પ્રભુ સૂર્યદેવના આ નામનો જાપ કરવાથી મળશે અનન્ય ફળ અને થશે કંઈક એવું પણ તમે પણ ક્યારેય વિચાર્યું નહીં હોય.
ભગવાન સૂર્ય પરમાત્મા નારાયણનું સાક્ષાત પ્રતીક છે, એટલા માટે જ તેને સૂર્ય નારાયણ કહેવાય છે. ભગવાન સૂર્ય પ્રત્યક્ષ દેવતા છે અને સમસ્ત ચરાચર પ્રાણીઓનો આધાર છે અને એટલા માટે જ ત્રિકાળ સંધ્યામાં સૂર્ય રુપથી ભગવાન નારાયણની આરાધના કરવામાં આવે છે. તેમની ઉપાસનાથી તેજ, બળ, આયુષ્ય તેમજ નેત્ર જ્યોતિની વૃદ્ધિ થાય છે.
ભગવાન સૂર્યનું અવતરણ સંસારના કલ્યાણ માટે છે. તે સમસ્ત જીવને ચેતના પ્રદાન કરે છે. તેઓ પોતાના ઉપાસકો પર વિશેષ સ્નેહ રાખે છે.પ્રાચીન કાળથી જ સૂર્ય દેવને અર્ધ્ય આપી સવારની શરૂઆત કરવાની પરંપરા છે. કળયુગમાં સૂર્યદેવને સાક્ષાત દેવ માનવામાં આવે છે. જેમના દર્શન આપણે સવારથી સાંજ સુધી કરી શકીએ છીએ.
જે વ્યક્તિ સૂર્ય ઉપાસના કરે છે તે રોગ-શોકથી દૂર રહે છે. અને તેના ઘર-પરીવારમાં ખુશી અને શાંતિ છવાયેલી રહે છે. સૂર્યની ઊર્જા જેટલો જ પ્રભાવ તેમના 21 નામમાં છે. દર રોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી ઝડપથી ફળ મળે છે. આ મંત્રનો જાપ કરવાથી પાપનો નાશ થાય છે અને યશ, માનની વૃદ્ધિ થાય છે.
તો હવે જાણો સૂર્યના 21 નામ કયા કયા છે. વકર્તન, વિવસ્વાન, માર્તંડ, ભાસ્કર, રવિ, લોકપ્રકાશક, શ્રીમાન, લોક ચક્ષુ, ગૃહેશ્વર, લોક સાક્ષી, ત્રિલોકેશ, કર્તા, હર્તા, તમિસ્ત્રહા, તપન, તાપન, શુચિ, સપ્તાશ્વવાહન, ગભસ્તિહસ્ત, બ્રહ્મા, સર્વદેવનમસ્કૃત.
તો કાલ સવારથી જ કરો શરૂઆત અને થાવ સફળ.