અહીં ચાલતો હતો પત્નીઓની અદલા બદલીનો ગંદો ખેલ…

લોકો શારીરિક સંબંધ બાંધવા માટે તેમની પત્નીઓ અને અન્ય સ્ત્રીઓની અદલાબદલી કરતા હતા. આવા લોકોની સંખ્યા બે-ચાર નહીં, પરંતુ એક હજારથી વધુ છે. પોલીસે આ જૂથનો ખુલાસો કર્યો છે. પોલીસને આ ગ્રૂપ વિશે ત્યારે ખબર પડી જ્યારે એક મહિલાએ ફરિયાદ કરી કે સાત લોકોએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
કેરળ પોલીસે સાત લોકોની ધરપકડ કરી, જે બાદ મોટી માહિતી સામે આવી. કેરળમાં આવેલા કોટ્ટાયમ પાસે કારુકાચલમાં સાત લોકોની પત્નીઓની કથિત અદલાબદલી મામલે રવિવારે ધરપકડ કરવામાં આવી છે.પોલીસે જણાવ્યું કે આ મામલે સાત લોકોની ધરપકડ કરાઈ છે.
જેમાં એ વ્યક્તિ પણ સામેલ છે જેની પત્નીએ ફરિયાદ કરી હતી કે તેને તેનો પતિ અપ્રાકૃતિક યૌન સંબંધ માટે જબરદસ્તી કરી રહ્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ મહિલાની ફરિયાદની તપાસ દરમિયાન આ ગેંગનો પર્દાફાશ થયો. ફરિયાદ મુજબ ફરિયાદકર્તાને અન્ય પુરુષો સાથે અપ્રાકૃતિક સંબંધ માટે જબરદસ્તી કરવામાં આવી હતી.
પોલીસે કહ્યું કે તપાસ દરમિયાન ખબર પડી કે આ મહિલાને તેના પતિએ અન્ય સાથે સંબંધ બનાવવા માટે મજબૂર કરી હતી. તપાસ દ્વારા પોલીસ આ ગેંગ સુધી પહોંચી. પોલીસે જણાવ્યું કે આ ગેંગ ટેલિગ્રામ અને મેસેન્જર એપથી એકબીજાનો સંપર્ક કરતા હતા. આરોપીઓને કોટ્ટાયમ, અલપ્પુઝા અને એર્નાકુલમથી ધરપકડ કરાઈ. પોલીસનું કહેવું છે કે આ ચેટ ગ્રુપના હજારો સભ્ય છે. આથી તેની વિસ્તૃત તપાસ કરવામાં આવશે.
કોટ્ટાયમમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,પહેલાએ ટેલિગ્રામ અને મેસેન્જર જૂથોમાં જોડાવું પડશે અને પછી બે કે ત્રણ યુગલો સમયાંતરે મળે છે. તે પછી મહિલાઓની આપ-લે થાય છે અને ત્રણ પુરુષો એક સમયે એક મહિલાને શેર કરે છે તેવા કિસ્સાઓ પણ છે.
કેટલાક પુરુષો પૈસા માટે સેક્સ કરવા માટે તેમની પત્નીનો ઉપયોગ કરતા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ મહિલા-અદલાબદલી જૂથમાં સામેલ લોકો વિશે વિગતો મેળવવા માટે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે અને આ જૂથના સભ્યો અન્ય કોઈ જૂથ સાથે હતા કે કેમ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
એક મહિલાની ફરિયાદના આધારે પોલીસે એક એવા શખસનો પર્દાફાશ કર્યો જે તેની પત્નીને સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે જોડતો હતો. આ મામલે પોલીસે વધુ પાંચ કેસ નોંધ્યા છે. એક મહિલાની ફરિયાદના આધારે પોલીસે એક એવા શખસનો પર્દાફાશ કર્યો જે તેની પત્નીને સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે જોડતો હતો.
આ મામલે પોલીસે વધુ પાંચ કેસ નોંધ્યા છે.પોલીસે જણાવ્યું કે ઘણી મહિલાઓને બળજબરીથી આમાં સામેલ કરવામાં આવી હતી, જેમાંથી ઘણી માનસિક રીતે ઠીક નહોતી. પોલીસે કહ્યું કે આ સોશિયલ મીડિયા ગ્રુપમાં ઘણા ડોક્ટર, વકીલ અને પ્રોફેશનલ્સ જોડાયેલા છે. આ ગ્રુપના લગભગ 5000 સભ્યો છે.