પત્ની દાણા જોવડાવવા જવાનું કહી પ્રેમી ભુવાને મળવા જતી,એક દિવસ ભુવાએ પરસેવો છોડાવી દીધો..

જ્યારે સ્ત્રી અને પુરુષ લગ્નના બંધનમાં બંધાય છે ત્યારે તેને આ સંબંધ સાથે ઘણી બધી આશાઓ હોય છે લવ મેરેજ હોય અથવા અરેન્જ મેરેજ શરુઆતમાં દરેક લોકોને તે સમજવામાં થોડો સમય લાગે છે કે આ સંબંધ કેવો હોવો જોઈએ.
ઘણા લોકો વિચારે છે કે પતિ પત્નીના સંબંધમાં વિશ્વાસ અને પ્રેમ જ ઘણો છે પરંતુ આજના સમય એક એવો કિસ્સો સામે આવ્યો છે કે આ સબંધ ને કલંકિત કરે છે તો ચાલો જાણીએ શું હે સમગ્ર મામલો કેસની હકીકત મુજબ રાજકોટનાના જુનાથોરાળા વિસ્તારમાં 2 રહેતા એક યુવાનના લગ્ન જામનગર મુકામે રહેતી યુવતી સાથે વર્ષ 2014ની સાલમાં થયેલ હતા.
ખને પરણીતા સાસરે રાજકોટ રહેવા આવેલ હતી આ પછી પરણીતાનો પરીવાર ભુવા પાસે દાણા જોવડાવવામાં વિશ્વાસ રાખતો હોઈ પરણીતા અવાર નવાર જામનગર તેના પીયર જતી હતી અને ત્યાં એક તાંત્રિક ભુવા સાથે લગ્ન બાહયતર સંબંધો બંધાઈ ગયા હતા.
અને ત્યાં સુધી કે પરણીતા રાજકોટની સરકારી હોસ્પીટલમાં દાખલ થયેલ તો સારવાર પત્રમાં પણ તેણે પતિના નામની જગ્યાએ આ ભુવાનું નામ લખાવેલ હતું અને એક વખત પરણીતા પોતાના પ્રેમી સાથે વાત કરવા માટે ખુબ આતુર બનતા તેના મોબાઈલનું રીચાર્જ ખતમ થઈ ગયેલ હોઈ.
તેણે પોતાના જેઠના પુત્રના મોબાઈલમાંથી પ્રેમી ભુવાને ફોન લગાડેલ અને લાંબી બીભસ્ત વાતો કરી આ સમયે જેઠના પુત્રના ફોનનું ઓટો રેકોર્ડીંગ ચાલુ હોઈ આ તમામ વાત ફોનમાં રેકોર્ડ થઈ ગયેલાં અને સાસરા ને આ સંબંધની જાણ થઈ જતાં પરણીતા પોતાના માવતરે જતી રહી હતી.
અને પછી પતિએ પરણીતાના કબાટની તલાશી લેતા તેમાથી ભુવાએ તેને લોહીથી લખેલા પત્રો નીકળેલ તથા તેના અને ભુવાના ફોટાપણ સાસરીયાને મળી આવેલ હતા માવતરે જઈ પરણીતાએ પતિ જેઠ જેઠાણી ઉપર જામનગરની ફોજદારી કોર્ટમાં ઘરેલુ હિંસાનીની અરજી દાખલ કરી.
અને તે અરજી સાથે વચગાળમાં પતિ પાસે ભરણ પોષણ અને પાંચ લાખ માનસીક નુકશાની વળતરની માંગ કરી હતી અદાલત મા આવી સ્ત્રી અત્યાચારની ફરીયાદ થતા જામનગરની અદાલતે તમામ સાસરીયાને નોટીસ કરતા સાસરીયા પોતાના વકીલ સંદીપ અંતાણી મારફતે.
હાજર થયેલ અને પોતાનો જવાબ રજુ કરેલ પરણીતાએ પોતાના પ્રેમી ભુવા સાથે જે ખરાબ વાતો કરેલ તે ફોન રેકોર્ડીંગની પેનડ્રાઈવ, ભુવાએ પરણીતાને લોહીથી લખેલ પત્રો અને પરણીતાના સારવાર પત્રો જેમા પતિના નામની જગ્યાએ ભુવાનું નામ તેણે લખાવેલ તે તમામ પુરાવાઓ અદાલતમાં રજુ કર્યા હતા.
લંબાણ પુર્વક દલીલો કરી અદાલતને જણાવેલ કે હાલના કાયદામાં જો પત્ની ચરીત્રહીન જીવન જીવતી હોવાનો લેસમાત્ર પુરાવો હોય તો તેની વચગાળાની અરજી મંજુર કરી શકાતી નથી એડવોકેટ શ્રી અંતાણીની તમામ દલીલો થી સહમત થઈ.
જામનગરની ફોજદારી અદાલતે વચગાળાના પોતાના ચુકાદામાં એવી નોંધ કરેલ કે પરણીતાની ફોનની વાતચીત રેકર્ડ પર છે અને આ વાતચીત જોતા અરજદારને પ્રેમી સાથે લગ્ન બાહયતર સંબંધ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સાબીત થાય છે.
અને પરણીતાને પતિ સાથે નહીં રહેવાનું પુરતું કારણ નથી આવી ચુકાદા ટકોર સાથે જામનગરની ફોજદારી અદાલતે પરણીતાની વચગાળાની રાહતોની માંગ કરતી અરજી રદ કરવાનો હુકમ ફરમાવ્યો હતો જેથી સાસરીયાઓ એ રાહતની શ્વાસ લીધો હતો