સો વર્ષ પહેલા આવો હતો રાજકોટ નો નજારો,જોવો રંગીલા રાજકોટની દુર્લભ તસવીરો... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ABC

સો વર્ષ પહેલા આવો હતો રાજકોટ નો નજારો,જોવો રંગીલા રાજકોટની દુર્લભ તસવીરો…

Advertisement

પહેલાના જમાનામાં અત્યારની જેમ આધુનિક સુવિધાઓ ન હતી અને લોકોને એક ગામથી બીજા ગામમાં જવું હોય તો પણ પગપાળા જવું પડતું હતું.આજે તેની જગ્યાએ એટલી બધી સુવિધાઓ છે કે તેનાથી કોઈ ફરક પણ પડતો નથી.ઉપરાંત, જો આપણે પહેલાનાં ગામો અને શહેરોની વાત કરીએ તો, ઘણા લોકો પહેલાનાં ગામો વિશે કશું જાણતા નથી.

જે રંગીલા રાજકોટને આપણે આજે જાણીએ છીએ તે 100 વર્ષ પહેલા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સમાં કેવું દેખાતું હતું. નામ સાંભળતા જ લોકો ખુબ ખુશ થઈ જાય છે. રંગીલા રાજકોટની હા, રાજકોટ શહેરની સ્થાપના 1610માં ઠાકોરજી વિભાજીએ કરી હતી.

તે સમયે તેમનું શાસન 282 ચોરસ માઈલ સુધી હતું.પછી 1720માં સોરઠ રેજિમેન્ટના નાયબ સુબેદાર માસુમ ખાને આ શહેરનું નામ રાજકોટથી બદલીને માસુમાબાદ કર્યું.

1732માં તેને હરાવીને મરમનજીના પુત્રનું નામ રાજકોટ રાખવામાં આવ્યું. ત્યારથી રાજકોટ શહેર તરીકે ઓળખાવા લાગ્યું અને રાજકોટ જેવું પ્રથમ શહેર અહીં જોવા મળ્યું.

તે સમયે આજની જેમ ફ્લાઇટની સુવિધા ન હતી, પરંતુ તે સમયે મુંબઈના એલ ગોવિંદ એન્ડ સન્સના ડાકોટા પ્લેન હતા અને લોકો તેમાં મુસાફરી કરતા હતા.

તે સમયે રાજકોટથી મુંબઈની ફ્લાઈટ હતી અને ભાડું રૂ.67 હતું. આમ તો ગાંધીજીના પિતા અહીંના દિવાન હતા, આમ રાજકોટનો ધીમે ધીમે અગાઉના સમયથી વિકાસ થતો ગયો.

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610માં કરવામાં આવી હતી અને ઠાકોરજી વિભજીએ 282 ચોરસ માઇલ વિસ્તારમાં શાસન કર્યું હતું.

1720માં સોરઠ રેજિમેન્ટના નાયબ સુબેહદાર માસુમ ખાનએ શાસકને હરાવ્યો અને રાજકોટનું નામ બદલીને મસુમાબાદ કર્યું. તે પછી 1732ના વર્ષમાં ડેરાફેટેડ શાસક મેરમનજીના પુત્રએ માસુમ ખાનને હરાવીને તેના પિતાની હારનો બદલો લીધો અને ફરી તેનું નામ રાજકોટ રાખ્યું.

100 વર્ષ પહેલા ત્રિકોણબાગ કેવુ દેખાતુ હતુ તે તમે આ તસવીરમાં જોશો તો તમે કદાચ ઓળખી નહીં શકો.કારણ કે આ રસ્તાઓ પર પહેલા ઘોડાગાડી અને હાથગાડી ચાલતી હતી.

ત્યારે ન તો મોટા મોટા વાહનોની અવરજવર હતી કે ન તો એટલી ભીડ હતી.અને આજની તસવીર જોવામાં આવે તો ત્રિકાણબાગને ક્રોસ કરવું હોય તો પણ તમારે 5-10 મિનિટ સિગ્નલ ખુલવાની રાહ જોવી પડે.

પણ આપણા રંગીલા રાજકોટની વાત કંઈક અલગ છે.કારણ કે આ ભીડ વચ્ચે પણ લોકો મજા માણે છે.પહેલાના સમયમાં રેસકોર્સમાં ઘોડાની રેસ થતી હતી. અહિંયા આ રેસને જોવા માટે લોકો આવતા હતા.

ત્યારે ઘોડાની રેસ સૌથી મોટી રમત માનવામાં આવતી હતી.જ્યારે આજના રેસકોર્ષની વાત કરવામાં આવે તો અહિંયા સાંજ પડતા કોલેજના મિત્રો, પરિવારના લોકો અને બાળકોથી આખુ રેસકોર્ષ ઉભરાઈ જાય છે.

પહેલાના સમયમાં કંઈ એરઈન્ડિયા કે ઈન્ડિગોની જેવી વિમાની સેવા ન હતી. પણ ત્યારે મુંબઈની એલ ગોવિંદ એન્ડ સન્સના ડાકોટ વિમાન હતા. અંબિકા એરલાઈન્સના ઉડનખટોલા જેવા વિમાનો હતો.

જેમાં લોકો અવર જવર કરતા હતા.આ વિમાનો મુંબઈથી રાજકોટ આવતા રાજકોટથી વાયા મોરબી ફડો મારીને મુંબઈ વિમાનો જતા હતા.ત્યારે રાજકોટથી મુંબઈનું ભાડુ 67 રૂપિયા હતું.

જ્યારે રાજકોટથી મોરબીનું ભાડુ 10 રૂપિયા હતું. લોકોને ભાડુ મોંઘુ ન પડે એટલે મોરબી સ્ટેટ સબસીડી આપતુ હતુ. પણ હવે તમે આજનું એરપોર્ટ જુઓ તો તમને અહિંયાથી વિદેશની ફ્લાઈટ પણ આરામથી મળી જશે.

આજના એરપોર્ટ પર જાવ તો લોકોનીભીડ પણ તમને જોવા મળે.કબા ગાંધીનો જે ડેલો છે, ત્યાં પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો પરિવાર રહેતો હતો. ગાંધીજીના પિતા કરમચંદ ગાંધીજી રાજકોટ સ્ટેટના દિવાન હતા.

આ મકાન રાજકોટ શહેરનાં જૂના વિસ્તારમાં ધર્મેન્દ્ર રોડની બાજુમાં આવેલું છે.આ મકાન મહાત્માગાંધીજીના પિતા કરમચંદ ગાંધી જ્યારે સૌરાષ્ટ્રના નવાબના દિવાન હતા, તે સમયે વર્ષ 1880-81માં બનાવ્યું હતું.

મહાત્માગાંધીજી પોતાનો શરૂઆતનો અભ્યાસ પોરબંદરમાં પૂર્ણ કરીને પોતાના પિતાની સાથે રાજકોટ આવીને રહ્યા હતાં અને અહીં તેમનો આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો.રાજકોટમાં રાજાશાહી વખતનું અને એક સદી સુધી શહેરમાં પીવાના પાણીનું મહત્વનું સાધન હતું.

આ લાલપરી તળાવમાંથી જ પહેલાના સમયમાં પાણી પુરૂ પાડવામાં આવતુ હતું. લાલપરી તળાવના કાંઠે જ પ્રદ્યુમ્નપાર્ક ઝૂ આવેલું છે.અને આ લાલપરી તળાવલોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.રણજીત વિલાસ પેલેસ રાજકોટના પ્રખ્યાત સ્થળોમાંથી એક છે.

આ ફક્ત ઇતિહાસ અને સંસ્કૃતિને લીધે જ મહત્વપૂર્ણ નથી. પરંતુ પરિવાર અને મિત્રો સાથે ફરવા જવા માટે પણ યોગ્ય સ્થળ છે. લગભગ 225 એકર જમીનમાં ફેલાયેલું રણજીત વિલાસ પેલેસનુ નિર્માણ મહારાજા અમરસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું.

જેને મુગલ, ડચ, ગોથિક, વિક્ટોરિયન વાસ્તુકલાના સંયોજન સાથે બનાવવામાં આવ્યું હતું. પ્રવાસીઓને આ પેલેસની અંદર જવાની અનુમતિ નથી.પરંતુ પ્રવાસીઓ આ પેલેસને બહારથી જોઈ શકાઈ છે

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button