિકા પડી જાય છે,એક એવા કલાકાર જેનાં ડાયરા ની વાહવાહ આખા ગુજરાત માં થાય છે.આપણે આજે રાજભા ગઢવીના જીવન વિશે જાણીશું સાથે સાથે તેમનાં કેટલાક શાહી શોખ જેમકે મોંઘી ગાડીઓ સાથે સાથે મોંઘેરા ઘર વગેરે વિશે વાત કરીશું.
મિત્રો આ પેહલાં હવે સૌથી પહેલાં આપણે જાણીશું રાજભા ના જન્મ થી લઈને પ્રસિધ્ધિ સુધી ની કેટલીક રસપ્રદ વાતો અને સાથે જોઈશું તેમનાં ઘરનાં કેટલાક ફોટા.ગીતો સાંભળવાનો કોને શોખ નથી દરેક લોકો આજે ગીતો, કથા ના શોખીન થઈ ગયા છે.જો ગુજરાતી કલાકારોની વાત કરીએ અને એમાં રાજભા ગઢવીનું નામ ના લઈએ એ ના કહેવાય રાજભા ગઢવી સુરીલો અવાજ દરેક લોકોના દિલમાં નામ બનાવી દીધું છે.
એ છતાં પણ કોઇ પ્રખર લોકસાહિત્યકારને શોભે તેવી તેમની બોલી અને ગાયનશૈલીએ ગુજરાતમાં ઘણી જ ખ્યાતિ મેળવી છે.આજે આપણે એવા એક કલાકારની વાત કરીશું જે ગીરના જંગલમાં સિંહોની વચ્ચે ઉછેરીને મોટા થયા છે.કુદરતી પ્રકૃતિના ખોળે મોટા થયેલા ગાયક કલાકાર એટલ રાજભા ગઢવી.લોકડાયરામાં તેમની વાતો દેશદાઝની લાગણીયુક્ત હોય છે.ધર્મ,સંસ્કારિતા અને લોકસંસ્કૃતિની વાતો તેમની પહેલી પસંદ છે.
હાલાજી અને પટ્ટી ઘોડી, મેરામણજી જાડેજા અને ચારણનો પ્રસંગ, રામવાળા માટે ગીગા બારોટે લખેલ સપારખું જેવી તેમની વીરરસ ભરેલી વાતો આજે ખાસ્સી પ્રસિધ્ધ છે. ગીરમાં કનકાઈ બાણેજ પાસેના લીલાપાણી નેસમાં જન્મેલા રાજભા ગઢવી ક્યારેય શાળાએ નથી ગયા.છતાં આજે ગુજરાતના લોકસાહિત્ય ક્ષેત્રમાં આગળ પડતું નામ ધરાવે છે.રાજભા ગઢવીએ ખંત અને મહેનતથી મોટું નામ કમાયા છે. તેમણે પરિવાર માટે લક્ઝુરિયર્સ ઘર બનાવ્યું છે. રાજભા ગઢવી આજે ફોર્ચ્યુનર કારમાં ફરે છે.
રાજભા ગઢવી હાલમાં કોરોનાના કહેરમાં જરૂરિયાતમંદ લોકોને રાશન પહોંચાડી સેવાકાર્ય પણ કરી રહ્યા છે.તો આવો નજર કરીએ રાજભા ગઢવીના ઘરની તસવીરો પર.મુળ ગીરની મધ્યે આવેલ લીલાપાણી નેસમાંથી આવતા રાજભા ગામડાની પ્રકૃતિમાં રહેનાર છે. નાનપણથી પશુપાલનનો વ્યવસાય હોવાથી તેઓ વગડામાં ભેંસો ચારવા જતાં.ગીરના જંગલમાં કનકાઈ-બાણેજ પાસે લીલાપણી નેસમાં રાજભા ગઢવીનો જન્મ થયો હતો.નેસમાં રહેતા હોવાથી બાળપણથી જ પશુપાલનનું કામ જાણે છે.
રાજભા ગઢવી બાળપણમાં ભેંસો ચરાવતી વખતે રેડિયો સાંભળતા હતા. રેડિયો પર તેઓ હેમુ ગઢવી સહિતના કલાકારોએ સાંભળતા અને ગાયકીના હુન્નર શીખ્યા હતા.રાજભામાં બાળપણથી પ્રતિભા હતી. તેઓ સારું ગાતા હોવાથી તેમના પરિવારજનોએ પ્રોત્સાહન આપ્યું હતું.રાજભાએ વર્ષ 2001 માં સતાધાર નજીકના રામપરા ગામે પોતોના સમાજના એક સંમેલનમાં ગાવાની પહેલી તક મળી હતી.
રાજભા ગઢવીએ આ ગીત ઉપરાંત પણ બીજા ઘણાં ગીતો લખ્યાં છે.જેમાં મરજીવા પાઘડીવાળા, સમરાટ ભાગ્યો શ્વાનથી, દેવાયત બોદરને સપને આવી એની રાજપૂતાણી બેન જેવાં ગીતો લોકડાયરાઓમાં લોકપ્રિય છે.આ સંમેલનમાં એક પ્રખ્યાત કલાકારને આવવાનું મોડું થતાં તેમની જગ્યાએ રાજભાને ગાવાનો ચાન્સ મળ્યો હતો.અહીંથી રાજભા ગઢવીની કિસ્મત બદલાઈ ગઈ હતી.
આ સંમેલનમાં રાજભાઈએ દુહા-છંદ લલકારી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ધીમે ધીમે રાજભાની ખ્યાતિ ફેલાવવા લાગી. રાજભાનો અવાજ પસંદ આવતા ગીર નજીકના ગામોમાં કાર્યક્રમો મળવા લાગી.બાદમાં સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં રાજભાના ડાયરના કાર્યકમો યોજાવા લાગ્યા હતા.આજે રાજભા ગઢવી ભજનિક ઉપરાંત લોકસાહિત્યકાર અને ઉમદા કવિ તરીકે નામના ધરાવે છે.
યુવાન વયના રાજભા ગઢવીએ પ્રકૃતિને સંબોધીને કૃષ્ણ-રાધાના પ્રેમનું ગીત સાયબો ગોવાળીયોની રચના 2003 માં કરેલી. સાયબો મારો ગોવરિયો સહિત અનેક રચનાઓ બનાવી છે.રાજભાએ પોતાના દુહા-છંદ અને લોકોગીતોનું પુસ્તક ‘ગીરની ગંગોત્રી’ બહાર પાડ્યું છે.રાજભાએ ગુજરાત બહાર નાસિક-ઓરિસ્સા અને આફ્રિકામાં પણ કાર્યક્રમો કર્યા છે. રાજભા છેલ્લાં 12 વર્ષથી પરિવાર સાથે ગીર છોડીને જૂનાગઢમાં સ્થાયી થયા છે.
તેમના પરિવારમાં માતા-પિતા ઉપરાંત પત્ની અને બે દીકરી અને એક દીકરો છે.હાલ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સહિત ગુજરાતભરમાં રાજભા ગઢવી એક જાણીતા લોકસાહિત્યકાર તરીકે ઉભરી આવ્યા છે.યુવાન ઉંમરમાં તેમનો બુલંદકંઠ અને બોલવાની છટાથી આજે તેમના હજારો પ્રશંસકો છે.
ગીરના લીલાપાણી નેસમાંથી આવનાર રાજભા ગઢવી ભણેલા નથી.એ છતાં પણ કોઇ પ્રખર લોકસાહિત્યકારને શોભે તેવી તેમની બોલી અને ગાયનશૈલીએ ગુજરાતમાં ઘણી જ ખ્યાતિ મેળવી છે.અભણ હોવા છતાં તેમણે ઘણા ગીતોની પણ રચના કરી છે.
ચારણ કુટુંબમાંથી આવતા રાજભા ગઢવીના લોકડાયરામાં જનમેદની પણ ખાસ્સી જોવા મળે છે.રાજભા ગઢવીનો જન્મ તુલસીશ્યામ નજીક આવેલ બાણેજ પાસેના લીલાપાણી નેસમાં થયેલો.રાજભા ગઢવી પાસે કોઇ શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન નથી પણ તે સૌરાષ્ટ્રની લોકશૈલી અને લોકબોલીના ગીતો,છંદ,સપારખાં પ્રભાવી રીતે ગાઇ શકે છે.લોકસાહિત્ય એ સામાન્ય જનતાના દિલને સ્પર્શ કરતું સાહિત્ય છે.રાજભા આવા ગીતો ગાય ત્યારે લોકોની પુષ્કળ વાહવાહી મેળવી શકે છે.લોકડાયરામાં તેમની વાતો દેશદાઝની લાગણી યુક્ત હોય છે.
ધર્મ,સંસ્કારિતા અને લોકસંસ્કૃતિની વાતો તેમની પહેલી પસંદ છે.હાલાજી અને પટ્ટી ઘોડી,મેરામણજી જાડેજા અને ચારણનો પ્રસંગ, રામવાળા માટે ગીગા બારોટે લખેલ સપારખું જેવી તેમની વીરરસ ભરેલી વાતો આજે ખાસ્સી પ્રસિધ્ધ છે.તેમને કોઇ વ્યસન નથી અને બુલંદ રીતે ગાવાની કળા તેમની આગવી શૈલી છે.
મુળે ગીરની મધ્યે આવેલ લીલાપાણી નેસમાંથી આવતા રાજભા ગામડાની પ્રકૃતિમાં રહેનાર છે.નાનપણથી પશુપાલનનો વ્યવસાય હોવાથી તેઓ વગડામાં ભેંસો ચારવા જતાં.હજી પણ તેઓ ઘરે હોય છે ત્યારે ગીરના જંગલોમાં ભેંસો ચારવાને નીકળી પડે છે.પ્રકૃતિ માટેનો તેમનો પ્રેમ તે ઘણીવાર વ્યક્ત કરે છે.નાનપણમાં ગીરમાં ભેંસ ચરાવવાની સાથે રેડિયો પર ભજન સાંભળતા રાજભા આજે ગુજરાત સહિત આફ્રિકામાં પણ પોતોની સૂરાવલી રેલાવી ચૂક્યા છે.
આજે પ્રખ્યાત લોક સાહિત્યકાર અને કવિ હોવા છતા સામાન્ય અને ગામઠી જીવનશૈલીમાં માને છે.ભણેલ ના હોવા છતાં તેમના રચેલા કાવ્યો પૂજ્ય મોરારીબાપુને પણ પ્રશંસા કરવા પ્રેરે તેવા છે.યુવાન વયના રાજભા ગઢવીએ પ્રકૃતિને સંબોધીને કૃષ્ણ-રાધાના પ્રેમનું ગીત સાયબો ગોવાળીયો ની રચના ૨૦૦૩માં કરેલી.તેમના આ લોકશૈલીના ગીતે એટલી હદે ખ્યાતિ મેળવી છે કે આજે ઘણાં લોકો તેને લોકગીત ધારી બેઠા છે.
અનેક ગુજરાતી ગાયકોએ આ ગીત ગાયેલું છે અને શ્રોતાઓ દ્વારા પણ ઘણીવાર આ ગીત રજૂ કરવાની માંગણી થતી હોય છે. કિર્તીદાન ગઢવી જેવા ખ્યાતનામ ગુજરાતી ગાયકોને પણ આ ગીતે ખાસ્સી પ્રસિધ્ધી અપાવી છે.રાજભા ગઢવીએ આ ગીત ઉપરાંત પણ બીજા ઘણાં ગીતો લખ્યાં છે.જેમાં મરજીવા પાઘડીવાળા,સમરાટ ભાગ્યો શ્વાનથી,દેવાયત બોદરને સપને આવી એની રાજપૂતાણી બેન જેવાં ગીતો લોકડાયરાઓમાં લોકપ્રિય છે.
તેમણે લખેલા દુહા, છંદ, ગીતો વગેરે ગીરની ગંગોત્રી નામના પુસ્તકમાં સંગ્રહિત છેકિર્તીદાન ગઢવી રાજભાને ક્યારેક રાજો ચારણ ના હુલામણા નામથી સંબોધે છે.રાજભા ગઢવીની એક ઔર ઓળખ એમના મહારાણા પ્રતાપ અને ચેતક અશ્વ પ્રત્યેની અદ્ભુત વાતોની પણ છે.રાજભાએ ૨૦૦૧માં પોતાના સમાજના એક કાર્યક્રમમાંથી ગાવાની શરૂઆત કરેલી.કહેવાય છે કે,મુખ્ય કલાકાર થોડા મોડા આવવાથી રાજભાને દુહા,છંદ બોલવાનો મોકો મળેલો.
લોકોને તેમની ગાયકી પસંદ પડેલી અને બસ ત્યારથી રાજભાએ કદી પાછું વળીને જોયું નથી.આજે તેઓ ખ્યાતનામ લોકસાહિત્યકાર તરીકેની નામના ધરાવે છે.રાજભા ગઢવી પોતાના કાર્યક્રમોમાં અચુકપણે જુનાગઢના રા’વંશી રાજા નવઘણની અને તેમના પાલક દેવાયત બોદર અને તેમના ધર્મપત્ની, ઉગો, જાહલ, વાલબાઇ, ભીમડા રખેહરની વાત કરે છે.
તેમની ઉપર તેમણે લોકબોલીના ગીતોની પણ રચના કરી છે.જુનાગઢ પર અણહિલપુરના દુર્લભસેન સોલંકીએ કરેલા આક્રમણમાં ગુજરાત અને સોરઠની સેના વચ્ચે ઉપરકોટમાં યુધ્ધ થયું એમાં જુનાગઢની સેનાની હાર થયેલી.એ પછી સોલંકીઓની નજરમાંથી બાળક રા’નવઘણને બચાવીને આલીદર-બોડીદર ગામના આહિર દેવાયત બોદર અને તેમના ધર્મપત્નીએ બાળક રા’નવઘણને પોતાના પુત્રનું બલિદાન આપીને સાચવ્યો હતો.
રાજભા ગઢવીને આજે ઘણા લોકો ઇસરદાન ગઢવી જેવા પ્રખર લોકસાહિત્યકારની લોક પુરી કરનાર તરીકે પણ જુએ છે.તેમની ઉમદા વાતો અને પહાડી કંઠની ગાયન શૈલી પર લોકો આફરીન પોકારી ઉઠે છે.સાયબો રે ગોવાળીયો રે મારો સાયબો રે ગોવાળીયો.હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ-રાધાની જોડલી.સાયબો શિતળ ચાંદલો રે મારો સાયબો શિતળ ચાંદલો.હું ચકોરી વનરાવનની મારા વાલીડા સાથે રમતી.સાયબા ઘેરો ઘુંઘટો રે મારો સાયબા ઘેરો ઘુંઘટો.હું મૂંગી મર્યાદ.
વાલીડાની સોડમાં હું તો શોભતી.સાયબો મીઠો મેહુલો રે મારો સાયબો મીઠો મેહુલો.હું અષાઢી વીજળી મારા સાયબા સાથે રમતી.સાયબો લીલો વડલો રે મારો સાયબો લીલો વડલો.હું શીરોડી છાંયડી બેય નો આતમ-રાજા એક છે.સાયબો ડુંગર ગીરનો રે મારો સાયબો ડુંગર ગીરનો.હું ડુગરળાની રીંછડી રે મારી શ્યામ-રાધાની જોડલી.
રાજભા ગઢવી દ્વારા લખવામાં આવેલાં આ લોક ગીત ખુબજ પ્રિય બન્યું છે આવો વાંચીએ આ લોક ગીતના શબ્દો.સાયબો છે ગોવાળિયો રે મારો સાયબો છે ગોવાળિયોહું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી.સાયબો ડુંગર ગીરનો રે મારો સાયબો ડુંગર ગીરનો.હું ડુંગરડાની રીંછડી રે મારા વાલમ સાથે રમતી.સાયબો શીતળ ચાંદલો રે મારો સાયબો શીતળ ચાંદલો.
હું ચકોરી વનરાની નિરખું વાલીડાને નયનથી.સાયબો અષાઢી મેહુલો રે મારો સાયબો અષાઢી મેહુલો.હું વાદળ કેરી વીજળી રે માર વાલમ સાથે દીપતીસાયબો ઘેરો ઘુંઘટો રે મારો સાયબો ઘેરો ઘુંઘટો.હું મોંઘી મરજાદ વાલીડાના સંગમાં હું તો શોભતી.સાયબો લીલો વડલો રે મારો સાયબો લીલો વડલોહું શીળુડી છાંયડી રે મારો આતમ રાજા એક છે.સાયબો છે ગોવાળિયો રે મારો સાયબો છે ગોવાળિયો,હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી.