શું તમે થોડું ચાલ્યા પછી થાકી જાવ છો?તો તમને આ બીમારી હોય શકે છે..
હાંફવું – એટલે કે ઝડપી શ્વાસ. તેને ક્યારેય સામાન્ય માનવામાં આવતું નથી. જ્યારે જીમમાં વર્કઆઉટ્સ દરમિયાન અથવા ઝડપથી ચાલવા દરમિયાન હૃદયની ગતિ વધે છે ત્યારે શ્વાસ ચઢવા લાગે છે. પરંતુ જો તમે થોડું ચાલવાથી અથવા સીડી પર ચઢતી વખતે હાંફવા લાગો છો, તો તે કોઈ રોગની નિશાની પણ હોઈ શકે છે. ચાલો આપણે જાણીએ કે કઈ પરિસ્થિતિઓને અસામાન્ય માનવામાં આવે છે હાંફવું અને શું હોઈ શકે છે તેની સારવાર.
આ છે સામાન્ય ગતિ
લોકો સામાન્ય રીતે પ્રતિમિનિટમાં 18 થી 20 વખત શ્વાસ લે છે. પરંતુ જીમમાં વર્કઆઉટ દરમિયાન, જોગિંગ અથવા દોરડા કૂદતી વખતે આ ગતિમાં વધારો થાય છે. પરંતુ કોઈપણ પ્રકારના શારિરીક શ્રમવિના હાંફવું એ હૃદય, ફેફસાં અથવા લોહીની બિમારીઓની નિશાની હોઈ શકે છે.
હૃદય સંબંધી સમસ્યા
- રુમેટિક તાવને કારણે હૃદયના વાલ્વ બગડી જાય છે. આને કારણે શરીર અને ફેફસામાં લોહીની પૂર્તી થતી નથી. આ રોગ સામાન્ય રીતે બાળપણમાં થાય છે.
- કેટલાક બાળકોને જન્મથી જ હૃદયની સમસ્યા હોય છે. આ બાળકો ઝડપથી થાકી જાય છે. તેઓ મોટે ભાગે બેઠા રહે છે અને ત્વચા વાદળી દેખાય છે.
- હાંફવાનું બીજું કારણ હૃદયની ધમનીઓનું બગડવું હોઈ શકે છે, જે હૃદયની ક્ષમતાને અસર કરે છે. વધારે દબાણથી હૃદય પર તાણ વધારે છે અને હાંફ ચઢે છે.
- કેટલીકવાર, ફેફસાંમાં લોહીની ગાંઠનું અટકવું પણ હૃદયની નિષ્ફળતા દર્શાવે છે. આ ગાંઠો શરીરમાંથી હૃદયમાં આવે છે અને ત્યાંથી ફેફસાંની રુધિરવાહિનીઓમાં આવે છે. આવી સ્થિતિમાં, દર્દી શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક સારવારની જરૂર પડે છે.
- જ્યારે લોહીનો અભાવ હોય ત્યારે પણ, હૃદયને વધુ દબાણ સહન કરવું પડે છે જેના કારણે તમે હાંફવા લાગો છો.
શ્વાસ સંબંધી વિકાર
હાંફવાને ઘણી વાર અસ્થમા અથવા શ્વાસ સંબંધી વિકાર સાથે જોડીને પણ જોવામાં આવે છે. તે કોઈ વિશિષ્ટ પરિસ્થિતિ અથવા હવામાનમાં ઓછાં-વધુ હોઈ શકે છે. તેના માટે યોગ્ય સારવારની જ જરૂર હોય છે.