સુરતના ડભોલીની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 20 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા

સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી એમ સ્કવેર બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

બીબીસીના સહયોગી ધર્મેશ અમીનના જણાવ્યા અનુસાર, આ બિલ્ડિંગના બીજા માળે આગ લાગી હતી અને તેના કારણે ત્રીજા માળે લગભગ 20 બાળકો ફસાઈ ગયાં હતાં.

Advertisement

જોકે ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરાતા ફાયરના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.

હાઇડ્રોલિક પ્લૅટફૉર્મ લઈને ફાયરના જવાનોએ રેસ્ક્યુ કામગીરી કરી હતી અને ત્રીજા માળે ફસાયેલા 20 જેટલા લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

Advertisement
Exit mobile version