પલસાણામાં કાર અને રિક્ષા વચ્ચે દુર્ઘટના સર્જાતા એક પેસેંજરનું મોત

સુરત જિલ્લાના પલસાણા ગામે ને.હા-48 ના સર્વિસ રોડ ઉપર સ્પેક્ટ્રમ કંપનીની સામે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં રિક્ષામાં બેસેલ ત્રણ પેસેન્જરો પૈકી બે વ્યક્તિને ઘટના સ્થળે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક યુવાનનું ત્યાં સારવાર દરમિયાન  મોત નીપજયું હતું.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે અલીફનગરમાં રહેતા અબ્દુલ સતાર અબ્દુલ ગની શેખ (ઉંમર – 42) નાઓ કે જે ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ તા-27 ફેબ્રુઆરીના રોજ ઓટો રિક્ષા નંબર જીજે-21-વી-8972 લઈ પલસાણાથી ચલથાણ ફેરા મારતા હતા. ત્યારે સાંજના સમયે પલસાણા ચાર રસ્તાથી ત્રણ પેસેન્જરોને રિક્ષામાં બેસાડી ચલથાણ જવા નીકળ્યા હતા.

તે સમયે પલસાણા ખાતે ને.હાઈવે.48ના સર્વિસ રોડ ઉપર સ્પેક્ટ્રમ કંપની સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે હંકારી આવેલ બલેનો કાર નંબર જીજે-05-આરબી-2633ના ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી. સર્જાયેલ અકસ્માતમાં રિક્ષામાં બેસેલ ત્રણ પેસેન્જરો પૈકી બે વ્યક્તિને ઇજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Advertisement

જ્યાં યુવાન નું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું

Advertisement
Exit mobile version