સાવધાન, આગામી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં થશે ભારેથી અતિભારે વરસાદ, આ વિસ્તારોમાં રેડ એલર્ટ….

રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. રાજ્યમાં 3 દિવસ સુધી ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાની ધારણા છે. આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ કચ્છમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડી શકે છે. જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ અને ખેડામાં પણ ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 60 ટકા વરસાદ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલી, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબીમાં આજે ભારે વરસાદ પડશે.
કાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબીમાં જ્યારે મંગળવારે બનાસકાંઠા, પાટણ, વલસાડ, દમણ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં 21 ઈંચ સાથે સિઝનનો 61 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 27 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ 19 ઈંચ વરસાદ કચ્છમાં 104 ટકા, દક્ષિણ ગુજરાતમાં 44 ઈંચ અને 76 ટકા, સૌરાષ્ટ્રમાં 17 ઈંચ અને 59 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 16 ઈંચ અને 51 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 10 ઈંચ વરસાદ સાથે 36 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ સિવાય, નર્મદા એવો જિલ્લો છે જ્યાં 100% થી વધુ વરસાદ પડે છે. 43 ઈંચ સાથે નર્મદામાં સિઝનનો 102 ટકા વરસાદ નોંધાયો છે. ઈંચની વાત કરીએ તો વલસાડમાં સૌથી વધુ 77 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદ થવાની સંભાવના છે. સાથે સૌરાષ્ટ્ર, બનસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે.