સાવધાન/ગુજરાતના આ વિસ્તારોને લઈને કરવામાં આવી આગાહી,આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ની આગાહી.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

સાવધાન/ગુજરાતના આ વિસ્તારોને લઈને કરવામાં આવી આગાહી,આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ની આગાહી..

Advertisement

સમગ્ર દેશમાં ચોમાસું હાલમાં તેના ટોચના સ્તરે છે ઉત્તરથી દક્ષિણ પૂર્વથી પશ્ચિમ તમામ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે હવે આગામી ચારથી પાંચ દિવસ માટે કેટલાક ભાગોને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

IMD એ ટ્વિટ કર્યું છે કે આગામી ચારથી પાંચ દિવસ સુધી મધ્ય પશ્ચિમ પૂર્વ અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લાં થોડા દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.

હવે 4 ઓગસ્ટ સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અમદાવાદ શહેરમાં બુધવારની સાંજે એક કલાકમાં પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેમાં સરદારનગર નોબલનગર કોતરપુર વિસ્તારમાં 40 મિનિટમાં બે ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે બોડકદેવ એસજી હાઇવે પકવાન જજીસ બંગલો જમાલપુર ખાડિયા લાલદરવાજા વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

ઓઢવ વિરાટનગર કઠવાડા નિકોલ નરોડા આશ્રમ રોડ પાલડી વાસણા વાડજ ઇન્કમટેકસ વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો છે બાકીના વિસ્તારમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા 10 દિવસથી માહોલ વરસાદી બન્યો છે.

નદીઓમાં પાણી પણ નવા આવ્યા છે અને જળાશયોની સપાટીમાં પણ નોંધપાત્ર વઘારો થયો છે આ દરમિયાન આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ અગમચેતીના પગલા સ્વરુપે તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે આ માટે રાજ્ય સરકારના તંત્ર તરફથી જિલ્લામાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક સાબરકાંઠા જિલ્લામાં તૈનાત કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ દાંતામાં 2.75 ઈંચ વરસાદ અને કપરાડામાં 2 ઈંચ વરસાદ થયો છે સાથે ચુડામાં 1.75 ઈંચ તથા ધંધુકા રાણપુર અને ધાનેરામાં 1.5 ઈંચ વરસાદ થયો છે.

ઉપરાંત વ્યારા, અમદાવાદ શહેર સતલાસણા, બોટાદ વડાલીમાં અને સોનગઢમાં 1.25 ઈંચ વરસાદ તથા લીમડી, ભાવનગર અને મહુવામાં 1-1 ઈંચ વરસાદ થયો છે સતત વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં મચ્છરજન્ય રોગો અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી માહિતી મુજબ ચાલુ જુલાઈ મહિનામાં પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસો નોંધાયા છે ઝાડા ઉલટીના 615,કમળાના 193 અને ટાઇફોઇડના 165 કેસો નોંધાયા છે મચ્છરજન્ય રોગોમાં મેલેરિયા 46,ડેન્ગ્યુ 21,ચિકનગુનિયાના 08 અને ઝેરી મેલેરિયા 02 નોંધાયા છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button