ગુજરાતનાં લોકપ્રિય ગાયક કલાકાર વિજય સુંવાળાની લાઈફસ્ટાઈલ છે ખુબજ જોરદાર,તસવીરો જોઈ દિલ ખુશ થઈ જશે.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ABC

ગુજરાતનાં લોકપ્રિય ગાયક કલાકાર વિજય સુંવાળાની લાઈફસ્ટાઈલ છે ખુબજ જોરદાર,તસવીરો જોઈ દિલ ખુશ થઈ જશે….

Advertisement

નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત નાં જોરદાર સિંગર એવાં વિજય સુંવાળા વિશે હાલમાં વિજય સુંવાળા એ ઘણી પ્રગતિ કરી છે અને હાલમાં તેમના અનેક સોંગ ખૂબ જ પ્રમાણમાં લોકો સાંભળે છે અને તેમના ઘણા ફ્રેન્ડ બની ચુક્યા છે તેમજ વાત કરવામાં આવે તો વિજય સુંવાળા ઉત્તર ગુજરાત ના કડી તાલુકા થી 4 કિલોમીટર દુર આવેલા નાનકડા ગામ સુંવાળાના વિજય ભાઈએ પોતાના ગામને ટ્રિબ્યુટ આપતા પોતાની અટક જ સુંવાળા કરી દીધી છે.

યૂટ્યૂબ પર ખુબજ ધમાલ મચાવી રહ્યાં છે વિજય સુંવાળા નાં સોન્ગ.

તેવું જણાવવામાં આવ્યું છે અને તેમના દરેક સોંગ તેઓ યુટ્યુબ પર પણ મુકતા હોય છે અને તેમની યુટ્યુબ પર પોતાની એક ચેનલ પણ છે જેના કારણે તેઓ આજે ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા છે.

આજના ઈન્ટરનેટના 4G જમાનામાં વિજય સુંવાળાએ ખૂબ જ ધમાલ મચાવી છે અને તેમને ઘણા એવા સોંગ છે કે જેમણે ખૂબ જ લોકચાહના મળી છે તેમજ વાત કરવામાં આવે તો વિજય સુંવાળાએ થોડા જ સમયમાં પોતાનું નામ બનાવી દીધું છે.

ખુબજ લોકચાહના મેળવી છે વિજય સુંવાળા એ.

લોકો તેમને ઓળખતા થઈ ગયા છે અને તેમજ વિજય સુંવાળાનું નામ આજે ખૂબ જ જાણીતું થઈ ગયું છે અને ગુજરાતમાં તેમને ઘણી લોકચાહના મેળવી છે અને તેમના અનેક સોંગ એવા હોય છે કે લોકોનું દિલ જીતી લે છે અને તેમના ચાહકો દિવસે દિવસે વધવા લાગ્યા છે.

એ મુજબ વિજય સુંવાળા ખૂબ જ સરસ ગાયક કલાકાર છે અને તેમને તેમની જિંદગીમાં ઘણા એવા પ્રોગ્રામો કર્યા છે કે જ્યાંથી તેમને ખૂબ જ લોકચાહના મળી છે અને લોકો તેમને ઓળખવા લાગ્યા છે.વિજય સુંવાળા હાલ અમદાવાદ માં રહે છે અને નો જન્મ પણ અમદાવાદ માં જ થયો હતો.

સુંવાળા ગામના છે વિજય ભાઈ.

એમનું ગામ મહેસાણા ના તાલુકા માં આવેલ કડી જિલ્લા માં આવેલ છે જે ગામ નું નામ છે સુંવાળા.અને એમના ગામ પરથી જ એમને પોતાની અટક રાખી દીધી હતી.ત્યારબાદ વાત કરવામાં આવે તો વિજય સુંવાળા છેલ્લા 4 વર્ષથી આ પ્રોફેશનમાં છે અને તેમને ઘણા કલાકારો સાથે પણ પોતાના પ્રોગ્રામો કર્યા છે અને તેમને બધા જ કલાકારો ખૂબ જ પ્રેમ કરે છે અને તેઓના ગમન સાંથલ સાથે પણ ઘણા પ્રોગ્રામો થયા છે ઘણીવાર વિજય સુંવાળા ગમન સાંથલ સાથે જોવા મળી આવતા હોય છે.

શાળામાં થી મળી હતી ગાવાની પ્રેરણા.

તેમને તેમની જિંદગીમાં કોઈ ભેદભાવ રાખ્યો નથી અને તેમજ વિજય સુંવાળા જ્યારે ધોરણ 10 માં અભ્યાસ કરતા હતા ત્યારે શાળામાં વિજ્ઞાન મેળો હતો તે દરમિયાન તેમણે એક પોગ્રામમાં ભાગ પણ લીધો હતો અને ત્યારબાદ આ પ્રોગ્રામમાં પાર્થના ગાવાની હતી ત્યારે તેમને પ્રાર્થના પણ ગાયી હતી.

અને જેમાં તેમણે આ સુરીલો આવાજ સંભાળીને શાળાના શિક્ષકો તેમજ ઘરનાએ તેમને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમના વખાણ કર્યા હતા અને આ ફિલ્ડમાં આગળ વધવાની સલાહ આપી હતી અને ત્યારબાદ તેમણે ગાવાની શરૂઆત કરી હતી અને આવી જ રીતે તેઓ ખૂબ જ આગળ વધ્યા હતા.

કોઈપણ જાતની તાલીમ વગર કર્યો શૂર નો અભ્યાસ.

તેની સાથે જ વાત કરવામાં આવે તો વિજય સુંવાળાની એક ખાસ વાત પણ છે કે તેમણે ગીતો ગાવા માટે કોઈ કલાસ કે કોઈ તાલીમ લીધી ન હતી અને તેમણે મનિરાજ બારોટ,જીગ્નેશ કવિરાજ વગેરે કલાકારોના ગીતો સાંભળીને પ્રેક્ટિસ ચાલુ કરી હતી અને ત્યારબાદ તેમણે તેમના મોટા બાપાના રાસગરબાના આયોજન દરમિયાન તેમણે પણ ગરબા ગાયા હતા.

અને ત્યારથી જ તેઓ ગાવા લાગ્યા હતા અને કલાકાર બની ગયા હતા અને તેમનાં ફ્રેન્ડો પણ ખૂબ જ વધી ગયા છે અને હાલમાં પણ વિજય સુંવાળા જ્યારે લાઈવ થાય છે ત્યારે તેમના વિવ્સ પણ ખૂબ જ થઈ જાય છે આ રીતે તેમનું કરિયરની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ તેમને ઘણી લોકચાહના મળી હતી.

રેગડી પણ કરે છે.

ત્યારબાદ એ વાતનો પણ ખુલાશો થયો છે કે વિજય સુંવાળાને રેગડી ખૂબ જ પ્રિય છે અને તેઓ નાનપણથી જ રેગડી પણ ગાય છે અને રેગળીની કળા તેમણે તેમને દાદા અને તેમના પિતાજી પાસેથી શીખ્યા હતા.તેમજ સૌથી મોટી વાત એ છે કે વિજય સુંવાળા એ વિહત માતાજીના ભુવા છે.

અને વિજય સુંવાળા વિહત માતાને ખૂબ જ માને છે અને વિહત માતા પર પણ તેમણે ઘણા સોંગ ગાયા છે તેમજ વિજય સુંવાળા ગરબા,ગુજરાતી સોંગ,લોકગીતો અને હાલમાં તેમણે હિન્દી ગીતો ગાવાનું પણ ચાલુ કર્યું છે અને જેમાં પણ તેમના ફ્રેન્ડોએ તેમને ઘણો સપોર્ટ કર્યો છે.

પરણિત છે વિજય સુંવાળા.

તેમજ વિજય સુંવાળાના જીવનની આગળ વાત કરવામાં આવે તો એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમના લગ્ન પણ થઈ ચૂક્યા છે અને તેઓ પરણીત છે.વિજય સુંવાળાના પરિવારમાં તેમના મમ્મી,પપ્પા અને ત્રણ ભાઈ છે અને વિજય સુંવાળા આજે પણ તેમના પરિવાર સાથે હળી મળીને રહે છે.

તેમજ વિજય સુંવાળાના પપ્પા હાલમાં બિલ્ડર અને લોબીનું કામ કરે છે તેમજ વિજય સુંવાળાને ધાર્મિક સ્થળો પર ફરવાનું વધારે પસંદ છે અને અમુક સમય તે આવી રીતે ફરવા માટે જ કાઢે છે તેમજ તેઓ દ્વારકા,જૂનાગઢ જેવા મુખ્ય દ્વાર પર તે વધારે ફરવા માટે જાય છે.

આજે એક જાણીતું નામ છે વિજય સુંવાળા.

વિજય સુંવાળા આજે ખૂબજ પ્રખ્યાત થઈ ગયા છે અને તેમજ તેઓ તેમની મોટી મૂછો અને મોટી દાઢીમાં અને વધારેલા વાળ સાથે દર્દિલા ગીતો ની રમઝટ બોલાવે છે અને તેમજ તેઓ હાલમાં ખૂબ જ ગીતો બનાવ્યા છે.

અને તેમના લોકપ્રિય ગીતોમાં મહોબત ખપે બીજું કઈ ન ખપે આવા ગીતોએ તેમને ઘણી લોકચાહના અપાવી છે અને જેના કારણે જ લોકો આજે વિજય સુંવાળાને વધારે ઓળખવા લાગ્યા છે અને તેઓ દુનિયા ડોલે છે અને આજે તારો સમય કાલે મારો આવશે તેમાં પણ તેમણે ઘણી લોકચાહના મળી છે.અને તેઓ આજે જીગર જાન બની ગયા છે.

 

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button