સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના 5 કિસ્સા જાણીને સલામ કરશો,એમના ઘર નો સોફા અંગ્રેજો ઉઠાવી ગયા હતા.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના 5 કિસ્સા જાણીને સલામ કરશો,એમના ઘર નો સોફા અંગ્રેજો ઉઠાવી ગયા હતા..

Advertisement

સરદાર વલ્લભભાઈ પટેલ ૩૧ ઓક્ટોબર ૧૮૭૫-૧૫ ડિસેમ્બર ૧૯૫૦ ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું.

ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે તેમનો ઉછેર ગુજરાતના કરમસદ ગામમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી.

વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી.

અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઇ ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી.

તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું.

અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટે પ્રયત્નો તથા નેતૃત્વ કર્યું હતું સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા.

સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ સર્વ ભારતીય સેવા રાજ્યકારભારની બધી.

બિનલશ્કરી શાખાઓ ના રચયિતા હોવાથી પેટ્રન સૈન્ટ તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે સરદાર ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક હતા.

એક વખત એવું બન્યું કે વલ્લભભાઈનાં પત્ની બીમાર પડ્યાં હતા ઝવેરબાને સારવાર માટે મુંબઈ લઈ જવાં પડ્યાં 11મી જાન્યુઆરી 1909ના દિવસે ઝવેરબાનું અવસાન થયું ટપાલ મારફતે જ્યારે આ સમાચાર વલ્લભભાઈ સુધી પહોંચ્યા ત્યારે.

તેઓ ખૂનના કેસમાં બચાવ પક્ષે દલીલો કરી રહ્યા હતા ટપાલ વાંચ્યા પછી પણ તેઓ અસ્વસ્થ ન થયા ટપાલને કાળા કોટના ખિસ્સામાં મૂકી દીધી અને દલીલો ચાલુ રાખી કેસની સુનાવણી પૂર્ણ થઈ પછી જ તેઓ મુંબઈ જવા માટે રવાના થયા હતા.

અંગ્રેજોએ દંડ વસૂલવા સરદાર પટેલનો સોફો જપ્ત કરાયો એપ્રિલ 1919 ના એ સમયગાળામાં અમદાવાદ વિરમગામ અને નડિયાદમાં તોફાનો થયા હતા એ તોફાનોમાં સંડોવાયેલા મનાતા સંખ્યાબંધ આરોપીઓના બચાવ પક્ષના.

વકીલ તરીકે વલ્લભભાઈ હાજર થયા હતા વલ્લભભાઈની અસરદાર રજૂઆતના કારણે બધા આરોપીઓ નિર્દોષ છૂટ્યા હતા અમદાવાદ શહેર ઉપર નાખવામાં આવેલા રૂપિયા 9 લાખના દંડમાં વલ્લભભાઈ અને વકીલ ડોક્ટર બળવંતરાય કાનુગાએ પણ પોતાનો ભાગ ચૂકવવો પડ્યો.

ડૉ.કાનુગાને ત્યાંથી વસૂલ કરવા જેટલી રકમ અંગ્રેજ અમલદારે કાઢી લીધી પણ સરદાર સાહેબના ઘરેથી એટલી રકમ ન મળતાં તેમના દીવાનખંડનો સોફો જપ્ત કરી લેવાયો અમદાવાદમાં વકીલાત દરમિયાન બેરિસ્ટર વલ્લભભાઈ પટેલ દરરોજ સાંજનો સમય ભદ્ર વિસ્તારમાં આવેલી ગુજરાત ક્લબમાં જ વિતાવતા.

સિગારેટના ડબ્બા ખાલી થતા પત્તાં રમતા સરદાર પટેલ આ સમયે અવારનવાર ગાંધીજીના કરિશ્મા વિશે કહેતા પણ ખરા આ ગાંધીમાં એવું તો શું છે કે બધા તેમને સાંભળવા ભેગા થઈ જાય છે જો કે સમય જતાં વલ્લભભાઈ પટેલ પણ ગાંધી વિચારોથી પ્રેરાયા અને સત્યાગ્રહની લડતમાં જોડાયા હતા.

વર્ષ 1928માં ગાંધીજીના કહેવાથી બારડોલી સત્યાગ્રહનું કાબેલ નેતૃત્વ વલ્લભભાઈ પટેલે કર્યું હતું આ નેતૃત્વ રંગ લાવ્યું અને પ્રજા એમને સરદારના હુલામણા નામથી સંબોધવા લાગી સરદાર પટેલના અવસાન બાદ જ્યારે એમનું બેંક બેલેન્સ ખબર પડી તો એ જાણીને સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા.

સરદારની અંગત મૂડી તરીકે માત્ર 237 રૂપિયાનું બેલેન્સ હતું સરદાર પટેલ જીવ્યા ત્યાં સુધી કોંગ્રેસ પક્ષના ખજાનચી હતા અવસાન પછી જ્યારે એમનાં દીકરી મણિબહેને પક્ષના હિસાબની વિગતો પક્ષના નેતાઓને સોંપી તો ખબર પડી કે સરદાર સાહેબે એક પણ રૂપિયો પોતાના અંગત કામ માટે વાપર્યો નહોતો જ્યારે સરદારે પોતાના સંબંધો અને વગ વાપરીને પક્ષ માટે ભંડોળ ભેગું કર્યું હતું.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button