ગુજરાતમાં સૌથી વધારે સબસ્ક્રાઇબર અને ફોલોવર્સ ધરાવનાર ગુજરાતના પ્રથમ પત્રકાર વિજય જોટવા વિસે જાણો..
એવું કહેવામાં આવે છે કે સંત ની કૃપા હોય ત્યારે કોઈ પણ કાર્ય સફળતા પૂર્વક અને આપોઆપ થઇ જતું હોય છે. ગુજરાત ના જાણીતા સંતો શ્રી ઇન્દ્રભારતી બાપુ, શ્રી શેરનાથ બાપુ, શ્રી વિજય બાપુ વગેરે અનેક સંતો આશ્રમ ના સંતો મહંતો ના ઇન્ટરવ્યૂ લઇ અજાણી વાતો લોકો સમક્ષ મુકનાર ગુજરાત ના જાણીતા જર્નાલિસ્ટ વિજય ભાઈ જોટવા આજે સોશિયલ મીડિયા માં ખુબ જ ફેમસ છે.
તમને જણાવી દઇએ કે વિજયભાઈ જોટવા કે જે સમગ્ર ગુજરાત માં પત્રકાર જગતમાં સૌથી વધારે સબસ્ક્રાઇબર અને ફોલોવર્સ ધરાવે છે વિજયભાઈ જોટવા એ જૂનાગઢ ના સંત શ્રી પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ ના ઇન્ટરવ્યૂ ની શરૂઆત કરેલી અને ખુબ જ લોક ચાહના મળી.ત્યાર બાદ તો ગુજરાત ના તમામ કલાકારો અને સંતો ના ઇન્ટરવ્યૂ કરેલા.
આજે વિજય ભાઈ જોટવા યુ ટ્યુબ પર પોણા ત્રણ લાખ સબસ્ક્રાઇબર ધરાવે છે અને ફેસબુક પર લાખો માં ફોલોવર્સ ધરાવે છે.વિજય ભાઈ જોટવા દ્વારા બે સિરીઝ ચલાવવામાં આવે છે જેમાં સુરીલો સંવાદ કાર્યક્રમ ગુજરાત ના દરેક કલાકારો ના જીવન ની વાતો અને સાંસ્કૃતિક વાતો સાથે લોકસંગીત નો પણ સમાવેશ કરવામાં આવે છે.
બીજી સિરીઝ તીરથ દર્શન કાર્યક્રમ માં ગુજરાત ના તમામ ધામો, આશ્રમો અને સાધુ સંતો ની જગ્યા વિષે તમામ પ્રકાર ની માહિતી આપવામાં આવે છે અને સાધુ સંતો સાથે આધ્યાત્મિક એક સત્સંગ દ્વારા લોકો ને રાષ્ટ્રીય મૂલ્યો ની માહિતી આપવામાં આવે છે.
પત્રકાર વિજયભાઈ જોટવા દરેક કલાકારો ના ઘરે જઈ અને આખો દિવસ કલાકાર સાથે સંવાદ કરી કલાકાર ના જીવન ની વાતો સાથે સાથે ગુજરાતી લોક સંગીત ની વાતો સંવાદ રૂપે કંડારી લોકો સમક્ષ મૂકે છે.
અત્યારે આ કાર્યક્રમ માં વિજયભાઈ જોટવા ને સૌથી વધારે વ્યૂઝ મળી રહ્યા છે અને કાર્યક્રમ ને લોકો વધાવી રહ્યા છે. ડી ડી ભારતી માં પ્રસારિત થયેલા આ તમામ એપિસોડ વિજય જોટવા યૂ ટ્યૂબ ચેનલ અને વિજય જોટવા નામના ફેસબુક પેજ પર પણ જોઈ શકાય છે.