માં મોગલ નો ચમત્કાર/ યુવક ની બીમારી ડોક્ટરના મટાડી શક્યા પણ માં મોગલે મટાડી દીધી,પછી મણિધર બાપુ એ શુ કહ્યું જાણો..

મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.
માં મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે.
માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે અને જીવનમાં દુઃખ દૂર થયા છે.
માં મોગલ પૈસાની જરૂર નથી પરંતુ ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે મનિધર બાપુ નું કહેવું છે કે ફક્ત માં મોગલ ઉપર સાચા દિલથી અને શ્રદ્ધા રાખવાથી તમામ કાર્ય સો ટકા પૂર્ણ થશે અને માં મોગલ ઉપર ચોક્કસ રીતે વિશ્વાસ રાખવો જોઈએ.
મણીધર બાપુ જણાવે છે કે માં મોગલ ને યાદ કરવાથી તમારા સંપૂર્ણ કામ ચોક્કસ રીતે પૂર્ણ થઇ જશે કબરાઉ ખાતે આવેલ મંદિરમાં મણીધર બાપુ બિરાજમાન છે અને મોટી સંખ્યામાં લોકો અહીં દૂર દૂરથી આવતા હોય છે.
મણીધર બાપુ દ્વારા અવાર-નવાર લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે કહેતા હોય છે.થોડા સમય પહેલા એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલ ધામ આવ્યો હતો. તે તેની સાથે 11 હજાર એકસો અગિયાર રૂપિયા લઇને આવ્યો હતો.
માં મોગલ ના દર્શન કર્યા અને મણીધર બાપુના આશીર્વાદ લેવા પોહચ્યા ત્યારે તે યુવકે કહ્યું કે હું ઘણા વર્ષોથી હૃદયની સમસ્યાથી પીડાતો હતો. મે ઘણી દવાઓ કરાવી પણ ફરક પડ્યો ન હતો. મારું મનોબળ પણ તૂટી ગયું હતું.
પરંતુ મેં માં મોગલની પૂજા કરી અને તેમને પ્રાર્થના કરી અને પ્રાર્થના કરી કે મોગલે મારી પીડા દૂર કરી. એટલા માટે હું માનતા ના રૂપે આ 11 હજાર એકસોને અગીયાર રૂપિયા હું માં મોગલ ના ચરણોમાં અર્પણ કરવા માંગુ છું
મણીધર બાપુએ પૂછ્યું કે તારી બહેનો કેટલી છે ત્યારે તે યુવકે કહ્યું કે બે બહેનો છે. પછી મણીધર બાપુએ એ પૈસા પાછા આપ્યા અને કહ્યું કે તારી બંને બહેનોને સરખા ભાગે વહેંચી દેજે તારી દરેક માનતા માં મોગલે સ્વીકારી લીધી છે.
વધુમાં મણીધર બાપુએ જણાવ્યું કે આ કોઈ ચમત્કાર નથી આ તો તારો માં મોગલ પરનો વિશ્વાસ અને શ્રધ્ધા ના કારણે તમારી મનોકામના પુરી થઈ છે અને તારી હૃદયની સમસ્યા દૂર થઈ છે તે કોઈ ચમત્કાર નથી. આતો માં મોગલ પર તમારો વિશ્વાસ છે. પણ અંધશ્રધ્ધા માં ના પડો તેમ કહીને મણીધર બાપુ એ આર્શીવાદ તેમને આશીર્વાદ આપ્યા