તમારા જૂના અને ફાટેલાં પાકિટ નો આ રીતે કરો ઉપયોગ, ક્યારે તમારું ખિસ્સું ખાલી નહિ રહે….

આર્થિક સમૃદ્ધિ એ દરેક મનુષ્યની ઈચ્છા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું ખિસ્સું પૈસાથી ભરેલું હોય. કહેવાય છે કે ફાટેલા કપડા, ફાટેલી વસ્તુઓ તમારી સાથે ન રાખવી જોઈએ. તેનાથી ગરીબી આવે છે અને નકારાત્મક ઉર્જા આવે છે. પણ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે,
જે ક્ષતિગ્રસ્ત કે ફાટી જવા પર પણ તમારા માટે ઉપયોગી છે. તેમાંથી એક ફાટેલું પાકીટ છે. જેની મદદથી તમે તમારું નસીબ ચમકાવી શકો છો. આવો અમે તમને જણાવીએ કે જૂના પાકીટનું શું કરવું જોઈએ જેથી પૈસાનો પ્રવાહ ક્યારેય ઓછો ન થાય.
જો તમે નવું પાકીટ ખરીદી રહ્યા છો અને મૂંઝવણમાં છો કે તે જૂનાની જેમ ભાગ્યશાળી સાબિત થશે કે નહીં, તો તેના માટે જૂના પાકીટ સાથે સંબંધિત એક ઉપાય જણાવવામાં આવ્યો છે.જૂના પાકીટ 1 રૂપિયાનો સિક્કો મૂકો અને તેને લાલ કપડામાં લપેટી રાખો. આમ કરવાથી જે રીતે પહેલા પૈસા જૂના પાકીટમાં રહે છે, તે જ રીતે નવું પાકીટ ક્યારેય ખાલી નહીં થાય.
ચોખાના દાણા. જો પાકીટ ફાટી ગયું હોય, ભલે તે જૂનું હોય તો પણ તેને ક્યારેય ફેંકશો નહીં. જૂના પાકીટમાં ચોખાના દાણા નાખીને રાખો. જ્યારે તમે નવું પાકીટ વાપરવા માંગતા હોવ તો તેમાં સૌથી પહેલા આ ચોખા નાખો. આ કરવાથી નવા પાકીટમાં પણ સકારાત્મક ઉર્જા આવશે. જે તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે.
પ્રગતિ કરાવશે જૂનું પાકીટ. ધ્યાન રાખો કે જૂનું પાકીટ તમારી પાસે રાખતા પહેલા તેને ઠીક કરાવી લો. કારણકે ફાટેલું પાકીટ રાખવાથી રાહુ ગ્રહ નબળો પડે છે અને ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. આના માટે તમે તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો. આ પાકીટ ખાલી ન રાખો. તેમાં રૂમાલ, ચોખા અથવા થોડા પૈસા રાખવાનું ભૂલશો નહીં.