આ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા વિક્રમ ઠાકોરના પિતા... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ABC

આ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા વિક્રમ ઠાકોરના પિતા…

Advertisement

ગુજરાતની ધરતી એ આપણને ઘણા બધા કલાકારો ની ખૂબ જ અમૂલ્ય ભેટ આપી છે ખાસ કરીને ગુજરાતના લોક કલાકારો ડાયરા કલાકારો અને ગુજરાતી એક્ટર ઓ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ આજના સમયમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે ખાસ કરીને આજના સમયમાં ગુજરાતી કલાકારોએ દેશ અને વિદેશમાં જઇને પોતાનો અનોખી જમાવટ અને વટ પાડી દીધો છે.

ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના લોક સાહિત્ય કલાકારો કલાકારો અને ગાયક કલાકારો નો ખૂબ જ સુંદર દોર ચાલી રહ્યો છે ખાસ કરીને કલાકારોની વાત કરીએ તો જીગ્નેશ કવિરાજ ગમન સાંથલ રાકેશ બારોટ હિતેન કુમાર અને હિતુ કનોડિયા જેવા મોટા મોટા કલાકારો નો સમાવેશ થાય છે.

ખાસ કરીને આજે અમે તમને ગુજરાતના ખૂબ જ જાણીતા એવા સુપરસ્ટાર ગણાતા જેમને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં ખૂબ જ સારું એવું યોગદાન આપ્યું છે તેવા વિક્રમ ઠાકોર વિશે અને તેમના અંગત જીવન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

Sale > vikram thakor gujarati gana > in stock

ખાસ કરીને તમને જણાવીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા અને ગાયક કલાકાર એવા વિક્રમ ઠાકોર નો જન્મ 1 એપ્રિલ ૧૯૮૪ના રોજ ગાંધીનગરની આર પાસે આવેલા એક નાનકડા ગામ ફતેહપુરા માં એક ખેડૂત પરિવારમાં થયો હતો જ્યારે વાત કરીએ તો તેમના પિતાનું નામ મેલાજી ઠાકોર હતો અને જે વ્યવસાય એ ખેડૂત છે જ્યારે વિક્રમ ઠાકોરના બે ભાઈઓ પણ છે.

જેનું નામ ઇશ્વરભાઇ ઠાકોર અને જીવરાજભાઈ ઠાકોર છે વાત કરીએ તો વિક્રમ ઠાકોરને બાળપણથી જ ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનો ખૂબ જ અનેરો શોખ રહ્યો છે તેમજ વિક્રમ ઠાકોરને બાળપણથી જ વાંસળી વગાડવાનો પણ એક સુંદર શોખ રહેલો છે.

Vikram Thakor Wiki, Family, Biography, Profession, Films And More -  Biography Talk

ખાસ વાત એ છે કે વિક્રમ ઠાકોર નું જીવન ખૂબ જ સામાન્ય છે અને ઘણા મિત્રો વિક્રમ ઠાકોરના વાંસળી વગાડવા ના ખૂબ જ મોટા દિવાના છે વિક્રમ ઠાકોર ની ધર્મ પત્ની ની વાત કરીએ તો તેમનું નામ તારાબેન છે તેમજ તેમને સંતાનમાં બે પુત્ર પણ છે વાત કરે તો તેમને એક દીકરી છે અને તેનું નામ પૂજા છે જ્યારે દીકરાની વાત કરીએ તો તેમનું નામ મિલન છે.

દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા હતા તેમના પિતા સંતવાણી અને ભજનના ગાયક હતા વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરુ કર્યા.

શરૂઆતમાં તેઓ ફિલ્મ ક્ષેત્રે આવવા નહોતા ઈચ્છતા પરંતુ ૨૦૦૬માં દિગ્દર્શકના કહેવાથી એકવાર પિયુને મળવા આવજે ફિલ્મ કરી જે સફળ રહી ત્યારથી તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જે મોટે ભાગે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી હોય છે તેમણે સળંગ આઠ સફળ ફિલ્મો આપી છે.

આજના સમયમાં વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા માટે ખૂબ જ મહેનત અને સંઘર્ષ કરી રહ્યા છે આ સાથે છે એવો પોતાના દમદાર અભિનય દ્વારા ગુજરાતના લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી ચૂક્યા છે વિક્રમ ઠાકોરને ડાયરા નો પણ ખુબ જ અનેરો શોખ હતો અને તેઓને જ્યારે જ્યારે પણ તક મળતી હતી ત્યારે તેઓ ડાયરા ના પ્રોગ્રામ ની અંદર ગીત કે પછી વાંસળી વગાડવા માટે જરૂર જતા હતા.

વિક્રમ ઠાકોર માત્ર ને માત્ર 20 વર્ષની ઉંમર માંજ સ્ટેજ પ્રોગ્રામ કરવા લાગ્યા હતા અને વિક્રમ ઠાકોરને ગુજરાતી ફિલ્મમાં આવીને કરવાનો પણ ખૂબ જ શોખ હતો અને આ શોખ પૂરો કરવા માટે તેમાં ૨૦૦૬માં આવેલી ગુજરાતી ફિલ્મ પિયુને મળવા આવજે નામની ખૂબ જ સુંદર ફિલ્મની અંદર અભિનય કરીને પોતાનું સપનું સાકાર કર્યું હતું.

આ ફિલ્મને કર્યા પછી વિક્રમ ઠાકોરને લોકોને ખૂબ જ પ્રેમ મળ્યો હતો અને આ ફિલ્મ થકી જ તેઓ ખૂબ પ્રખ્યાત બન્યા હતા આ ફિલ્મ કર્યા પછી વિક્રમ ઠાકોરે ક્યારે પણ પાછળ ફરીને જોયું નથી આ ફિલ્મ પછી વિક્રમ ઠાકોર ગુજરાતના સુપરસ્ટાર બની ગયા હતા અને તેમની ફેન ફોલોઇંગ પણ દિવસે ને દિવસે વધવા લાગી હતી.

વિક્રમ ઠાકોર ને ચાહકો દ્વારા ઢોલ કિંગ ના નામ થી પણ ઓળખી રહ્યા છે વિક્રમ ઠાકોર અત્યારના સમયમાં પોતાના પરિવારની સાથે ગાંધીનગર ની અંદર એક આલીશાન બંગલામાં રહે છે જ્યારે વિક્રમ ઠાકોરને ફિલ્મની અંદર અભિનયની સાથે-સાથે ગીતો ગાવાનો પણ ખૂબ જ શોખ રહેલો છે.

તેઓ પોતાના મધુર અંદાજે અને મધુર અવાજ માં ઘણી બધી ફિલ્મોમાં પોતાનું ગીત આપ્યું છે વિક્રમ ઠાકોર ડાયરા અને સ્ટેજ પ્રોગ્રામ અને પોતાના સુંદર ગીતોના આલ્બમ માં ખુબ મહેનતથી કામ કરેલું છે તેમજ ગુજરાતના અત્યારના સમયમાં સફળ અભિનેતા માંથી એક છે.

દિવાની ફિલ્મ આવે તે દિવસે થી અંદર લાંબી લાઈનો પણ જોવા મળે છે વિક્રમ ઠાકોર ગુજરાતની ઘણી બધી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે ખાસ કરીને તેમના ફિલ્મોની વાત કરીએ તો એકવાર પીયુને મળવા આવજે રાધા તારા વિના ગમતું નથી પ્રીત જન્મો જનમની ભુલાશે નહી.

નાના એવી ઘણી બધી સુપર હિટ ફિલ્મોની અંદર તેમણે ખૂબ જ સુંદર અભિનય કર્યો છે તેમજ વિક્રમ ઠાકોર ની આજની સફળતાની પાછળ તેમના ઘણા બધા વર્ષો નો અતાથ સંઘર્ષ રહેલો છે તેમજ તેઓ અંગત જીવનમાં પણ ખુબ જ શાંતિ પ્રિય છે જ્યારે તેઓ શૂટિંગ ની અંદર એક આવે ત્યારે ખુબ જ શાંતિથી બેસવાનું વધારે પસંદ કરે છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button