શારિરિક સંબંધો...... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Relationship

શારિરિક સંબંધો……

પ્રશ્ન: મારી ઉંમર ૩૧ વર્ષની છે. મને પ્રૉબ્લેમ એ છે કે મારા શિશ્નનો આગળનો ભાગ વધુ પડતો સંવેદનશીલ છે. એને કારણે યોનિપ્રવેશ કરતી વખતે જ સ્ખલન થઈ જાય છે. મને ડાયાબિટીઝ નથી. યોગ્ય ઉપચાર જણાવશો.

એક પુરુષ મહેશ્વરી

ans જો તમારા શિશ્નના આગળના લાલ ભાગમાં વધુ પડતી સંવેદનશીલતા હોય તો યોનિપ્રવેશ પહેલાં સંવેદનશીલતા ઓછી થાય એવી ક્રીમ લગાવવી. બજારમાં ઝાઈલોકલેન નામનું ઑઈનમેન્ટ ઉપલબ્ધ છે. આ ક્રીમ લગાડયા પછી એક મિનિટ માટે લાલ ભાગ પર રહેવા દો.

ત્યાર બાદ એને પાણીથી ધોઈ નાખો અને ત્યાર પછી ગમે ત્યારે યોનિપ્રવેશ કરી શકો છો. જો વધુ પડતી સંવેદનાને કારણે શીઘ્રસ્ખલન થતું હશે તો એમાં ચોક્કસ વિલંબ થશે.

મારા લગ્ન થયાંને ત્રણ વર્ષ થઈ ગયાં છે. હું ૨૪ વર્ષનો છું. અને શહેરમાં રહું છું. મારી ૨૧ વર્ષની ઉંમરની પત્ની ગામડામાં રહે છે. થોડા સમય પહેલાં મારી પત્નીને પેટમાં તકલીફ થતાં મેં ડોક્ટરને બતાવી અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું.

અલ્ટ્રાસાઉન્ડ મુજબ મારી પત્નીનું ગર્ભાશય નાનું છે. તેની લંબાઈ ૫.૯ સેન્ટિમીટર, જોડાઈ ૩.૪ સેન્ટીમીટર અને પહોળાઈ ૨.૮ સેન્ટિમીટર છે.

ડોેક્ટરનું કહેવું છે કે ગર્ભાશયને સામાન્ય આકારમાં લાવવા માટે ત્રણ મહિના સુધી દવા કરાવવી પડશે. આ સમસ્યા અંગે અમે બીજા એક ડોેક્ટરની સલાહ લીધી. તેમનું કહેવું હતું કે ગર્ભાશય નાનું નથી, પરંતુ તેમાં સોજો આવી ગયો છે. આ સ્થિતિમાં અમને ખબર નથી પડતી કે અમારે શું કરવું જોઈએ.

ans તમારા પત્નીના ગર્ભાશયનું કદ બિલકુલ સામાન્ય છે. એવી સ્ત્રીઓ કે જે માતા નથી શકતી. તેમના ગર્ભાશયની સામાન્ય લંબાઈ ૪.૫ થી ૯.૦ સે.મી જાડાઈ ૧.૫ થી ૩.૦ સે.મી. તથા પહોળાઈ ૪.૦ થી ૫.૫ સે.મી.ની વચ્ચે હોય છે. જેના આધારે માત્ર એટલું જ કહી શકાય કે પહોળાઈની દ્રષ્ટિએ તમારી પત્નીનું ગર્ભાશય થોડું ઓછું પહોળું છે, પરંતુ આ કારણે માતા બનવામાં તેમને કોઈ મુશ્કેલી આવવી ના જોઈએ.

જ્યાં સુધી ગર્ભાશયમાં સોજો આવવાની સમસ્યા છે, અલ્ટ્રાસાઉન્ડના આ રિપોર્ટમાં એવા કોઈ લક્ષણો દેખાતા નથી. તમે એ ડોક્ટરને પૂછો કે તમે આવું કયા આધાર પર કહી રહ્યા છે. જો સોજો હોવાની વાત સંપૂર્ણ સાચી હોય તો તેની વ્યવસ્થિત સારવાર કરાવો.

સમાગમ બાદ યોનિમાંથી વીર્ય બહાર નીકળી જવું એક સામાન્ય વાત છે. આવો અનુભવ ઘણાં દંપતીઓને થતો હોય છે. તેનાથી એ અંદાજ ન લગાવવો જોઈએ કે શુક્રાણુ પોતાની મંજિલ તરફ આગળ વધી શકતા નથી. સત્ય એ છે કે વીર્યમાં શુક્રાણુઓનો અંશ માત્ર ચાર ટકાથી પણ ઓછો હોય છે અને તેમાં જ કરોડોની સંખ્યામાં શુક્રાણુ હાજર હોય છે.

તેમાંથી થોડા શુક્રાણુ જ યોનિમાર્ગ અને ગર્ભાશય ગ્રીવાથી પસાર થઈને સ્ત્રીબીજ નલિકામાં પહોંચે છે. યોગ્ય સમયે સ્ત્રીબીજ પાસે પહોંચી જાય તો શુક્રાણુ અને સ્ત્રીબીજના મિલનથી સંતાનનું બીજ પડી શકે છે.

લગ્નના ત્રણ વર્ષ પછી પણ તમારી પત્ની સગર્ભા નથી બની શકી તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. એ પણ શક્ય છે કે જુદી જુદી જગ્યાએ રહેવાના કારણે તમે બંને એ દિવસોમાં સાથે નહીં રહ્યા હોય કે જ્યારે ગર્ભધારણનો સંયોગ હોય. માસિકચક્રના નિયમિત ૨૮-૩૦ દિવસ થતાં સ્ત્રીમાં આ સંયોગ માસિકચક્રના ૧૨ થી ૧૬મા દિવસ વચ્ચે બની શકે છે.

જો તમે એક વર્ષ સાથે રહેવા છતાં પણ સંતાનની ઈચ્છા પૂરી નથી કરી શક્યાં તો બહેતર એ છે કે તમે તમારી અને પત્નીની કોઈ ઈનફર્ટિલિટી નિષ્ણાત પાસે વિધિસર તપાસ કરાવો.

૧૮ વર્ષની છું. થોડા સમય પહેલાં ૫૦ વર્ષની એક વ્યક્તિના પ્રેમમાં પડી હતી. તેણે મારા બધા પ્રેમપત્રો સાચવીને રાખ્યા છે અને લગ્ન વખતે આપવાની ધમકી આપે છે. આ બાબતમાં તેની પત્ની અને બાળકો પણ સામેલ છે. મારે પત્રો પાછા લેવા માટે શું કરવું?

– એક કન્યા અમરેલી

* એક આધેડ વયના પુરુષ સાથે પ્રેમ કરવો એ પ્રેમ નહીં, પણ વિપરીત સેક્સ પ્રત્યેનું આકર્ષણ જ છે. એને પ્રેમપત્રો લખીને તમે મૂર્ખામીભર્યું પગલું ભર્યું છે. હવે તમે તમારા મોટાભાઈ કે બહેન અથવા ભાભીને આ સમગ્ર વાત જણાવીને તેની પાસેથી પ્રેમપત્રો પાછા મેળવી લો.

જો એ તમારા પત્રો પાછા આપવાની ના પાડે, તો તેને પોલીસનો ડર બતાવી કે ધમકી આપી શકો છો. વાત વધુ વણસે એ પહેલાં માતાપિતાને જરૂર જાણ કરવી, એમાં ગભરાવાની જરૂર નથી.’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite