હું બરાડા પાડું કે રડું તો પણ એ જાનવર ની જેમ મારી જોડે આવી રીતે કરતો,આગળ પાછળ કરે છતાં પણ..

રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ દારૂના નશામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની પોલીસમાં રાવ કરી છે પીડિયા પરિણીતાને લગ્ન જીવનને 12 વર્ષ થયાં છે બે સગીર દીકરીઓ છે.
ત્યારે પતિ ભાવેશ રંગાણી સગીર દીકરીઓની હાજરીમાં જ પત્ની પાસે સે**ની માંગણી કરતો હોવાનો આરોપ લગાવ્યો છે પરિણીતાનું કહેવું છે કે પતિ ભાવેશને દેણું વધી જતા ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
મકાન વેંચીને રૂપિયાનું દેણું ચૂકતે કર્યું હતું જોકે દારૂની લત એટલે હદે લાગી હતી કે પતિ ભાવેશ દારૂ પી સોશ્યલ મીડિયામાં ન્યૂડ વીડિયો જોતો હતો અને પત્ની પાસે સંતાનોની હાજરીમાં જ સે**ની માંગણી કરતો હતો.
પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે બન્ને દીકરીની હાજરીમાં જાહેરમાં શૌચક્રિયા કરી લેતો જેને કારણે દીકરીઓ પણ આવું શીખતી હતી દીકરીઓની હાજરીમાં પરિણીતાને ફરજીયાત સાથે સે** કરવા દબાણ કરતો હતો.
પરિણીતાએ સસરાને જાણ કરતા સસરાએ કહ્યું હતું કે રૂપિયા વાળાના સંતાનો દારૂ પીવે તેમાં કોઈ મોટી વાત નથી જોકે પરિણીતાને ત્રણ દિવસ ઘરમાં પુરીને માર મારવામાં આવ્યો હતો અને ગોંધી રાખી હોવાની પોલીસને ફરિયાદ મળતા બી ડિવિઝન પોલીસે પીડિતાને મુક્ત કરાવી હતી.
ઘરમાંથી પોલીસને દારૂની ખાલી બોટલો મળી હતી જેથી ભાવેશ રંગાણી દારૂ પીતો હોવાની પોલીસ પાસે કબૂલાત આપી હતી પીડિતા મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી.
ત્યારે બેલીમ મેડમ નામના પોલીસ કર્મીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અચરવાના ગુનો નોંધવાની ના પાડી દીધી હતી અને માત્ર માનસિક ત્રાસનું ફરિયાદ નોંધવાનું કહ્યું હતું જોકે હવે પીડિતાને પોલીસ ક્યારે ન્યાય અપાવે છે.
તે જોવું રહ્યું વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે,તા.28ના વહેલી સવારે મોકો મળતા મેં મારા ભાઇને મોબાઇલમાં મેસેજ કરી મને મુક્ત કરાવવાનું કહેતા મારો ભાઇ અને બી. ડિવિઝન પોલીસ આવી હતી.
અને મને ભાવેશના સકંજામાંથી મુક્ત કરાવી હતી ત્યારબાદ હું અને મારો ભાઇ મહિલા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, મેં મારી વ્યથા વર્ણવી અને તે મુજબ ફરિયાદ કરવાનું કહેતા PSI બેલીમે માત્ર ત્રાસની જ ફરિયાદ લઇશું દુષ્કર્મ કે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય થયું તેવી કોઇ વાત ફરિયાદમાં લઇશું નહીં.
તેમ કહી મને કાઢી મૂકી હતી પરિણીતાએ કહ્યું હતું કે ગૃહસંસાર બચાવવા હું મૂંગે મોઢે તેનો ત્રાસ સહન કર્યે જતી હતી નશાને કારણે પતિ ભાવેશ ધંધા પર પણ પૂરું ધ્યાન આપતો નહોતો અને બે વખત દેણું થઇ જતાં મારા સસરાએ ખેતીની જમીન અને ફ્લેટ વેચી દેણું ચૂકતે કર્યું હતું.
પરંતુ હવે દીકરીઓની નજર સામે થતા આવા ત્રાસ સહન કરવાની હિંમત ખૂટી જતા હું ફરિયાદ કરવા માંગુ છું આખરે મીડિયાનો સહારો લીધા બાદ અંતે પોલીસે મહિલાના પતિ ભાવેશ રંગાણી સામે આઇપીસી કલમ 377 અને 323 મુજબ બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુધ્ધ કૃત્ય.
અને માર મારવા અંગે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે સ્ત્રી ઉપર થતાં ત્રાસને લીધે સ્ત્રીઓના રક્ષણ માટે કાયદા છે અને સ્ત્રીઓ રક્ષણ મેળવવા માટે કેસ કરે પણ છે પણ સૌથી મહત્વની ભૂમિકા છે કાયદાનો અમલ અને તેની જવાબદારી કાયદાના અધિકારીઓ અને પોલીસ પર છે.
સરકારના ગૃહ વિભાગે 1989માં આવા કિસ્સાઓમાં ગુનેગાર છુટી ન જાય અને તેને યોગ્ય શિક્ષા થાય તે માટે એક પરિપત્ર જાહેર કરેલ છે જેમાં ખાસ કરીને કાયદાનાં અમલીકરણ માટે પોલીસ અધિકારીને કે મહિલા સુરક્ષા સમિતિએ તપાસ અંગેની કાર્યવાહી કેવી રીતે થવી જોઇએ.
તે વિશે ખાસ માર્ગદર્શન આપેલ છે છતાં મહિલા પોલીસની ઢીલી નીતિએ પરિણીતાને વધુ દુઃખી કરી હતી રુંધાઈ ગયેલી કે કચડાઈ ગયેલી સ્ત્રી પોતાના ઉપર થતા અત્યાચારનો વિરોધ કરી શકતી નથી કારણ કે એની પાસે કોઈનો સહકાર નથી હોતો.
આજના સમયમાં ડોમેસ્ટિક વાયોલન્સ અથવા ઘરેલુ હિંસા સામે સૌથી મોટો સવાલ એ છે કે જો પોલીસ આ પ્રકારની આપખુદશાહી દાખવે સ્ત્રી ક્યાં જાય?આ બધાં સમય દરમિયાન જ્યારે સ્ત્રી પોતાના માનસિક અને શારીરિક સંઘર્ષોમાંથી પસાર થતી હોય ત્યારે.
જો એના પર માનસિક અત્યાચાર કે શારીરિક પીડા આપવામાં આવે તો એનું જીવન કેટલું દુષ્કર થઈ જાય એનો વિચાર મહિલા પોલીસને કેમ નહીં આવતો હોય ત્યારે હવે પરિણીતાના અરણ્યરુદનની હૃદયદ્રાવક ઘટના બાદ તે ન્યાયની માંગ કરી રહી છે.