વરસાદની આગાહી, રાજ્યમાં આવનાર 2 દિવસ પડી શકે છે ભારે વરસાદ, જાણો ક્યાં કેવું રહશે વરસાદનું મૂળ….

રાજ્યમાં મેઘરાજાની સત્તાવાર પધરામણી થઈ ગઈ છે. રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લગભગ તમામ જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે. કેટલીક જગ્યાએ તો વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાતના 45થી વધુ તાલુકાઓમાં ભરે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જાણે કે ગુજરાતને મિની વાવાઝોડું ઘમરોળતું હોય તેવા દ્રશ્યો વિવિધ જિલ્લાઓમાંથી સામે આવ્યા.
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.
જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડશે જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય અમદાવાદમાં સામાન્ય વરસાદ પડશે. જણાવી દઈએ કે આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે માછીમારોને દરિયાઈ વિસ્તારમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ જૂનાગઢના માણાવદરમાં નોંધાયો હતો. ખાંબામાં 3 ઈંચ, રાણાવમાં 2 ઈંચ, સાવરકુંડલામાં 2 ઈંચ, ગીર ગઢડામાં 2 ઈંચ, કવાંટમાં 1.5 ઈંચ, કુતિયાણામાં 1.5 ઈંચ, બોડેલીમાં 1.5 ઈંચ, પોરબંદરમાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
નખત્રાણા, મહુવામાં 1 ઇંચ અને ખંભાતમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે.રાજ્યમાં મેઘરાજાની સત્તાવાર પધરામણી થઈ ગઈ છે. ત્યારે આગામી 2 દિવસ સુધી સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આગામી 2 દિવસ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ,નવસારી ,તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર્ના જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય રીતે અત્યાર સુધી 3 ઈંચની આસપાસ વરસાદ નોંધાવવો જોઈએ પરંતુ અત્યાર સુધી સરેરાશ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.