સાવધાન, આજે ગુજરાતમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

સાવધાન, આજે ગુજરાતમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ…

દક્ષિણ પશ્ચિમ ચોમાસાના કારણે દેશના ઘણા ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ ચાલુ છે છેલ્લા એક સપ્તાહમાં કેરળ ઉત્તરાખંડ ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં અવિરત વરસાદને કારણે ભારે નુકસાન થયું છે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે.

કે 16 જુલાઈ સુધી મધ્ય પશ્ચિમ અને પૂર્વીય ભાગો સહિત ઘણા વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહેશે દેશના અને આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે સતત છેલ્લા 13 દિવસમાં સમગ્ર દેશની વાત કરીએ તો સામાન્ય કરતા વધુ વરસાદ થયો છે.

Advertisement

આખા દેશની મંગળવાર સુધીની સરેરાશ પર નજર કરીએ તો લગભગ 290 મીમી જેટલો વરસાદ નોંધાયો છે જે સામાન્ય કરતા 9 ટકા વધુ છે જો કે ઝારખંડ -49 કેરળ -24 ટકા ત્રિપુરા -24 ટકા પશ્ચિમ બંગાળ -24 ટકા બિહાર -36 ટકા નાગાલેન્ડ -8 ટકા અને લદ્દાખમાં સરેરાશ વરસાદ -49 ટકા નીચો રહ્યો છે.

ઉપર જણાવેલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને છોડીને અન્ય તમામ સ્થળોએ સામાન્ય અથવા તેનાથી વધુ વરસાદ થયો છે વધુમાં આવતીકાલે એટલે કે તા.16 જુલાઈના રોજ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ મોરબી જામનગર વલસાડ કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

વરસાદી આફતને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે નોંધનિય છે કે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઇને CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરૂમની મુલાકાત લઇ મુખ્યમંત્રીએ નવસારી અને વલસાડના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી.

અને બંને નવસારી જિલ્લાની વિકટ સ્થિતિનો તાગ મેળવ્યો હતો નોંધનિય છે કે ગઇકાલે ગુરુવારે રાજ્યના 203 તાલુકામાં વરસાદ પડયો હતો જેમાં સૌથી વધુ વરસાદ ચીખલીમાં 8 ઇંચ નોંધાયો હતો જ્યારે ગણદેવીમાં 8, નવસારીમાં 7.5 ઇંચ ધરમપુરમાં 3 કપરાડા વાસંદા અને જલાલપુરમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

Advertisement

તેમજ સુત્રાપાડા અને ડોલવણમાં 6-6 ઇંચ માણાવદર કુતિયાણા અને વઘઇમાં 5 ઇંચ તાળાળા રાણાવા વ્યારા ખેરગામ અને ચોર્યાસીમાં 4 ઇંચ બારડોલી વાપી અને પારડીમાં 3.5 ઇંચ, વલોદ અને માળીયામાં 3 ઇંચ ખાંભા જેતપુર ખંભાળીયા વંથલીમાં 2.5 ઇંચ ઉપરાંત પોરબંદર સુબીર મહુવા જેસરમાં 2 ઇંચથી વધુ વરસાદ પડયો હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું હતુ.

માહિતી માટે તમને જણાવી દઈએ કે દેશમાં 1 જૂનથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું શરૂ થયું હતું અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ તટીય ઓડિશા પર રચાયેલી લો પ્રેશર સિસ્ટમ અને ખાડીમાંથી આવતા મજબૂત પશ્ચિમી પવનો સહિતના ઘણા કારણોસર ચોમાસું સક્રિય છે.

Advertisement

બંગાળનું બનેલું ગુજરાતમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં અત્યાર સુધીમાં 83 લોકોના મોત થયા છે 31,000 લોકો વિસ્થાપિત થયા છે જ્યારે 500 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે.

NDRFની 18 ટુકડીઓ અલગ-અલગ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે જેથી જરૂર પડ્યે મદદ લઈ શકાય ગુજરાતમાં વરસાદને કારણે 6 વિસ્તારો નવસારી વલસાડ ડાંગ નર્મદા છોટા ઉદેપુર અને પંચમહાલ સૌથી વધુ પ્રભાવિત થયા છે હવામાન વિભાગે ગુજરાતમાં 16 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite