વડોદરામાં ધર્મ પરિવર્તનનો કિસ્સો,હિન્દૂ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ઉતાર્યો ગુપ્તપળોનો વીડિયો અને પછી…

ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓ વધ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે ફરી એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે વડોદરા શહેરના જૂના પાદરા રોડ વિસ્તારમાં ધર્મ છુપાવીને હિન્દુ યુવતીને ફસાવી હોવાની જાણ યુવતીને થતાં બીજે લગ્ન કરી લીધા હતા.
પિયરમાં આવેલી યુવતીના ઘરે જઈ વિધર્મીએ જો મારી નહિ થાય તો મારી નાખીશ એવી ધમકી આપી હતી યુવતીની ફરિયાદના આધારે જે.પી.રોડ પોલીસે ગુનો નોંધી યુવકની અટકાયત કરી હતી.
વડોદરાના મુજમહુડા ખાતે રહેતી હેતલ નામ બદલેલું છે ચાર વર્ષ પહેલાં અકોટા ગાર્ડનમાં સાહિલ મહંમદ અલી બંજારા ને મળી હતી આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી ત્યારે એક વર્ષ સુધી બંને વચ્ચે પ્રેમસંબંધ હતો.
અને બંનેએ મરજીથી શારીરિક સં* બાંધ્યાં હતાં એક વર્ષ બાદ યુવતીને જાણ થઈ હતી કે અનીશ વિધર્મી છે અને તેના અન્ય યુવતીઓ સાથે પણ સં* છે જેથી હેતલે સાહિલ સાથે સં* તોડ્યો હતો.
અને પરપ્રાંતમાં લગ્ન કર્યા હતા ત્યારે સાહિલ યુવતીને અંગત પળોના લીધેલા વીડિયો વાઈરલ કરવાની ધમકી આપવા લાગ્યો હતો અને તારે મારી પાસે આવવું જ પડશે એમ કહેતો હતો ગત રવિવારે સાહિલ યુવતીના ઘરે ગયો હતો.
અને તેની માતાને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી અપશબ્દો બોલી કહ્યું હતું કે તારી દીકરી મારી નહીં થાય તો બીજા કોઈની નહિ થવા દઉં અને હું તેને પતાવી દઈશ જેથી હેતલે રવિવારે જે.પી.રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જે.પી.રોડ પોલીસે ફરિયાદના આધારે સાહિલ બંજારાની અટકાયત કરીને કોરોના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યો હતો યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે બે માસ પહેલાં પિયરમાં આવી હતી.
ત્યારે પણ સાહિલ પ્રેમસંબંધ ચાલુ રાખવા માટે તેન ધમકી આપી હતી સાહિલ પાસે અંગત પળોના વીડિયો હોવાથી હેતલે અગાઉ તેની સામે ફરિયાદ નોંધાવી ન હતી શાહીલે હેતલની જાણ બહાર વીડિયો ઉતારીને તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.
જાતિવિષયક ઉચ્ચારણો કરીને કહ્યું હતું કે તારે મારી પાસે એકવાર આવવું પડશે અને જાનથી મારવાની ધમકી આપી હતી પોલીસ તપાસમાં સપાટી પર આવ્યું છે કે સહિલે હેતલના પતિને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી જેને કારણે હેતલ અને પતિ વચ્ચે અણબનાવ બનતાં હેતલ બે મહિનાથી પિયરમાં રહે છે