આ લોકો ચાઇનીઝ કંપની ઊભી કરીને કરતા હતા છેતરપિંડી ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

ભારતમાં ચાઈનીઝ કંપનીઓ ઉભી કરીને અર્થતંત્રને નુકસાન કરવાનો કારચો રચનાર ચાઈનીઝ નાગરિક સહિત 3 લોકોની અમદાવાદ ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ (ROC) દ્વારા 5 થી વધુ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખોટા હિસાબો બતાવી અને ભારત સરકારને ટેક્ષ ના ચૂકવી આ લોકો મોટું કૌભાંડ આચરતા હતા.ત્યારે આજે આ કંપનીનો પર્દાફાશ થયો છે.

ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરેલા આરોપીઓમાં ચાઈનીઝ નાગરિક પિંગ હુઆંગ, આંગડિયા પેઢીનો માલિક સંજય પટેલ અને મુંબઇનો સુરજ મૌર્ય નામ સામે આવ્યા છે. આ બધા જ ભેગા મળીને આપણા ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું મોટુ કૌભાંડ આચરતા હતા.

Advertisement

આ ઘટનાક્રમની વિગતવાર ચર્ચા કરીએ તો રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ (ROC) દ્વારા 5 થી વધુ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આમાંની જ એક કંપની છે શુંગ્મા. આ કંપનીએ ખુબ જ ચપળતાપૂર્વક કેટલાક CA તેમજ અન્ય મળતીયાઓ સાથે મળીને આ કાવતરાની રચના કરી.

ચાઈનીઝ શેલ કંપનીઓએ સૌપ્રથમ તો ભારતીયની ડિરેક્ટર તરીકે નિમણુંક કરી અને ત્યારબાદ ઇન-કોર્પોરેશનની રચના કરાવી અને પાછળથી આ ભારતીય ડિરેક્ટરોનુ રાજીનામુ દેખાડીને ચાઈનીઝ ડિરેક્ટરો દ્વારા કંપનીનું સંચાલન થાય છે તેવુ દર્શાવ્યું અને કંપનીઓમાં ખોટી રીતે નુકસાન બતાવીને ટેક્સની ભરપાઈથી બચતા હતા.

Advertisement

આ ​​​​​​​હવાલા કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચે જુદી-જુદી ચાઈનીઝ કંપનીઓના બેંક એકાઉન્ટ ફ્રીજ કરાવી દીધા. આ આરોપીઓએ અન્ય કેટલી કંપનીઓના હવાલા કરાવ્યા છે? આ અંગેના સચોટ અને નક્કર પુરાવા મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

 

Advertisement

 

 

Advertisement
Exit mobile version