શુ તમે જાણો છો સુરતમાં પણ આવેલું છે માં મોગલ નું ચમત્કારી મંદિર,દર્શન માત્ર થી પૂર્ણ થાય છે મનોકામના…

દરેક સમાજની એક આઈ હોય છે પણ માં મોગલ એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે માં મોગલ વિશે તો તમે સાંભળ્યું જ હશે માં મોગલ ના પરચા અપરંપાર છે.
કહેવાય છે કે મા મોગલ પોતાના ધામમાં હાજરાહજૂર બિરાજમાન છે અને પોતાના દર્શને આવતા તમામ ભક્તોનાં દુઃખોને સાંભળે છે તેઓ દ્વારા માંગવામાં આવતી તમામ મનોકામનાઓ મા મોગલ પૂર્ણ કરે છે.
ત્યારે આજે અમે માં મોગલ ના આવા જ એક પવિત્ર ધામ વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ કે ભારત એક ધાર્મિક દેશ છે અને અહીં દેવી દેવતાઓના ઘણા મંદિરો આવેલા છે.
ભક્તો તમામ દેવી-દેવતાઓની ખૂબ જ પૂજા અર્ચના કરતા હોય છે આ ઉપરાંત હજારોની સંખ્યામાં લોકો મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે આજે આપણે વાત કરીશું પીપોદરા માં સ્થિત માં મોગલ ના મંદિર વિશે કે જ્યાં માં મોગલ સાક્ષાત બિરાજમાન હોવાનું માનવામાં આવે છે.
કહેવાય છે કે અહીં દર્શને આવતા તમામ ભક્તોની મનોકામનાઓ મા મોગલ પૂર્ણ કરે છે અને તેમનું જીવન આનંદથી ભરી દે છે માં મોગલના માત્ર આશીર્વાદથી ભક્તોના તમામ દુઃખ દર્દ દૂર થતા હોય છે.
લોકો દૂર-દૂરથી પીપોદરા સ્થિત મોગલ ધામમાં દર્શન કરવા માટે ઉમટી પડે છે માં મોગલ અહીં તેમના તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે માં મોગલના આશીર્વાદ માત્રથી નિ:સંતાનોના ઘરે સંતાનસુખ પ્રાપ્ત થયું છે.
આ ઉપરાંત ગમે તેવું દુઃખ કે ના હોય માં મોગલ હંમેશા પોતાના ભક્તોની દુઃખમાંથી તારી લે છે તમને જણાવી દઈએ કે અહીં હંમેશા ભક્તોની ભીડ રહેતી હોય છે પરંતુ મંગળવાર અને રવિવારના રોજ ખૂબ જ વધારે પ્રમાણમાં ભક્તો ઊમટી પડે છે.
મા મોગલ ક્યારેય પોતાના ભક્તોને દુઃખમાં જોઈ શકતા નથી મા મોગલે પોતાના ભક્તોના દુઃખ દૂર કર્યા હોય તેવા તો કેટલાય કિસ્સાઓ આપણી સમક્ષ છે અવારનવાર તેમના પરચાના કિસ્સાઓ આપણી સામે આવતા રહે છે.
મોગલ ધામમાં દર્શને આવતા કોઈપણ વ્યક્તિ પાસેથી દાન કે ભેટ લેવામાં આવતું નથી કહેવાય છે કે માં મોગલ તો સાચા દિલથી કરવામાં આવતી પ્રાર્થના માં જ પ્રસન્ન થઈ જાય છે તેમને પ્રસન્ન કરવા માટે દાન કે ભેટ ની આવશ્યકતા નથી.
માત્ર પીપોદરા માં જ નહીં પરંતુ ગુજરાતમાં મા મોગલ ના કુલ ચાર ધામ છે અને આ ચારેય ધામોમાં હંમેશા ભક્તો ના ટોળા જોવા મળતા હોય છે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાંથી પણ લોકો મોગલ માં ના દર્શન કરવા માટે અહીં આવી પહોંચતા હોય છે.
મોગલ માં ના પિતાનું નામ દેવસુર ધાંધણીયા અને માતાનું નામ રાણબાઈ માં હતું આઈનું જન્મ સ્થળ ભીમરાણા છે મોગલ માતાના જન્મ વિશે એવું કહેવાય છે કે તેમનું જન્મસ્થાન દ્વારકા-બેટદ્વારકા વચ્ચે આવેલું ભીંગરાળા ગામ છે.
આશરે 1800થી 2000 વર્ષ પહેલા મોગલ માતાજીનો ભીંગરાળામાં જન્મ થયો હતો ગુજરાતમાં માતાજીના મુખ્ય ચાર ધામો છે જેમાં માઁ દ્વારકા ગોરયાળી-બગસરા રાણેસર બાવળા અને ભગુડા ધામ છે ભગુડા ગામ વિશે પણ ઐતિહાસિક લોકવાયકા છે માં ના પરચા અપરંપાર છે.
માતા એ ધણા પરચાઓ દેખાડા છે તેમનો એક પરચો આ છે માં એ આ પરચો વાંજીએ દેખાડયો અને અળદના દાણા નાખી જંગલ પણ વાંજીએ સળગાવ્યું મોગલ માં ગોરવીયાળીની ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે.
ધરતીમાં સમાતા સમયે મોગલ માંના શબ્દો હતા કે બાપ ચારણો માટે હરહંમેશ આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબળીયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ અન્ય કુળમાં આઈ નો અવતરે નવ લાખ લોબળીયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે.
મોગલ માં જ્યારે ધરતીમાં સમાયા તે સમયે એ માં એ પરણેતરનો પોષાક પહેર્યો હતો આઈ બોલ્યા કે આ પોષાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરીવાર છે તે દર ત્રણ વર્ષે માંને આ પોષાક પહેરાવે એટલા માટે મોગલ માંનો તરવાળો રાતના ૧૨ વાગ્યે પહેરાય છે માં ના ચરણે આવતા ભક્તો ના ડબધા દુખ દૂર કરે છે માં મોગલ.