વિક્રમ ઠાકોર સાથે ફિલ્મો માં કામ કરનાર આ અભિનેત્રી ગુજરાતના આ ગામ માં રહે છે

ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ જેમણે ઘણી સુપરહિટ અને હિટ ફિલ્મો આપી છે પ્રાંજલ ભટ્ટે 1500થી વધારે વીડિયો આલ્બમમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું છે તેમને ઘણાં નેશનલ અને ઇન્ટરનેશનલ એવૉર્ડ્સ પણ મળ્યા છે.
અભિનેત્રીને વર્ષ 2019માં FFI દ્વારા ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે 2019માં સરકારશ્રી તરફથી વિશેષ પ્રતિભા સન્માન એવૉર્ડ સામાજિક કાર્યો કરવા બદલ આપવામાં આવ્યો પ્રાંજલ ભટ્ટ BJPના મુખ્ય સ્ટાર પ્રચારક તરીકે લોકસભા વલસાડ નગરપાલિકામાં સ્વચ્છ ભારત અભિયાનમાં મુખ્ય બ્રાન્ડ એમ્બેસેડર બેટી બચાઓ બેટી પઢાઓ.
જેવા અનેક સમાજલક્ષી કાર્યોમાં સક્રિય છે હાલમાં BJP માં મહિલા સંગઠનમાં મુખ્ય સ્ટાર પ્રચારક તરીકે સક્રીય છે તેમણે વર્ષ ૨૦૧૭ માં નિર્માત્રી તરીકે ધ એન્ડ નામની ફિલ્મ પણ પી.વાય.પ્રોડક્શનના બેનર હેઠળ બનાવી હતી.
અને તેમાં પણ તેઓ મુખ્ય અભિનેત્રીનાં પાત્રમાં જોવા મળ્યાં હતાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અદભુત અભિનયથી પ્રાંજલ ભટે ખૂબ ઓછા સમયમાં દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું છે પ્રાંજલ ભટ્ટ નો જન્મ અમદાવાદમાં થયો હતો.
અને તે 17 વર્ષની ઉંમરથી જ અભિનેત્રી ક્ષેત્રે કામ કરવાની શરૂઆત કરી દીધી હતી શરૂઆતના સમયમાં તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો અને ત્યાર પછી તેમણે ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે પણ કામ શરૂ કર્યું છે.
હવે તેઓ ઘણી સુપરહિટ ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી ચૂક્યા છે તેમની ફિલ્મોની વાત કરીએ તો ડ્રાઇવર દીલવાળો તું તો સાજણ મારા કાળજે કોરાણી દેશ પરદેશ પાટણ થી પાકિસ્તાન સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે.
પ્રાંજલ ભટ્ટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સાથે પણ કામ કર્યું છે તેરે હિતેનકુમાર જગદીશ રાઠોડ ચંદન રાઠોડ વિક્રમ રાઠોડ હિતુ કનોડિયા જેવા કલાકારો સાથે પણ કામ કર્યું છે પ્રાંજલ ભટ્ટ પ્રીત જનમો જનમની ભુલાશે નહિ.
પાટણથી પાકિસ્તાન તું તો સાજણ મારા કાળજે કોરાણી મોંઘેરા મૂલની ચુંદડી હો સાયબા આખરી ફેસલો ઢોલો મારા મલકનો ડ્રાઈવર દિલવાળો દીકરો કહું કે દેવ સાંવરિયા લઇદે હો રંગની ચૂડી દેશ પરદેશ મેં તો હૈયે લખ્યું સાજણ તારૂ નામ બાપ ધમાલ.
દીકરા કમાલ મોટા ઘરની વહુ લક્ષ્મી આવી આંગણે સેંથીનું સિંદુર શૂટ આઉટ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળ્યા છે દરેક નામાંકિત હીરો સાથે તેઓ મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી ચુક્યાં છે.જમાં તેમનો યાદગાર રોલ જાનકીનાં પાત્રમાં ફિલ્મ પ્રીત જનમો જનમની ભુલાશે નહિ નો રહ્યો છે તેમજ લક્ષ્મી આવી આંગણે માં તેમનું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું હતું.