તૌકતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં તબદીલ થઇ ચૂક્યુ છે. અને હવામાન વિભાગે તેને ગ્રેટ ડેન્જર એલર્ટ ગણાવ્યુ છે. તૌકતે વાવાઝોડુ આજે રાતે આઠથી 11 વાગ્યાના અરસામાં દીવથે 20 કિલોમીટર પૂર્વમા ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
સૌરષ્ટ્રના તમામ પોર્ટ પર ગ્રેટ ડેન્જર સિગ્લન:વાવાઝોડાના કારણે જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને નવાસારીમાં ભારે વરસાદ પડશે. અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરષ્ટ્રના તમામ પોર્ટ પર ગ્રેટ ડેન્જર સિગ્લન લગાવી દેવાયુ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે.
આ દરમિયાન દરિયાઇ પટ્ઠાના તમામ જિલ્લામાં વરસાદની પ્રબળ શક્યતા છે.જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને નવસારીમાં ભારે વરસાદ પડશે: હવામાન વિભાગ
તૌકતે વાવાઝોડું રાજ્યના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે અને આ કેટેગરીમાં 225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં તબદીલ થઇ ચૂક્યુ છે.
હવે આ વાવાઝોડુ 210 કિલોમીટર સુધીની અતિઘાતક સ્પીડે ત્રાટકી શકે છે. રાતે આઠથી 11 વાગ્યાની આસપાસ આ વાવાઝોડુ પોરબંદર અને મહુવા વચ્ચે ટકરાશે. કેટલાંક વિસ્તારમાં બસો દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.
ડેન્જર એલર્ટ જારી:હવામાન વિભાગે તૌકતે વાવાઝોડાને લઇને રેડ મેસેજ જારી કર્યો છે. આ વાવાઝોડુ હવે વેરાવળથી માત્ર 260 કિમી દૂર છે. જ્યારે દીવથી માત્ર 220 કિમિ દૂર આ વાવાઝોડુ રહ્યુ છે. આ વાવાઝોડુ 15 કિમીની ઝડપે આગળ વધી રહ્યુ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. આ દરમિયાન દરિયાઇ પટ્ટીના તમામ જિલ્લામાં વરસાદની પ્રબળ શક્યતા છે. જ્યારે રાજ્યના કુલ 15 જિલ્લામાં 175થી 210 કિમી સુધીન ઝડપે પવન ફૂંકાવાને લઇને સૌ કોઇએ સાવચેત રહેવા તાકીદ કરાઇ છે.
ગુજરાતમાં 1.50 લાખ લોકોનું કરાયું સ્થળાંતર:ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે તેવામાં દરિયાકાંઠાના વિસ્તારના રવિવાર રાત સુધીમાં સુધીમાં દોઢ લાખ લોકોને સલામત ખસેડાયા છે. બપોર સુધી 15 હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. હાલ વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ 600 કિ.મી.ના અંતરે છે.
18મી મેના રોજ સંભવિત અસરગ્રસ્ત 15 જિલ્લામાં 70 થી 15 કિ.મી.ની પવનની ગતિ રહેવાની સંભવાના છે. આ ઉપરાંત વાવાઝોડાની દસ્તક પહેલા તંત્ર પણ સજ્જ બન્યું છે. રેસ્કયુ કામગીરી માટે સંબંધિત જિલ્લાઓમાં 44 NDRFની ટીમ ફાળવવામાં આવી છે. તથા SDRFની 6 ટીમો તૈનાત કરવામાં આવી છે.