વોટરપાર્ક માં નાહવા જતા પહેલા આ વીડિયો જોઈ લેજો,અચાનક રાઈટ તૂટી અને લોકો 30 ફૂટ ઉંચાઈ થી નીચે પડ્યા

ક્યારે, કેવો અકસ્માત થશે તે કોઈને ખબર નથી. આવા અકસ્માતો સામાન્ય રીતે ત્યારે જ થાય છે જ્યારે આપણે અપેક્ષા રાખતા નથી. ઘણી વખત એવી જગ્યાઓ પર અકસ્માત થાય છે, જ્યાં કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે.
થોડા દિવસોથી આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઈન્ડોનેશિયાના કેનપાર્ક વોટરપાર્કનો છે.
ઈન્ડોનેશિયાના કાંગેરોન પાર્કમાં એક ભયાનક અકસ્માત થયો છે. વોટરપાર્કમાં લપસણી અડધી સ્લાઈડ બાદ લોકો 30 ફૂટ નીચે પડ્યા હતા. 7મીએ બનેલી આ ઘટનાનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્યુબ સ્લાઈડનો એક ભાગ તૂટતો જોઈ શકાય છે.
કોંક્રીટના ફ્લોર પર પડતા જ પ્રવાસીઓ ચીસો પાડવા લાગ્યા.ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ સ્લાઈડની અંદર ફસાયેલા 16 લોકોમાંથી 8 ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ત્રણ લોકોને ફ્રેક્ચર થયું છે. તે જ સમયે, વોટર પાર્ક પ્રશાસને જણાવ્યું હતું કે સવારી દરમિયાન જ સ્લાઇડ ક્ષતિગ્રસ્ત અને નબળી પડી જવાને કારણે અકસ્માત થયો હતો.
વોટર પાર્ક મેનેજમેન્ટે જણાવ્યું હતું કે નવ મહિના પહેલા મોટાભાગની સ્લાઇડ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ ઘટના પછી, સુરાબાયા શહેરના ડેપ્યુટી મેયરે ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા માટે નિરીક્ષણ માટે હાકલ કરી હતી.
મેયર અરી ક્યાદીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોની સારવાર અને સંભાળ રાખવામાં આવશે. જોકે, તેમણે કહ્યું કે તમામ ઘાયલોની હાલત સારી છે.
આ વીડિયો યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. આમાં લોકો નીચે પડતા જોઈ શકાય છે. અકસ્માતનું કારણ સ્લાઇડની બાજુમાં તિરાડ હોવાનું કહેવાય છે. ઓવરલોડના કારણે સ્લાઈડ તૂટી ગઈ અને બધા નીચે પડ્યા. આ સાથે વોટર પાર્કની જાળવણી પર પણ સવાલો ઉભા થયા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે નવ મહિના પહેલા અહીં મેઈન્ટેનન્સનું કામ કરવામાં આવ્યું હતું. ત્યારપછી અહીંની સ્લાઈડ્સ એક વખત પણ રિપેર કરવામાં આવી નથી. જેના કારણે આ અકસ્માત થયો હતો.
Q horror!
Advertisement— Imatis Burton (@guerashome) May 23, 2022
આ ભયાનક ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વોટર પાર્કની જાળવણી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. લોકો પાર્કની વ્યવસ્થાને બેદરકાર ગણાવી રહ્યા છે.
લોકોનું કહેવું છે કે આ વોટર પાર્કમાં મેન્ટેનન્સનું કામ નવ મહિના પહેલા કરવામાં આવ્યું હતું. જે બાદ એક વખત પણ અહી રીપેરીંગની કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે.